________________
૧૬૭
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫ જેથી પોતે તેમાં નિમિત્ત ન બને તે અર્થે તે પોતે તે ક્ષેત્રને છોડીને અન્ય ક્ષેત્રમાં જાય છે, છતાં ઘણા કાળ પછી જ્યારે તે ક્ષેત્રમાં આવે છે ત્યારે તેના હાથે દ્વારિકાનાશનો પ્રસંગ ઊભો થયો, તેથી તેવા નાશથી રક્ષણ અર્થે જેમ તે કાળમાં તે ક્ષેત્રનો પરિહાર આવશ્યક છે તેમ કોઈ મહાત્મા વૈપાયનઋષિના દૃષ્ટાંતથી કહે કે વર્તમાનનો વિષમકાળ છે, પૂર્વના તેવા ઉત્તમ પુરુષનો યોગ વર્તમાનમાં દુષ્કર છે, અજ્ઞાની જીવોથી ક્ષેત્ર વ્યાપ્ત છે તેથી તે કાળના અપાયના પરિવાર માટે પ્રાજ્ઞ થઈને નિપુણતાપૂર્વક સદ્ધર્મના પરીક્ષક અને સુગુરુના પરીક્ષક થવું જોઈએ જે સાંભળીને યોગ્યે શ્રોતા તે પ્રકારના સંવેગના સ્વૈર્યને પામે જેથી કાળના અપાયથી સુરક્ષિત બને. આવું વચન કાળના અપાયરૂપ આહરણના ઉપમાનથી
પમ્પસત્યભાષારૂપ છે. (૪) ભાવઅપાયઉદાહરણ :
વળી કૂરગડુ પૂર્વભવમાં તપસ્વી સાધુ હતા. ગમનાગમન વખતે પગ નીચે દેડકીનો વિનાશ થયો છતાં તેમને તેનો ખ્યાલ નહિ. ત્યારે સાથે રહેલા બાલમુનિએ તેમને તેનું સ્મરણ કરાવ્યું તે ઉચિત સ્મારણારૂપ વચન છે. વળી સાંજના પણ ફરી તેનું સ્મરણ કરાવ્યું ત્યારે કુપિત થયેલા તે મહાત્મા શુલ્લક સાધુને મારવા જાય છે અને સ્તંભ સાથે અથડાઈને કાળધર્મ પામી જ્યોતિષદેવ થાય છે ત્યાંથી દૃષ્ટિવિષ સર્પ થાય છે, આ પ્રકારનો જે અનર્થ પ્રાપ્ત થયો તે ક્રોધરૂપ ભાવનો અપાય છે. આ ભાવના અપાયના ઉદાહરણથી કષાયોની કેવા પ્રકારની અનર્થકારિતા છે તે કોઈ ઉપદેશક બતાવે તો ઉપદેશકના ઉપદેશથી સંવેગ પામેલા તે શ્રોતામાં સંવેગનું ધૈર્ય થાય છે. આ પ્રકારનો વચનપ્રયોગ એ ભાવઅપાયના આહરણરૂપ ઉપમાન દ્વારા ઔપમ્યસત્યભાષા છે.
આ ચાર પ્રકારના દ્રવ્યાદિને આશ્રયીને જે અપાયો બતાવ્યા તે આચરણાને આશ્રયીને હોવાથી ચરણકરણાનુયોગવિષયવાળા છે. દ્રવ્યાનુયોગને આશ્રયી અપાયઉદાહરણ :
હવે દ્રવ્યાનુયોગને આશ્રયીને તેવું દષ્ટાંત બતાવતાં કહે છે – કોઈ એકાંત નિત્યવાદી કહે કે આત્મા દ્રવ્યરૂપે એકાંતનિત્ય છે, ક્ષેત્રમાં સર્વક્ષેત્રવ્યાપી છે, કાળમાં સર્વકાળમાં એક સ્વરૂપવાળો છે, ભાવથી તેનું કોઈ પરાવર્તન થતું નથી. તે કથનમાં એકાંત નિત્યવાદીને સુખ-દુઃખના અભાવની પ્રાપ્તિ આદિરૂપ અપાયની પ્રાપ્તિ થાય છે.
જેમ આત્મા એકાંત નિત્ય હોય તો ક્ષણભર દુઃખનું અને ક્ષણભર સુખનું પ્રત્યક્ષ વેદના થાય છે તે થાય નહિ. વળી આત્મા સર્વક્ષેત્રવ્યાપી હોય તો એક જન્મમાંથી અન્ય જન્મમાં જાય ત્યારે અન્ય ક્ષેત્રમાં ઉત્પત્તિ થાય છે તે સંગત થાય નહિ. સર્વ કાળમાં સ્થિર એક સ્વભાવ હોય તો સંસારમાં દેખાતાં પરિવર્તનો સંગત થાય નહિ અને ભાવમાં પરિવર્તન ન હોય તો સંસારી અવસ્થા અને મુક્ત અવસ્થા સંગત થાય નહિ. આ પ્રકારના અપાયના દર્શન દ્વારા ઉપદેશક શ્રોતાને પરિણામી આત્મા આદિ પદાર્થો છે એમ બતાવે તે