________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ / સંકલના શાસ્ત્રનો બોધ હોય તેથી બહુશ્રુતત્વાદિથી યુક્ત હોય તેવા પણ મહાત્મા ઉપયોગપૂર્વક બોલે તો જિનવચનાનુસાર યથાર્થ શ્રુતજ્ઞાનનો ઉપયોગ હોવાથી સંવેગથી ગર્ભિત એવી ભાષા બોલે છે તે શ્રત વિષયક સત્યભાષા છે.
વળી બહુશ્રુતત્વાદિ ગુણવાળા મહાત્મા સમ્યગ્દષ્ટિ પણ હોય છતાં જિનવચનાનુસાર શ્રુતજ્ઞાનનો ઉપયોગ ન હોય તો શ્રુતવિષયક અસત્યભાષાની પ્રાપ્તિ થાય છે. વળી જેઓ બહુશ્રુતત્વાદિ ગુણવાળા નથી, સમ્યગ્દષ્ટિ નથી તેઓ ઘુણાક્ષરન્યાયથી ભગવાનના કહેલા પદાર્થો જ બોલતા હોય તોપણ તેઓની સર્વ ભાષા શ્રતવિષયક અસત્યભાષામાં જ અંતર્ભાવ પામે છે અને જેઓ શ્રત વિષયક અસત્યભાષા બોલે છે તેઓ શ્રુતજ્ઞાનના વિરાધક છે. વળી જે મહાત્મા શ્રુતજ્ઞાનનું પરાવર્તન કરતાં ઉપયોગપૂર્વક–પરાવર્તન કરાતાં સૂત્રોના યથાર્થ અર્થમાં ઉપયુક્ત થઈને, બોલે છે તે ભાષા અસત્યામૃષા ભાષા છે. વળી અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનમાં ઉપયુક્ત મહાત્મા જે બોલે છે તે અસત્યામૃષાભાષા છે.
કેમ અવધિજ્ઞાની આદિ ત્રણેય મહાત્માની અને શ્રુત પરાવર્તન કરનાર ઉપયુક્ત સાધુની અસત્યામૃષાભાષા છે ? તેની સ્પષ્ટતા ગાથા-૮૪માં ગ્રંથકારશ્રીએ કરેલ છે.
વળી ગાથા-૮પમાં ચારિત્રભાવભાષાના બે ભેદો ગ્રંથકારશ્રીએ બતાવ્યા છે : સત્યભાષા અને મૃષાભાષા. તેથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્મા ચારિત્રના પરિણામને અવલંબીને ચારિત્રની વિશુદ્ધિનું કારણ બને તેવી ભાષા બોલે તે ચારિત્રની વિશુદ્ધિ કરનાર હોવાથી સત્યભાષા છે.
આનાથી એ ફલિત થાય કે જે મહાત્મા શ્રુતજ્ઞાનમાં ઉપયુક્ત થઈને પરાવર્તન કરે છે એ ભાષા શ્રતને આશ્રયીને=શ્રુતજ્ઞાનના ઉપયોગને આશ્રયીને અસત્યામૃષાભાષા હોવા છતાં ચારિત્રની વિશુદ્ધિનું કારણ હોવાથી ચારિત્રને આશ્રયીને તે સત્યભાષા બને છે. આથી જ જિનકલ્પી આદિ મહાત્માઓ શ્રતનું પરાવર્તન કરીને ઉપયુક્ત અંતર્જલ્પાકારરૂપ જે બોલતા હોય તે ભાષા શ્રુતજ્ઞાનને આશ્રયીને અસત્યામૃષાભાષામાં અંતર્ભાવ હોવા છતાં ચારિત્રની વિશુદ્ધિ કરનાર હોવાથી સત્યભાષામાં અંતર્ભાવ પામે છે.
વળી જે મહાત્મા ભાવ ચારિત્રી હોય છતાં પ્રમાદવશ હોય તે વખતે જે કોઈ ભાષા બોલે છે તે ભાષા પ્રમાદથી યુક્ત હોવાને કારણે સંવેગની વૃદ્ધિનું કારણ બનતી નથી પરંતુ પ્રમાદના પરિણામના સંશ્લેષને કારણે ચારિત્રના અપકર્ષનું જ કારણ બને છે તેથી તે ભાષા ચારિત્રને આશ્રયીને મૃષાભાષા જ છે.
વળી દ્રવ્યને આશ્રયીને ભાવભાષાના જે સત્યાદિ ચાર ભેદો બતાવ્યા તેમાંથી સાધુને અપવાદિક કારણ વગર સત્ય ભાષા કે અસત્યામૃષાભાષા જ બોલવાની અનુજ્ઞા છે, અને તે પ્રમાણે જ સાધુ તે બેમાંથી કોઈ ભાષા બોલતા હોય છતાં પ્રમાદવશ હોય તો સંક્લેશ કરનારી તે ભાષા ચારિત્રને આશ્રયીને મૃષા બને અને સંવેગગર્ભ તે ભાષા હોય તો ચારિત્રને આશ્રયીને સત્યભાષા બને.
વળી પૂર્વમાં ભાવભાષાના ત્રણભેદો બતાવ્યા -- (૧) દ્રવ્યભાવભાષા, (૨) શ્રુતભાવભાષા અને (૩) ચારિત્રભાવભાષા. તેમાંથી દ્રવ્યભાવભાષાના જે ચાર ભેદો છે (૧) સત્યા, (૨) અસત્યા, (૩) મિશ્ર, (૪) અનુભય, તેમાંથી ચારિત્રીને પ્રથમ અને ચરમ ભાષા બોલવાની અનુજ્ઞા છે, અપવાદથી લાભાલાભને અર્થે વચલી બે ભાષા પણ અનુજ્ઞાત છે. દ્રવ્યભાવભાષામાં અપવાદ સિવાય સામાન્યથી અનુજ્ઞાત પહેલી અને છેલ્લી ભાષા વિષયક પણ કયા પ્રસંગે