________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | પ્રાસ્તાવિક ગાથા-૫૯માં વિગતમિશ્રિત મિશ્રભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૯૦માં ઉત્પન્નવિગતમિશ્રિતમિશ્રભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૧૧માં જીવમિશ્રિતમિશ્રભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-કરમાં અજીવમિશ્રિત મિશ્રભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૬૩માં જીવાજીવમિશ્રિતમિશ્રભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૬૪માં અનંતમિશ્રિત મિશ્રભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-કપમાં પરિમિશ્રિતમિશ્રભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-વકમાં અદ્ધામિશ્રિતમિશ્રભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૯૭માં અદ્ધાદ્ધામિશ્રિતમિશ્રભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૬૮માં સત્યામૃષાભાષાના નિરૂપણનું સિદ્ધપણું અને અસત્યામૃષાભાષાના નિરૂપણની પ્રતિજ્ઞા બતાવેલ છે. ગાથા-૩૯માં અસત્યામૃષાભાષાનું લક્ષણ બતાવેલ છે. ગાથા-૭૦-૭૧માં અસત્યામૃષાભાષાના બાર ભેદો બતાવેલ છે. ગાથા-૭૨માં આમંત્રણીભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૭૩માં આજ્ઞાપનીભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૭૪માં યાચનીભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૭૫માં પૃચ્છનીભાષાનું સ્વરૂપ અને પ્રજ્ઞાપનીભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૭૬માં પ્રત્યાખ્યાનીભાષાનું સ્વરૂપ અને ઇચ્છાનુંલોમભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૭૭માં અનભિગૃહીતભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૭૮માં અભિગૃહીતભાષાનું સ્વરૂપ અને સંશયકરણીભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૭૯માં વ્યાકૃતભાષાનું સ્વરૂપ અને અવ્યાકૃતભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૮૦માં અસત્યામૃષાભાષાના કથનનો ઉપસંહાર કરેલ છે. ગાથા-૮૧માં ચતુર્ગતિમાં ચાર ભાષાઓનું યોજન કરેલ છે.
ગાથા-૮૨માં ભાવભાષાના બીજા ભેદરૂપ શ્રુતભાવભાષાનું સ્વરૂપ અને શ્રુતભાવભાષાના ત્રણ ભેદોમાંથી સત્યવ્રુતભાવભાષાનું સ્વરૂપ બતાવેલ છે.
ગાથા-૮૩માં શ્રુતભાવભાષા અંતર્ગત બીજી મૃષાશ્રુતભાવભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૮૪માં શ્રુતભાવભાષા અંતર્ગત ત્રીજી અસત્યામૃષાભાવભાષાનું સ્વરૂપ અને તેના સ્વામી બતાવેલ છે.