________________
૬.
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-૧૫-૧૬
છે. નીતિપૂર્વકનું જીવન હોવાથી રાજાદિ કોઈથી ઉપદ્રવને પામતો નથી અને ધર્મપ્રધાન સ્વભૂમિકાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ હોવાથી પરલોકમાં પણ સુખની પરંપરાને પામે છે. તેથી તેવા ગૃહસ્થને પ્રાપ્ત થયેલું સુખ ઉત્તરોત્તર અધિક ધર્મ સેવીને સુખનું કારણ હોવાથી શુભાનુબંધવાળું છે. તે સુખ શુભ અનુબંધવાળું હોવાથી શિષ્ટપુરુષથી નિંદિત નથી. વળી ઉત્તમ પ્રકૃતિ અને ધર્મપ્રધાન જીવન હોવાથી તે ગૃહસ્થ પ્રચુર સુખને પામે છે; કેમ કે વર્તમાનમાં અક્લેશપૂર્વકનું જીવન છે, ઉચિત પ્રવૃત્તિ કરનાર છે અને પરલોકમાં પુણ્યના બળથી અધિક અધિક ભોગસામગ્રી પ્રાપ્ત કરી ધર્મપરાયણ થશે. તેથી દરેક ભવમાં અધિક-અધિક સુખની પરંપરા પ્રાપ્ત થશે. II૧પા અવતરણિકા -
इति प्रतिपादितं सामान्यतो गृहिधर्मफलम्, अथ एतद्गुणयुक्तस्य पुंसः सदृष्टान्तमुत्तरोत्तरगुणवृद्धियोग्यतां दर्शयति - અવતરણિકાર્ય :
હવે સદ્ધર્મ ગ્રહણની યોગ્યતાને કહે છે – ભાવાર્થ :
આ પ્રમાણે સામાન્યથી ગૃહસ્થ ધર્મનું ફળ પ્રતિપાદન કર્યું. હવે આવા ગુણયુક્ત પુરુષની, ઉત્તરોત્તર ગુણવૃદ્ધિની યોગ્યતાને દષ્ટાંતપૂર્વક બતાવે છે – બ્લોક :
तस्मिन् प्रायः प्ररोहन्ति, धर्मबीजानि गहिनि ।
विधिनोप्तानि बीजानि, विशुद्धायां यथा भुवि ।।१६।। અન્વયાર્થઃ
તમિન નેરિનિ=તે સદગૃહસ્થમાં=પૂર્વમાં વર્ણન કર્યું એવા સામાન્ય ધર્મને સેવન કરનારા એવા સદ્દગૃહસ્થમાં, પ્રથ: ઘવીનાનિ કોન્તિઃપ્રાયઃ ધર્મબીજો પ્રરોહ પામે છે, ચા વિશુદ્ધ મુવિ જે પ્રમાણે વિશુદ્ધ ભૂમિમાં, વિધિના ૩પ્તાનિ વીઝાનિકવિધિથી વવાયેલાં બીજો. ૧૬ શ્લોકાર્ચ -
તે સગૃહસ્થમાં-પૂર્વમાં વર્ણન કર્યું એવા સામાન્ય ઘર્મને સેવન કરનાર એવા સદ્ગહસ્થમાં, પ્રાયઃ ધર્મબીજો પ્રરોહ પામે છે. જે પ્રમાણે વિશુદ્ધ ભૂમિમાં વિધિથી વવાયેલાં બીજો. ll૧૬ ટીકા :_ 'प्रायो' बाहुल्येन 'धर्मबीजानि' लोकोत्तरधर्मकारणानि, तानि चामूनि योगदृष्टिसमुच्चये प्रतिપાલિતનિ–