________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | બ્લોક-૧૭
૧૦૫ મોક્ષાર્થ ક્રિયા ઘટે છે તે=અપનબંધકમાં અન્ય દર્શનની મોક્ષાર્થ ક્રિયા ઘટે છે તે, યોગબિંદુમાં કહેવાયું છે –
આ રીતે યોગબિંદુના પૂર્વના શ્લોકોમાં કહ્યું એ રીતે, સમ્યફનીતિથી શુદ્ધ યુક્તિથી, અપુનબંધકને તે તે તંત્રમાં કહેવાયેલું કપિલાદિ શાસ્ત્રમાં કહેવાયેલું, અખિલ અનુષ્ઠાન અવસ્થાભેદના આશ્રયણથી ઘટે છે.” (યોગબિંદુશ્લોક – ૨૫૧) ‘તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
વળી અહીં=પ્રક્રમમાં=પ્રસ્તુત ગ્રંથના કહેલા ધર્મના પ્રક્રમમાં, સ્વઆગમ અપેક્ષાવાળું સ્વઆગમને અનુસરનારું, પ્રક્રમથી આદિધાર્મિકનું લક્ષણ=વ્યંજક, પરિગ્રહણ કરાય છે=આશ્રયણ કરાય છે. જે અન્ય વડે શિષ્ટ, બોધિસત્વ, નિવૃત્ત પ્રકૃતિ અધિકારાદિ શબ્દ વડે કહેવાય છે, તે જ અમારા વડે આદિધાર્મિક, અપુનબંધકાદિ શબ્દ વડે કહેવાય છે, એ પ્રકારનો ભાવ છે=એ પ્રકારનો શ્લોકના ઉત્તરાર્ધનો ભાવ છે. 'નક્ષમ્' એ પ્રકારના વચનપ્રયોગમાં જાતિની અપેક્ષાએ એકવચન છે અપુતબંધકના અનેક ધર્મો છે તે સર્વધર્મની અપેક્ષાએ બહુવચનનો પ્રયોગ જોઈએ છતાં તે સર્વધર્મમાં રહેલી જાતિની અપેક્ષાએ એકવચનનો પ્રયોગ છે. અને તેના લક્ષણના સંપાદનની વિધિ=અપુતબંધકના લક્ષણની સંપાદનની વિધિ, લલિતવિસ્તરામાં આ કહેવાયેલ છે=આગળમાં કહેવાય છે એ કહેવાયેલ છે –
૧. અકલ્યાણમિત્રનો યોગ પરિહાર કરવો જોઈએ. ૨. કલ્યાણમિત્રને સેવવા જોઈએ. ૩. ઉચિત સ્થિતિનું લંઘન કરવું જોઈએ નહિ–સર્વપ્રવૃત્તિમાં ઉચિત કૃત્યનું ઉલ્લંઘન કરવું જોઈએ નહિ. ૪. લોકમાર્ગની અપેક્ષા રાખવી જોઈએ=શિષ્ટલોકોની આચરણાની અપેક્ષા રાખીને પ્રવૃત્તિ કરવી જોઈએ. પ. ગુરુસંહતિને માન આપવું જોઈએ વડીલાદિને માન આપવું જોઈએ. ૬. એમના તંત્રથી=વડીલાદિના પરતંત્રથી, રહેવું જોઈએ. ૭. દાનાદિમાં પ્રયત્ન કરવો જોઈએ. ૮. ભગવાનની ઉદાર પૂજા કરવી જોઈએ. ૯. સાધવિશેષનો પરિચય કરવો જોઈએ ગુણવાન એવા સાધુપુરુષનો પરિચય કરવો જોઈએ. ૧૦. વિધિપૂર્વક ધર્મશાસ્ત્ર સાંભળવાં જોઈએ. ૧૧. મહાયત્વથી ભાવન કરવું જોઈએ=ધર્મશાસ્ત્રથી પ્રાપ્ત થયેલ બોધનું મહાયત્નથી ભાવન કરવું જોઈએ. ૧૨. વિધાનથી પ્રવર્તવું જોઈએ=વિધિપૂર્વક ઘર્મની પ્રવૃત્તિમાં યત્ન કરવો જોઈએ. ૧૩. વૈર્યનું અવલંબન લેવું જોઈએ=ધર્મનું સેવન દુષ્કર હોવા છતાં વૈર્યપૂર્વક ધર્મ નિષ્પન્ન કરવા માટે યત્ન કરવો જોઈએ. ૧૪. આયતિનું પર્યાલોચન કરવું જોઈએ=ભવિષ્યનો વિચાર કરવો જોઈએ=ભવિષ્યમાં કોઈ અનર્થ ન થાય તે રીતે વિચારીને સર્વ પ્રવૃત્તિ કરવી જોઈએ. ૧૫. મૃત્યુનું અવલોકન કરવું જોઈએ આ મનુષ્યભવ ગમે ત્યારે મૃત્યુ આવવાથી પૂર્ણ થઈ જશે તેમ વિચારીને પ્રમાદનો પરિહાર કરવા માટે યત્ન કરવો જોઈએ. ૧૬. પરલોકના પ્રધાનપણાથી યત્ન કરવો જોઈએ. ૧૭. ગુરુજનની=સુસાધુની સેવા કરવી જોઈએ. ૧૮. યોગપટનું દર્શન કરવું જોઈએ યોગમાર્ગની સર્વભૂમિકાનો બોધ કરીને બુદ્ધિરૂપી ચક્ષુથી તેનું દર્શન કરવું જોઈએ. ૧૯. તેના રૂપાદિ ચિત્તમાં સ્થાપન કરવા જોઈએ=યોગમાર્ગના સ્વરૂપાદિનું ચિત્તમાં સ્થાપન કરવું જોઈએ. ૨૦. ધારણા નિરૂપણ કરવી જોઈએ યોગમાર્ગના સ્વરૂપ વિષયક ધારણા ચિત્તમાં સદા રાખવી જોઈએ. ૨૧. વિક્ષેપમાર્ગનો ત્યાગ કરવો જોઈએ=વિક્ષેપ વગરના થઈને યોગમાર્ગની પ્રવૃત્તિ કરવી જોઈએ. ૨૨. યોગસિદ્ધિમાં યત્ન કરવો જોઈએ. ૨૩. ભગવાનની પ્રતિમા કરાવવી જોઈએ. ૨૪. ભુવનેશ્વરનું વચન લખાવવું જોઈએ=સર્વજ્ઞના વચનનું લેખન કરાવવું જોઈએ. ૨૫.