________________
ભાષારહસ્થ પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૩૩, ૩૪
૧૫૭
બે વસ્તુમાંથી એકતરનો અભાવ હોય તો તે પુરુષમાં દંડનો સંબંધ નથી તેમ કહેવું પડે અને વર્તમાનમાં તે પુરુષ સાથે દંડનો સંબંધ નહિ હોવાને કારણે આ દંડી છે એ પ્રકારનો ઉપચાર એ પ્રકારનો વચનપ્રયોગ, થઈ શકે નહિ છતાં એ પ્રકારનો વચનપ્રયોગ લોકમાં થાય છે તેથી દંડીપદ દ્વારા લક્ષણાથી અતીતકાળવાળા દંડના સંબંધવાળા પુરુષની જ ઉપસ્થિતિ થાય છે તેથી લોકમાં પ્રસિદ્ધ એવો તે પ્રકારનો ઉપચારરૂપ વ્યવહાર યથાર્થ વસ્તુનો બોધ કરાવનાર હોવાથી યોગસત્યભાષામાં અંતર્ભાવ પામે છે.
વળી યોગસત્યભાષાને યુક્તિથી સ્પષ્ટ કરતાં કહે છે કે વર્તમાનમાં જે પુરુષ દંડવગરનો છે તેમાં દંડરૂપ વિશેષણનો વિરહ હોવા છતાં અર્થાન્તરરૂપ સંબંધ છે માટે તેને દંડી કહેવાય છે અર્થાત્ દંડનો સંયોગરૂપ સંબંધ નથી પરંતુ દંડ સાથે અન્ય કોઈક સંબંધ છે માટે દંડી કહેવાય છે. એ પ્રમાણે સ્વીકારવામાં આવે અને અતીતકાળના સંબંધવાળા પુરુષમાં લાક્ષણિકપદથી ઘટિત ભાષા છે તેમ ન સ્વીકારવામાં આવે તો શું દોષ પ્રાપ્ત થાય ? તે છત્રી એ પ્રકારના પ્રયોગને આશ્રયીને સ્પષ્ટ કરે છે –
કોઈ પુરુષમાં હમણાં સંયોગથી છત્રનો સંબંધ ન હોય તોપણ તે પુરુષમાં છત્રનો અર્થાન્તરરૂપ સંબંધ છે અર્થાત્ પૂર્વમાં છત્ર સાથે સંબંધ હતો તેના કરતાં અન્ય કોઈક રીતે છત્ર સાથે સંબંધ છે અને વર્તમાનમાં હાથમાં છત્ર નથી તોપણ હમણાં છત્રી છે એ પ્રકારનો વ્યવહાર તે પુરુષમાં થવો જોઈએ, પરંતુ હમણાં છત્રી નથી તેમ વ્યવહાર થઈ શકે નહિ; કેમ કે અર્થાન્તરરૂપ છત્ર સાથે તેનો સંબંધ હમણાં વર્તે છે. વસ્તુતઃ પૂર્વના છત્રવાળા પુરુષને પણ જોઈને વર્તમાનમાં વ્યવહાર થાય છે કે આ હંમેશાં છત્ર લઈને ફરે છે માટે છત્રી છે, છતાં હમણાં તેના હાથમાં છત્ર નથી માટે છત્રી નથી. તેથી નક્કી થાય છે કે આ છત્રી છે એ પ્રયોગથી લક્ષણા દ્વારા અતીતકાળના સંબંધવાળા એવા પુરુષની ઉપસ્થિતિ થાય છે, પરંતુ અર્થાતરરૂપ સંબંધની ઉપસ્થિતિ થતી નથી.
આનાથી એ પ્રાપ્ત થાય કે વર્તમાનમાં છત્ર લઈને આવેલો હોય અને કહેવામાં આવે કે આ છત્રી છે ત્યારે તે પુરુષમાં છત્રનો સંબંધ પ્રત્યક્ષથી ગ્રહણ થતો હોવાથી તે પ્રયોગ ભાવસત્યભાષામાં અંતર્ભાવ પામે છે અને કોઈ પુરુષ પ્રાયઃ છત્ર લઈને આવતો હોય છતાં કોઈક કારણે વર્તમાનમાં છત્ર રહિત છે અને કોઈ વક્તા કહે કે આ છત્રી છે તે વખતે છત્રનો સંબંધ સાક્ષાત્ તે પુરુષ સાથે નહિ હોવાથી તે ભાષાને મૃષાભાષા કહેવાનો પ્રસંગ આવે પરંતુ વક્તાના કથનથી તે શ્રોતાને લક્ષણા દ્વારા અતીતકાળના સંબંધવાળા છત્રીરૂપ તે પુરુષની ઉપસ્થિતિ થાય છે માટે તે ભાષા યોગસત્યભાષા છે. આ કથનમાં ગ્રંથકારશ્રી ઉદાહરણો આપે છે. છત્રી, દંડી, કુંડલી વગેરે પ્રયોગો છત્રાદિના અભાવમાં યોગસત્યભાષાનાં ઉદાહરણો છે. ll૩૩ અવતરણિકા :
उक्ता योगसत्या । अथौपम्यसत्यामाह, तत्रौपम्यमुपमानापेक्षम्, उपमानं ज्ञातमुदाहरणं निदर्शनं दृष्टान्तो वेति तु पर्यायाः । तथा चाऽऽह भगवान् भद्रबाहुः – “नायं आहरणं ति य दिटुंतोवमनिदरिसणं તદ ર પત્તિ I” (૨. વૈ. નિ. નો. ૨૪) તોપમાન સામાન્યતો વિનિત્યાદિ –