________________
- ૩૮૦
શ્રીવિજયપદ્યસૂચ્છિત
શ્રેયાંસ કુમારેજ પ્રભુને પારણું કરાવીને પોતાના આત્માને પુણ્યવંત પુરૂમાં અગ્રેસર બનાવ્યા. ૮૨
સ્પષ્ટાર્થ––કવિશ્રી જણાવે છે કે સુપાત્ર દાનના પરિણામ થવા અને સુપાત્રદાન કરવું તે જે તે પુરૂષને (નિપુણ્યને) પ્રાપ્ત થતું નથી પરંતુ કેઈક પુણ્યવંતનેજ પ્રાપ્ત થાય છે. આ હકીક્ત જણાવતાં કહે છે કે શુદ્ધ પાત્ર એટલે સુપાત્ર સહેલાઈથી પ્રાપ્ત થાય તેવું હોય, વળી ધન પણ વિશુદ્ધ અન્યાયાદિ દેષરહિત હોય, તે છતાં પણ પુણ્યરહિત છનાં ચિત્ત પાત્રદાન પ્રત્યે ઉત્સાહી થતાં નથી. જે ચિત્તમાં શુદ્ધ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વગેરે આપવાની ઈચ્છા હોતી નથી. દષ્ટાન્ત આપતાં કવિશ્રી કહે છે કે પ્રથમ તીર્થકર શ્રીષભદેવ એક વર્ષ સુધી દરરોજ શુદ્ધ એષણીય અન્નથી ભરપૂર એવા દેશને વિષે વિચર્યો, તે છતાં એક વર્ષ સુધી કોઈએ દાન આપ્યું નહિ. ફક્ત એકલા શ્રેયાંસકુમારેજ શેરડીના રસ વડે પ્રભુને પારણું કરાવ્યું, જે આ ચોવીસીમાં પ્રથમ સુપાત્ર દાન હતું. આવી રીતે પ્રભુને પારણું કરાવીને શ્રેયાંસ કુમારે પોતાના આત્માને પુણ્યવંત પુરૂષમાં અગ્રેસર બનાવ્યા. અથવા પ્રભુને દાન આપીને મોક્ષ રૂપી ફળની પ્રાપ્તિ કરી ૮૨
(શ્રેયાંસકુમારનું કથાનક શ્રી કષભદેવ ચરિત્ર પ્રસંગે કહ્યું છે માટે અહીં ફરીથી કહેતા નથી. )
અવતરણું--સુપાત્રને વિષે સુંદર વસ્તુનું દાન આપીએ તેજ ઘણું ફલ થાય, નહિ તે ન થાય, એવું જે મૂર્ખ બુદ્ધિવાળાઓ માને છે તેમને ઉપદેશ આપે છે