________________
શ્રીકખૂરપ્રકરસ્પષ્ટાર્થીદિર
૩૫૯ પ્રાપ્તિ માટે વિનય જ સમર્થ છે. અથવા વિનય વિના ઉપર જણાવેલ વિદ્યા વગેરેની પ્રાપ્તિ થતી નથી. માટે તે વિદ્યાદિક મેળવવા માટે બીજા કષ્ટદાયી અનુષ્ઠાન કરવાની જરૂર નથી, કારણ કે કહ્યું છે કે વિનય શાસનનું મૂલ છે વિનયવાળે સંયમી થાય છે, વિનય રહિતને ધર્મ ક્યાંથી તેમજ તપ ક્યાંથી? વિનયવાળે જ લક્ષમીને મેળવે છે તેમજ વિનયવાળે જ જશ અને કીર્તિ મેળવે છે. દુવિનીત કદાપિ પણ પિતાના કાર્યની સિદ્ધિ મેળવતો નથી. માટે વિનયથી જ - જ્યારે સર્વ કાર્યની સિદ્ધિ થાય છે ત્યારે બીજાં કષ્ટદાયી અનુ
ઠાન કરવાની શી જરૂર છે? અથવા બીજા કષ્ટદાયી અનુષ્ઠાનેની જરૂર નથી જ. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં કવિશ્રી જણાવે છે કે પ્રથમ જિનેર શ્રીવાષભદેવની ચરણકમલની વિનયપૂર્વક સેવા કરવાથી નમિ અને વિનમિ નામના તેમના બે પુત્રએ (પોત્રોએ) શું શું મેળવ્યું નથી. અથવા રાજ્ય વગેરે સઘળું તે બંને ભાઈઓએ મેળવ્યું છે. પૂજ્ય એટલે પૂજવા લાયકની ચરણ રજ પણ નમસ્કાર કરવા યોગ્ય છે. કારણ કે કહ્યું છે કે “તીર્થયાત્રા માટે નીકળેલા સંઘની ચરણરજના સ્પર્શથી પણ આ સંસારને પાર પમાય છે. માટે વિનય કરવા લાયક છે. ૭૮
નમિ વિનમિની કથા – પ્રથમ તીર્થકર શ્રીત્રાષભદેવે પુત્રને રાજ્ય વહેંચી આપીને દીક્ષા લીધી. તે વખતે પ્રભુના પુત્ર કચ્છ અને મહાકચ્છના પુત્ર નમિ અને વિનમિ અન્ય સ્થળે ગએલા હોવાથી