________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫
૧૮૧
પણ જીવો અનુશાસન કરાયા એ રીતે અસહનસ્વભાવવાળા પણ શિષ્યો=અનુશાસનને ન સહન કરી શકે એવા પણ શિષ્યો, માઈનસંપન્ન એક શિષ્યને નિશ્રારૂપે કરીને અનુશાસન કરવું જોઈએ. અને આની નિશ્રાવતી , ઉદાહરણદેશતા લેશથી જ છે; કેમ કે તે પ્રકારનું અનુશાસન છે="દ્રમપત્રકના ઉદાહરણમાં ક્ષણભર પણ પ્રમાદ ન કરવો જોઈએ” તે પ્રકારે અનુશાસન છે. એ રીતે ચરણકરણાનુયોગને આશ્રયીને કહેવાયું. વળી દ્રવ્યાનુયોગને આશ્રયીને અચના અપદેશથી બીજાના ઉદ્દેશથી, લોકાયત મતવાળાને કહેવું જોઈએ, અહો ! જેઓના મતે આત્મા નથી તેઓના કષ્ટને ધિક્કાર થાઓeતેઓના ધર્મના અનુષ્ઠાનને ધિક્કાર થાઓ; કેમ કે તેના અભાવમાં આત્માના સ્વીકારના અભાવમાં, દાનાદિ ક્રિયાનું વૈફલ્ય છે; અને તેનું વૈફલ્ય નથી=દાનાદિ ક્રિયાનું વૈફલ્ય નથી; કેમ કે સત્વના વૈચિત્રની અનુપપત્તિ છે=આત્માના સ્વીકાર વગર જીવોમાં જે ચિત્ર દેખાય છે તેની અસંગતિ છે ઈત્યાદિ કથન કરવું જોઈએ. જા
ભેદ સહિત ઉદાહરણનો દેશ કહેવાયો. પરા ભાવાર્થ :નિશ્રાવચન -
ઉદાહરણના એકદેશરૂપ નિશ્રાવચન છે. તે નિશ્રાવચન કોઈક એકને નિશ્રા કરીને જુદા જુદા અર્થોનું પ્રતિપાદન કરે છે, જેથી તે દૃષ્ટાંતના બળથી યોગ્ય જીવને ઉચિત બોધ થાય છે. તેવો બોધ કરાવનાર જે વચન તે ઔપમ્પસત્યભાષા છે. ચરણકરણાનુયોગ આશ્રયીને નિશ્રાવચન -
જેમ ઉત્તરાધ્યયનમાં દ્રુમપત્રક અધ્યયનમાં ભગવાન ગૌતમસ્વામીને નિશ્રા કરીને અન્ય જીવોને પણ અનુશાસન આપ્યું છે કે મનુષ્યભવ પામ્યા પછી પરલોકના અર્થી જીવે ક્ષણભર પણ પરલોકના હિતમાં પ્રમાદ કરવો જોઈએ નહિ. ત્યાં દ્રુમપત્રક અધ્યયનમાં કુમ અને પત્રકના સંવાદ દ્વારા સંસારની વાસ્તવિક સ્થિતિનો બોધ કરાવીને તેના દ્વારા કેટલાક યોગ્ય શિષ્યો સીધો ઉપદેશ સહન કરવા માટે અસમર્થ હોય તે વખતે અત્યંત માર્દવગુણવાળા ગૌતમસ્વામી આદિ જેવા શિષ્યને નિશ્રા કરીને તે પ્રકારનો ઉપદેશ આપે છે સાંભળીને અન્ય જીવોને પણ તે દ્રુમપત્રની ઉપમા દ્વારા ઉચિત પ્રવૃત્તિમાં અપ્રમાદનો બોધ થાય. પ્રસ્તુતમાં દ્રુમપત્રનું ઉદાહરણ હોવા છતાં પ્રમાદ નહિ કરવાનો અનુશાસન હોવાને કારણે ઉદાહરણદેશતા છે. માર્દવ શિષ્યને નિશ્રા કરીને અન્યને અનુશાસન આપવાનું શાસ્ત્રવચન હોવાથી નિશ્રાવચન છે. દ્રુમપત્રકના ઉદાહરણથી તત્ત્વનો બોધ કરાવવાનું પ્રયોજન સિદ્ધ થાય તેવું વચન હોવાથી પમ્પસત્ય છે. આ દ્રુમપત્રકનું ઉદાહરણ સંયમની આચરણાને આશ્રયીને હોવાથી ચરણકરણાનુયોગને આશ્રયીને કથન છે. દ્રવ્યાનુયોગ આશ્રયીને નિશ્રાવચન :વળી દ્રવ્યાનુયોગને આશ્રયીને નિશ્રાવચનરૂપ ઔપમ્પસત્ય વચન આ પ્રમાણે છે –