________________
છે અë નમ: a
પ્રસ્તાવના
શ્રી જેનેન્દ્રશાસને પાસક પ્રિયબંધુઓ ! જ્યારે જગત ભરમાં વિરલાજ મહાપુરૂષો ૧ બુદ્ધિબલ, ૨ પ્રબલ પુણ્યા, ૩ પરોપકાર કરવામાં તીવ્ર લાગણી, ૪ બહુજ સુક્ષ્મદષ્ટિને ઉપયોગ રાખીને, મહાપુરૂષોએ બનાવેલ ગ્રંથોને શાંતિમાં અને સારા વાતાવરણમાં વાંચ્યા બાદ તે સર્વ ગ્રંથોનું અપૂર્વ રહસ્ય જાણીને હૃદયમાં ધારણ કરવાની અપૂર્વ તાકાત, ૫ પહેલાના દેશ કાલાદિની પરિસ્થિતિમાં અને વર્તમાન દેશ કાલાદિની પરિસ્થિતિમાં થયેલ પરિવર્તન તરફ તીવ્ર લક્ષ૬ વિસ્તાર રૂચિવાળા બને અને સંક્ષેપ રચિવાળા જીવોનો પરિચય, ૭ ઈષ્ટ પ્રસંગને જરૂરી શબ્દોમાં જ અભ્યાસકાદિ વર્ગને જીવન સુધારણમાં ઉપયોગી બને તે રીતે વર્ણન કરવાની પ્રણાલિકા, ૮ નિજગુણ રમણુતામાં અપૂર્વ લગની વગેરે ઉત્તમ સાધનોના બલેજ વિવિધ ગ્રંથેની રચના કરી શકે છે. પ્રસ્તુત શ્રીપૂર પ્રકર ગ્રંથના બનાવનાર મહાત્મા શ્રીહરિસેન મુનિરાજ પણ તેવા મહાપુરૂષોમાંના એક મહાપુરૂષ છે. તેઓ નિમલ સંયમના સાધક તે હતા જ. તે ઉપરાંત અપૂર્વ કાવ્યની રચના કરવામાં પણ કુશલ હતા, એમ તેમણે બનાવેલા શ્રીનેમિચરિત્ર તથા આ કાવ્ય જોતાં જણાય છે. આ કાવ્યના પહેલા લેકમાં શરૂઆતમાં “વાબ:” આ શબ્દ હોવાથી આ કાવ્યની કપૂરપ્રકર નામે વધારે પ્રસિદ્ધિ છે. બીજું નામ સૂવર' છેવટના શ્લેક ઉપરથી જણાય છે. મુનિરાજ શ્રીહરિસેન કવિએ આ કાવ્યમાં ૮૭ બાબતોનું વર્ણન દૃષ્ટાંત સાથે બહુજ સ્પષ્ટ જણાવ્યું છે. આની ઉપર શ્રીજિનસાગરસૂરિ વગેરે પંડિતેએ ટીકાઓ પણ રચી છે. સંસ્કૃત ભાષાના જાણકાર ભવ્ય જીવોને આ કાવ્ય અપૂર્વ સંગીન બેધ આપે છે, ને વૈરાગ્યાદિ ભાવના પ્રકટાવે