________________
૫થ-નવમા દિવસે વિધિપૂર્વક પ્રભુનું નામ સ્થાપન કરવા સંબંધી મંગલ ક્રિયા થઈ, અને ત્રીજા દીક્ષા કલ્યાણકની ક્રિયા પણ થઈ હતી અને દસમે દિવસે અતિ વિસ્તારથી ચોથા કલ્યાણકને વિધિ એટલે પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણક વિધિ થયો. એ પ્રમાણે ત્રીજા ચેથા કલ્યાણકને વિધિ જણાવ્યું. જે ૧૫ર - साहम्मिवच्छल्लं-रायनयरवासिचंदुलालेणं । एयम्मि दिणे पगयं-पहावणा सासणस्स कया ॥१५३॥
સ્પષ્ટાર્થ–એ ચોથા કલ્યાણકના દસમા દિવસે રાજનગરનિવાસી એટલે અમદાવાદમાં શાહપુર મંગળપારેખના ખાંચાના રહીશ શેઠ ચંદુલાલ બુલાખીદાસે અતિ શ્રેષ્ટ રીતે નકારશી રૂપ સ્વધામીવાત્સલ્ય જમણું કર્યું હતું. આ દ્વારા તેમણે શ્રીજૈનશાસનની અત્યંત પ્રભાવના કરી. છે ૧૫a | 2 અગિઆરમા દિવસને વિષે જણાવે છે तयणंतरम्मि दियहे-माहवसियसत्तमोइ हरिसाओ। अंजणविहिपमुहाई-भद्दयकिच्चाइ विहियाई ॥१५॥
સ્પષ્ટાથે–ત્યાર પછીના દિવસે એટલે અગીઆરમાં દિવસે વૈશાખ સુદ સાતમને દિવસે અતિ હર્ષથી અંજનવિધિ વિગેરે એટલે પ્રતિમાજીની અંજનશલાકા કરવાને વિધિ વિગેરે અનેક મંગલિક કૃત્ય કર્યા. અહિં આચાર્ય મહારાજ સુવર્ણની સળીથી પ્રતિમાજીની આંખમાં અંજન કરે તે અંજનશલાકા વિધિ કહેવાય. શ્રી આદિનાથની પ્રતિમા વિગેરે