________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ / સંકલના કઈ કઈ ભાષા સાધુએ બોલવી જોઈએ નહિ ? તેનો સંક્ષેપથી બોધ કરાવવા અર્થે ગાથા-૮૭થી ૯૬ સુધી બતાવેલ છે. તેમાં કયા કયા સંયોગમાં બોલવાનું પ્રયોજન ઉપસ્થિત થાય અને તે બોલવાથી અન્ય સાધુનો ઉપકાર થતો હોય ત્યારે પણ સાધુના વચન નિમિત્તે કે સાધુનું વચન સાંભળીને કોઈ અન્ય જીવો સાવદ્ય પ્રવૃત્તિ કરે તેના પરિહાર અર્થે કેવી ભાષા સાધુએ બોલવી જોઈએ, જેથી કોઈ સાવદ્ય પ્રવૃત્તિમાં અનાભોગથી સાધુ નિમિત્ત ન બને તે વિષયક અનેક પ્રકારની યાતનાઓ બતાવેલી છે. જેથી સાધુને બોલવા વિષયક સર્વ ઉચિત પ્રવૃત્તિનું જ્ઞાન તે ગાથાઓથી થાય છે.
વળી ગાથા-૮૭થી ૯૬માં બતાવેલ વચનોની મર્યાદાને જાણીને સાધુ તે પ્રકારે જ બાહ્યથી ભાષા બોલતા હોવા છતાં ચારિત્રની વિશુદ્ધિમાં ઉપયોગ ન હોય તો બાહ્યથી તે ભાષા શાસ્ત્રવચનાનુસાર ઉપયોગવાળી હોવા છતાં ચારિત્રનો અપકર્ષ કરનારી બને તો ચારિત્રને આશ્રયીને તે ભાષા મૃષા જ બને છે. તેથી જેમ સાધુ ભિક્ષા માટે જાય છે ત્યારે સંકલ્પ કરે છે કે ભિક્ષા મળશે તો સંયમની વૃદ્ધિ થશે અને નહિ મળે તો તપની વૃદ્ધિ થશે અને તે પ્રમાણે જે સાધુ અંતરંગ દઢ પ્રણિધાનવાળા છે તેઓને ભિક્ષાની પ્રાપ્તિકૃત રતિ કે અપ્રાપ્તિકૃત દીનતા થતી નથી, અને શુદ્ધ ભિક્ષાની ગવેષણાની જિનવચનાનુસાર મનોગુપ્તિ હોવાથી ચારિત્રની વૃદ્ધિ થાય છે, તેમ જે સાધુ સમભાવના કંડકમાં ઉપયુક્ત થઈને સંવેગગર્ભ ઉચિત સ્થાને ઉચિત ભાષણ કરીને અન્ય સાધુની સંયમની પ્રવૃત્તિમાં ઉપખંભક થવા અર્થે શાસ્ત્રમર્યાદાનું સ્મરણ કરીને તે તે નિમિત્તે તે તે ભાષા બોલે છે ત્યારે ચારિત્રની વૃદ્ધિને પ્રાપ્ત કરે છે તેથી ગાથા-૮૭થી ૯૬માં બતાવેલ મર્યાદા અનુસાર બોલનાર પણ સાધુ સાધુને અનુજ્ઞાત એવી સત્ય કે અનુભય ભાષામાંથી ઉચિત ભાષા બોલતા હોય ત્યારે પણ અંતરંગ રીતે સમભાવની વૃદ્ધિને અનુકૂળ ઉપયોગ ન હોય તો અંતરંગ ગુણસ્થાનકની વૃદ્ધિના પ્રમાદના આશ્લેષવાળી તે ભાષા ચારિત્રને આશ્રયીને મૃષા ભાષા જ બને છે.
વળી ગ્રંથના કથનથી પ્રાપ્ત થતા સારને સંક્ષેપથી બતાવતાં ગ્રંથકારશ્રી ગાથા-૯૭માં કહે છે – સાધુએ જે પ્રમાણે ચારિત્રના પરિણામની વૃદ્ધિના હેતુઓ અપકર્ષને પામે નહિ તે પ્રમાણે શાસ્ત્રવચનથી અને યુક્તિથી ભાષાના ગુણોને અને દોષોને જાણીને બોલવું જોઈએ જેથી ભાષા બોલીને પણ સંયમની વૃદ્ધિની જ પ્રાપ્તિ થાય. તેથી સામાન્યથી સાધુને સર્વક્રિયામાં સુખ-દુઃખ, શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ વગેરે સર્વભાવો પ્રત્યે સમભાવનો પરિણામ રહે અને તેની વૃદ્ધિ થાય તેવો જ પ્રયત્ન કરવો જોઈએ, તેમ ભાષા બોલતી વખતે પણ માત્ર કહેવાનું પ્રયોજન છે માટે કહેવું જોઈએ તેમ વિચારીને બોલવું જોઈએ નહિ, પરન્તુ અંતરંગ રીતે વાગુપ્તિથી યુક્ત થઈને અને બોલતી વખતે ભાષા સમિતિમાં ઉપયુક્ત થઈને બોલવું જોઈએ તેથી સાધુની અન્ય પ્રવૃત્તિ જેમ ગુણવૃદ્ધિ દ્વારા મોહના નાશનું કારણ છે તેમ બોલવાની પ્રવૃત્તિ પણ સમિતિ-ગુપ્તિની વૃદ્ધિ દ્વારા મોહના નાશનું જ કારણ બને છે.
વળી પ્રસ્તુત ગ્રંથ ભાષાનાં રહસ્યને બતાવીને પણ ચારિત્ર માટે ઉપયોગી ભાષાનો બોધ કરાવવા અર્થે જ નિર્માણ થયેલો છે તેથી કેવા પ્રકારની પરિણતિવાળા સાધુ ભાષાને બોલીને ચારિત્રની વિશુદ્ધિ કરે છે તે ગાથા૯૮માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. જે મહાત્મા હંમેશાં અસંગભાવના કંડકોની વૃદ્ધિમાં ઉપયોગવાળા છે તેથી આત્માની મોહથી અનાકુળ અવસ્થામાં સ્થિર થવા માટે અંતરંગ પ્રયત્નવાળા છે તેથી તે મહાત્માના મન, વચન ને કાયાના યોગો મોહથી અનાકુળ અવસ્થાને અતિશયિત કરવા અર્થે જ વ્યાકૃત છે તેવા મહાત્મા ત્રણ ગુપ્તિથી