________________
૧૮૦
શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત–
શુદ્ધ થાય છે. અથવા પાપથી મુક્ત થાય છે. જે (ચાર)ના વૈરાગ્ય રૂપી શસ્ત્રથી અજ્ઞાન રૂપી અંધકાર નાશ પામ્યા હાય, ને તથી પ્રાપ્ત થએલી નિર્મલ અન્તર્દષ્ટિ અથવા અન્તરગ જ્ઞાનથી સારી રીતે હિત એટલે લાભદાયી ઉપાદેય અને અહિત એટલે નુકસાન કરનાર હાવાથી ડેય અથવા કરવા લાયક પદાર્થને જેણે જાણ્યા હાય, તે જીવ શમ ગુણુથી માક્ષ પામે છે. અહીં દૃષ્ટાંત એ કે–ચાર હત્યા કરનાર હૃઢ પ્રહારી ચાર વૈરાગ્ય ભાવને લીધે કર્મ ખપાવીને મેાક્ષ પદ પામ્યા, એ શમ ગુણનાજ પ્રભાવ જાણવા.
ત્યાગ
અહી ખીજું ઉદાહરણુ આપે છે કે વનમાં લાગેલેા દાવાનલ મેઘ વડે શું શાન્ત થતા નથી? અથવા તે વનના દાવાનલ જેમ મેઘના પાણીથી શાંત થાય છે તેવી રીતે શમતા રૂપી પાણી વડે પાપ કર્મો રૂપી મેલ જરૂર નાશ પામે છે. ૩૬
દઢપ્રહારી ચારની કથા આ પ્રમાણે
માદી નામની મહા નગરી હતી. તે નગરીમાં ભ નામે ઉત્તમ શેઠ હતા. તેની પાસે પુષ્કલ ધન હતું. તે શેઠને દત્ત નામે પુત્ર હતા. તે જ્યારે યુવાન થયા ત્યારે ઘણી કલાને જાણુ થયા. પરંતુ જેમ ચદ્રમાં કલંક છે તેમ તેનામાં પણ જુગારનું વ્યસન હતું. શેઠે તેને આ જુગારનું વ્યસન છેડી દેવાને વારવાર સમજાવ્યે, છતાં જ્યારે તેણે તેને ત્યાગ કર્યો નહિ ત્યારે શેઠે તેને ઘરમાંથી કાઢો મૂકયા. તે જંગલમાં ગયા. ત્યાં પલ્ટીપતિની સેવા કરવા લાગ્યા. અને
-