________________
૧૦૮
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | બ્લોક-૧૭ દર્શનવાળા શિષ્ટ, બોધિસત્વ, નિવૃત્તપ્રકૃતિ અધિકારવાળા ઇત્યાદિ શબ્દોથી કહે છે. તેઓને જૈનદર્શનવાળા આદિધાર્મિક, અપુનબંધકાદિ શબ્દોથી કહે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જૈનદર્શનના શાસ્ત્રમાં પ્રકૃતિભદ્રક જીવોને આદિધાર્મિક શબ્દથી કહેવાય છે અથવા અપુનબંધકાદિ શબ્દથી કહેવાય છે. અર્થાતુ અપુનબંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત કહેવાય છે. તે જ જીવોને અન્યદર્શનવાળા જુદા જુદા શબ્દોથી કહે છે. કેટલાક દર્શનવાળા તે જીવોને બોધિસત્ત્વ કહે છે અને કેટલાક દર્શનવાળા તે જીવોને નિવૃત્તપ્રકૃતિઅધિકારવાળા કહે છે. તે સર્વ શબ્દ દ્વારા આદિધાર્મિક જીવોનું જ સ્વરૂપ અભિવ્યક્ત થાય છે.
વળી, જૈનદર્શનાનુસાર અપુનબંધકનું સ્વરૂપ પોતાનામાં પ્રગટ કરવાનો ઉપાય લલિતવિસ્તરામાં આ પ્રમાણે કહેવાયો છે. તેથી એ ફલિત થાય કે કોઈપણ આદ્યભૂમિકાની અપુનબંધક દશાને પામેલો હોય અને લલિતવિસ્તરામાં કહેવાયેલી પ્રવૃત્તિ કરે તો વિશિષ્ટ વિશિષ્ટતર એવી અપુનબંધક દશાને પ્રાપ્ત કરે અને જે પ્રકર્ષવાળી થાય તો સમ્યક્તાદિ ગુણોની પ્રાપ્તિનું કારણ બને છે. લલિતવિસ્તરાના ઉદ્ધરણનો ભાવ આ પ્રમાણે છે –
પૂર્વમાં બતાવેલા સામાન્ય ગૃહસ્થધર્મને સેવનાર જીવોએ જૈનદર્શનાનુસાર પોતાનામાં વર્તતા અપુનબંધકપણાને વિશુદ્ધ વિશુદ્ધતર બનાવવા અર્થે શું શું કરવું જોઈએ ? તે બતાવવા અર્થે બત્રીસ આચારો બતાવે છે –
અકલ્યાણમિત્રનો સંબંધ ત્યાગ કરવો જોઈએ અને કલ્યાણમિત્રને સેવવા જોઈએ.
આનાથી એ પ્રાપ્ત થાય કે આઘભૂમિકામાં જીવો નિમિત્ત પ્રમાણે ભાવોને પ્રાપ્ત કરનારા હોય છે. તેથી ધર્મથી વિમુખ મનોવૃત્તિવાળા એવા અકલ્યાણમિત્રો સાથે સંબંધ રાખવામાં આવે તો અનુચિત પ્રવૃત્તિ થવાનો સંભવ રહે છે અને પોતાની જે કંઈ સુંદર પ્રકૃતિ થઈ છે તે પણ નાશ પામે છે. તેથી કલ્યાણના અર્થી જીવોએ સંસારના રસિક એવા અકલ્યાણમિત્રનો ત્યાગ કરવો જોઈએ અને જેઓ હંમેશાં પરલોકની ચિંતા કરનારા છે, આલોકમાં ઉચિત પ્રવૃત્તિ કરનારા છે, તેવા કલ્યાણમિત્રોની સાથે સંબંધ રાખવો જોઈએ. જેથી તેમના સહવાસથી ઉત્તમ પ્રકૃતિ બને.
કલ્યાણમિત્રો હંમેશાં ઉચિત પ્રવૃત્તિ કરવાની પ્રેરણા આપે છે. તેઓની ઉચિત પ્રવૃત્તિ કરવાની પ્રેરણાનું ઉલ્લંઘન કરવું જોઈએ નહિ. કલ્યાણમિત્રની પ્રેરણાથી ઉચિત પ્રવૃત્તિ કરવાથી પ્રકૃતિ વિશુદ્ધ વિશુદ્ધતર થાય અને તેમ કરવાથી પોતાની ઉત્તમ પ્રકૃતિનું નિર્માણ થાય.
વળી, અપુનબંધક જીવોએ લોકમાર્ગની અપેક્ષા રાખવી જોઈએ અર્થાત્ શિષ્યલોકો જે પ્રકારે ઉચિત પ્રવૃત્તિ કરતા હોય તેની અપેક્ષા રાખીને સર્વ ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ; પરંતુ લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ. વળી, જેઓ વયથી, જ્ઞાનથી વૃદ્ધ છે તેવા ગુરુસમુદાયને માન આપવું જોઈએ. પરંતુ તેઓનો અનાદર કરીને સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ. વળી, વડીલોના સમુદાયને પરતંત્ર થઈને રહેવું જોઈએ. જેથી નમ્રતા ગુણ આવે. અને જ્ઞાનવૃદ્ધ પુરુષના ઉચિત અનુભવ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાનો માર્ગાનુસારી બોધ થાય.
વળી અપુનબંધક જીવોએ પોતાની ભૂમિકા અનુસાર દાન, શીલ, તપ, અને વૈરાગ્યભાવમાં યત્ન કરવો