________________
૧૦૯
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૭ જોઈએ, જેથી અપુનબંધક જીવો પ્રતિદિન ગુણથી પ્રવર્ધમાન બને. ભગવાનની ઉદાર પૂજા કરવી જોઈએ અર્થાતુ પોતાની શક્તિના પ્રકર્ષથી ઉત્તમ દ્રવ્યોથી જગતગુરુની પૂજા કરવી જોઈએ, જેથી ગુણવાન એવા તીર્થકરો પ્રત્યે બહુમાન ભાવ વૃદ્ધિ પામે. સાધુવિશેષનો સંપર્ક રાખવો જોઈએ=ઉત્તમ ગુણોવાળા અને શાસ્ત્રના પરમાર્થને જાણનારા એવા સાધુ વિશેષ સાથે સંપર્ક રાખવો જોઈએ અને તેવા મહાત્મા પાસે વિધિપૂર્વક ધર્મશાસ્ત્રો સાંભળવાં જોઈએ. ધર્મશાસ્ત્રો સાંભળ્યા પછી જે પ્રકારનો સૂક્ષ્મ બોધ થાય તે બોધથી આત્માને મહાપ્રયત્નથી ભાવન કરવો જોઈએ. પરંતુ માત્ર ધર્મશાસ્ત્રો સાંભળીને સંતોષ માનવો જોઈએ નહિ. વળી ધર્મશાસ્ત્રોના પદાર્થોથી આત્માને ભાવિત કર્યા પછી જે જે ઉચિત અનુષ્ઠાન હોય તે અનુષ્ઠાનમાં વિધિપૂર્વક પ્રવર્તવું જોઈએ. જેથી તે તે અનુષ્ઠાનમાં અતિનિપુણતા આવે અને તે તે અનુષ્ઠાનના સેવનથી કરીને ગુણની વૃદ્ધિ થાય. વળી, ધર્મના અનુષ્ઠાન વિધિપૂર્વક કરવાં અતિદુષ્કર છે. તોપણ ધૈર્યનું અવલંબન લઈને સ્વશક્તિ અનુસાર અપ્રમાદભાવથી યત્ન કરવો જોઈએ. પરંતુ આ અનુષ્ઠાન વિધિપૂર્વક કરવું દુષ્કર
છે તેમ વિચારીને વિધિ પ્રત્યે ઉપેક્ષા કરવી જોઈએ નહિ. - આ રીતે કલ્યાણ માટે શું શું કરવું ઉચિત છે ? તે બતાવ્યા પછી અંતરંગ જાગૃતિ માટે શું કરવું જોઈએ ? તે બતાવવા અર્થે કહે છે –
ભવિષ્યનું પર્યાલોચન કરવું જોઈએ. અર્થાત્ હું શું કરું કે જેથી મારું આલોકનું જીવન અને પરલોકનું જીવન અનર્થકારી ન બને તે રીતે ભવિષ્યનો વિચાર કરીને સર્વ ઉચિત પ્રવૃત્તિમાં દઢયત્ન કરવો જોઈએ. મૃત્યુનું અવલોકન કરવું જોઈએ અર્થાત્ વિચારવું જોઈએ કે મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે અને જેવું મૃત્યુ આવશે તેવું આલોકનું સર્જન કરાયેલું ધનાદિ સર્વ, આ ભવમાં જ સમાપ્ત થશે, પોતાની સાથે આમાંથી કંઈ આવશે નહિ. માટે પરલોકનું હિત થાય તે રીતે મારે સર્વ ઉચિત કરવું જોઈએ એમ વિચારીને પરલોકપ્રધાન થવું જોઈએ.
વળી, ગુણવાન એવા મોટા પુરુષની સેવા કરવી જોઈએ જેથી તે ગુણવાન પુરુષની સેવાથી પણ પોતાનામાં ગુણો આવે. વળી, શાસ્ત્રના વચનના બોધના બળથી યોગમાર્ગને બતાવનાર એવી યોગની ભૂમિકારૂપ યોગપટનું દર્શન કરવું જોઈએ અર્થાત્ સંસારવત જીવો જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે કઈ રીતે ગુણસ્થાનકની વૃદ્ધિ દ્વારા સંસારના અંતને કરે છે તે સ્વરૂપ યોગપટનું દર્શન કરવું જોઈએ. વળી, યોગપટનું દર્શન કર્યા પછી તે યોગમાર્ગનાં સ્વરૂપાદિ ચિત્તમાં સ્થાપન કરવાં જોઈએ. અર્થાત્ મારી ભૂમિકા અનુસાર ઉચિત યોગમાર્ગને હું સેવીને ઉત્તરોત્તરના યોગમાર્ગને પ્રાપ્ત કરું એ પ્રકારે યોગમાર્ગનાં સ્વરૂપાદિને ચિત્તમાં સ્થાપન કરવાં જોઈએ.
વળી, ધારણા નિરૂપણ કરવી જોઈએ=યોગમાર્ગનો જે જે પ્રકારે પોતાને સૂક્ષ્મ બોધ થયો છે તેના પારમાર્થિક સ્વરૂપને ચિત્તમાં ધારી રાખવો જોઈએ. વળી, સ્વભૂમિકાથી ઉત્તર-ઉત્તરની ભૂમિકામાં જવાના વિક્ષેપ કરે તેવા માર્ગનો પરિહાર કરવો જોઈએ. અને વિક્ષેપના પરિહારપૂર્વક ઉત્તર-ઉત્તરની યોગસિદ્ધિમાં પ્રયત્ન કરવો જોઈએ. વળી, જે ગૃહસ્થ પાસે ધનાદિની અનુકૂળતા હોય તેવા ગૃહસ્થ ભગવાનની પ્રતિમા કરાવવી જોઈએ. જેથી ભગવાનના પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય. વળી, ભુવનેશ્વર એવા તીર્થંકરના વચનને