________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | પ્રાસ્તાવિક ભાષારહસ્ય ગ્રંથ – સ્વોપજ્ઞવિવરણનું આ શબ્દશઃ વિવેચન તૈયાર કરવામાં આવેલ છે. આ શબ્દશઃ વિવેચન ભાગ-૧|રમાં વિભાજિત કરવામાં આવેલ છે. ભાગ-૨માં ૩૮થી ૧૦૧ પદ્યોનું શબ્દશઃ વિવેચન આપવામાં આવેલ છે. ભાષારહસ્ય’ શબ્દશઃ વિવેચન ભાગ-૨માં આવતાં પદાર્થોનું સંક્ષિપ્ત દિગ્દર્શન : ગાથા-૩૮માં અસત્યભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૩૯માં અસત્યભાષાના દસ ભેદો બતાવેલ છે. ગાથા-૪૦માં ક્રોધનિઃસૃતમૃષાભાષાનું સ્વરૂપ બતાવેલ છે.
ગાથા-૪૧માં ક્રોધનિઃસૃતભાષા વ્યવહારથી સત્ય હોવા છતાં પરમાર્થથી અસત્યભાષા હોવાનું કારણ બતાવેલ છે.
ગાથા-૪૨માં ભદ્રકપ્રકૃતિ જીવોના ક્રોધનિઃસૃત અસત્ય કરતાં મિથ્યાભિનિવિષ્ટજીવોનું ક્રોધનિઃસૃત સત્ય દુષ્ટતર છે એ પ્રમાણે કહેલ છે.
ગાથા-૪૩માં માનનિઃસૃતમૃષાભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૪૪માં માયાનિઃસૃતમૃષાભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૪૫માં લોભનિઃસૃતમૃષાભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૪૬માં પ્રેમનિઃસૃતમૃષાભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૪૭માં વૈષનિઃસૃતમૃષાભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૪૮માં હાસ્યનિઃસૃતમૃષાભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૪૯માં ભયનિઃસૃતમૃષાભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૫૦માં આખ્યાયિકાનિઃસૃતમૃષાભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૫૧માં ઉપઘાતનિઃસૃતમૃષાભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-પરમાં હિતાર્થે પ્રયોજાયેલ અસત્યભાષા પરમાર્થથી સત્યભાષા છે એ પ્રમાણે કહેલ છે. ગાથા-પ૩માં વચનપ્રયોગ કરનાર રાગથી કે દ્વેષથી કે મોહથી મૃષાભાષાને બોલે છે તોપણ અનાદિનિર્દેશ સંસિદ્ધ મૃષાભાષાના દસ પ્રકારનો વિભાગ છે એ પ્રમાણે કહેલ છે. ગાથા-પ૪માં પ્રકારાંતરે ચાર પ્રકારની મૃષાભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-પપમાં મૃષાભાષાના નિરૂપણનું નિગમન અને સત્યામૃષાભાષાના નિરૂપણની પ્રતિજ્ઞા કરેલ છે. ગાથાપકમાં મિશ્રભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૫૭માં મિશ્રભાષાના દસ ભેદો બતાવેલ છે. ગાથા-પટમાં ઉત્પન્નમિશ્રિત મિશ્રભાષાનું સ્વરૂપ બતાવેલ છે.