________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | પ્રાસ્તાવિક ગાથા-૮પમાં ચારિત્રભાવભાષાનું સ્વરૂપ અને તેના બે ભેદો બતાવેલ છે. ગાથા-૮૭માં દ્રવ્યથી સાધુને બોલવા માટે કઈ ભાષા અનુજ્ઞાત છે? તેનું કથન કરેલ છે.
ગાથા-૮૭માં સાધુને અનુમત જે બે ભાષા છે તેનો શુદ્ધપ્રયોગ કઈ રીતે થઈ શકે ? તેના વિષયમાં દિશાસૂચન કરેલ છે.
ગાથા-૮૮માં સાધુએ શું ન બોલવું જોઈએ ? તેનું કથન કરેલ છે. ગાથા-૮૯થી ૯૪માં સાધુને બોલવા યોગ્ય બે ભાષામાંથી કેવી ભાષા ન બોલવી જોઈએ ? અને તેના સ્થાને કેવી ભાષા બોલવી જોઈએ ? તેનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૯૫માં સાધુએ અન્ય શું શું ન બોલવું જોઈએ ? તે બતાવેલ છે. ગાથા-૯૬માં સાધુ શું બોલે અને શું ન બોલે ? તેનું કથન કરેલ છે. ગાથા-૯૭માં ભાષાવિષયક ચારિત્રની મર્યાદાના રહસ્યને કહેનાર ઉપદેશ બતાવેલ છે. ગાથા-૯૮માં કેવા મહાત્માની ભાષા ચારિત્રની વિશુદ્ધિનું કારણ બને છે ? તેનું સ્વરૂપ બતાવેલ છે.
ગાથા-૯૯માં ચારિત્રની વિશુદ્ધિથી મોહનો ક્ષય કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શૈલેશીના યોગથી સુસંવૃત આત્માને મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે તે બતાવેલ છે.
ગાથા-૧૦૦માં મોક્ષપ્રાપ્તિ પ્રત્યે ભાષારહસ્યગ્રંથનો ઉપયોગ શું છે ? તે બતાવેલ છે. ગાથા-૧૦૧માં ગ્રંથકારશ્રીએ રચેલા ગ્રંથને વિશેષ જાણનારા પ્રસાદપર એવા ગીતાર્થોને શોધન કરવા માટે પ્રાર્થના કરેલ છે.
છેલ્લે ૧થી ૯ શ્લોકોમાં પ્રકરણકાર શ્રી યશોવિજયજી મહારાજાએ પોતાની ગુરુપરંપરારૂપ પ્રશસ્તિ બતાવેલ છે.
ભાષારહસ્યનું આ વિવેચન પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે ભાષારહસ્ય ગ્રંથ વાંચતી વખતે સ્વાધ્યાય જિજ્ઞાસુ એક પૂ. વિદુષી સાધ્વીજી ભગવંતે નોટરૂપે તૈયાર કરેલ. (તેઓએ નિઃસ્પૃહભાવે પોતાનું નામ લખવાની ‘ના’ કહેલ છે.) ત્યારપછી આની વ્યવસ્થિત પ્રેસકોપી તૈયાર કરીને અનેક તત્ત્વજિજ્ઞાસુવર્ગની માંગણી હોવાથી આ ભાષારહસ્યગ્રંથનું શબ્દશઃ વિવેચન ભાગ-૧રમાં વિભાજિત કરીને ગીતાર્થગંગા સંસ્થા તરફથી પ્રકાશિત કરવામાં આવે છે. ભાષારહસ્યના આ વિવેચનને ભાવવાહી અને સરળ બનાવવામાં મુખ્ય ફાળો પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મહેતાનો છે. શબ્દશઃ વિવેચનના આધારે અનેક તત્ત્વજિજ્ઞાસુઓ ગ્રંથના પદાર્થોનો સારી રીતે બોધ કરી શકે છે.
મારી નાદુરસ્ત રહેતી તબિયતમાં પૂજ્યોની આજ્ઞાથી રાજનગર - અમદાવાદ મુકામે સ્થિરવાસ કરવાનું થયું છે તે દરમિયાન યોગગ્રંથો અને અધ્યાત્મગ્રંથો વાચન કરવાનો, આલેખન કરવાનો અને સ્વાધ્યાય કરવાનો સુઅવસર પં. પ્રવીણભાઈ મોતા પાસે સાંપડ્યો એના ફળસ્વરૂપે આંશિક યોગમાર્ગનો વિશદ બોધ