________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૦
૧૪૧ ગંધનો નાશક નથી; કેમ કે જો તેની ગંધ અગ્નિસંયોગથી નાશ પામેલ હોય તો જલના સંપર્કમાત્રથી નવી ગંધ ઉત્પન્ન થઈ શકે નહિ, માટે શરાવની ગંધ જલથી અભિવ્યક્ત થાય છે તેમ પદાર્થમાં રહેલા એણુત્વ, મહત્ત્વ આદિ ધર્મો પ્રતિનિયત વ્યંજકથી અભિવ્યક્ત થાય છે તેમ માનવું જોઈએ.
વળી જે રીતે પ્રતિનિયત વ્યંજકથી અણુત્વ, મહત્ત્વાદિ ધર્મો અભિવ્યક્ત થાય છે તેમ પદાર્થમાં રહેલા દ્વિવાદિ પણ અપેક્ષાબુદ્ધિથી વ્યંગ્ય જ છે. તેથી એ પ્રાપ્ત થાય કે પુરોવર્તી રહેલા એક ઘટમાં એકત્વ ધર્મ, દ્વિત્વ ધર્મ, યાવતું અનંતત્વ ધર્મ છે, ફક્ત ઘટની સાથે બીજી વસ્તુને ગ્રહણ કરીને “આ એક છે આ એક છે માટે બે છે” એવી બુદ્ધિ થાય છે ત્યારે તે બન્ને પદાર્થોમાં દ્વિત્વસંખ્યા તે પુરુષને અભિવ્યક્ત થાય છે. જેમ ચણોઠીમાં બોરની અપેક્ષાએ અભુત્વ રહેલું હોવા છતાં જ્યાં સુધી બોરની સાથે અપેક્ષાબુદ્ધિ થાય નહિ ત્યાં સુધી અણુત્વની પ્રતીતિ થતી નથી અને બોરની સાથે અપેક્ષાબુદ્ધિ થાય છે ત્યારે ચણોઠીમાં રહેલું અભુત્વ અભિવ્યક્ત થાય છે તે રીતે પદાર્થમાં રહેલા ત્રિત્વ, ચતુર્થત્વ આદિ ધર્મો પણ અપેક્ષાબુદ્ધિથી વ્યંગ્ય થાય છે.
વળી તૈયાયિક કહે છે કે પદાર્થમાં દ્વિત્યાદિ ધર્મો નથી પરંતુ જ્યારે કોઈ ચૈત્રાદિને અપેક્ષાબુદ્ધિ થાય છે કે આ એક છે, આ એક છે માટે આ બે છે ત્યારે ચૈત્ર આદિની અપેક્ષાબુદ્ધિથી તે બે વસ્તુમાં દ્વિત્વ ઉત્પન્ન થાય છે. નૈયાયિકનું તે વચન ઉચિત નથી; કેમ કે ચૈત્રની અપેક્ષાબુદ્ધિથી જનિત વસ્તુમાં દ્વિત્વ હોય તો મૈત્રને પણ તે દ્વિવાદિના પ્રત્યક્ષ થવાનો પ્રસંગ આવે. જેમ કુંભારના પ્રયત્નથી જનિત ઘટનું પ્રત્યક્ષ કુંભારથી અન્ય વ્યક્તિને પણ થાય છે તેમ ચૈત્રની અપેક્ષાબુદ્ધિથી જનિત દ્વિત્વનું પ્રત્યક્ષ બધાને થવું જોઈએ.
વળી ચૈત્રની અપેક્ષાબુદ્ધિથી જનિત એવા દ્વિત્વમાં ચૈત્રીય દ્વિત્વ ઉત્પન્ન થતું નથી કે જેથી એમ કહી શકાય કે ચૈત્રની અપેક્ષાબુદ્ધિથી જનિત ચૈત્રીય દ્વિત્વમાં ચૈત્રની અપેક્ષાબુદ્ધિ કારણ છે અને ચૈત્રીય દ્વિત્વના પ્રત્યક્ષમાં ચૈત્રીય દ્વિત્વ હેતુ છે.
આશય એ છે કે જેમ કુંભારના પ્રયત્નથી ઘટ ઉત્પન્ન થાય છે તેમ ચૈત્રની અપેક્ષાબુદ્ધિથી ધિત્વ ઉત્પન્ન થાય છે તેમ સ્વીકારીએ તો બધાને દ્વિત્વના પ્રત્યક્ષની આપત્તિ આવે અને તેના નિવારણ માટે એમ કહેવામાં આવે કે ચૈત્રની અપેક્ષાબુદ્ધિથી જનિત દ્વિત્વમાં ચૈત્રીય દ્ધિત્વ ઉત્પન્ન થાય છે માત્ર દ્વિત્વ ઉત્પન્ન થતું નથી અને ચૈત્રીય દ્વિત્વ માત્ર ચૈત્રને જ તે દ્વિત્વનું પ્રત્યક્ષ કરાવે છે અન્યને નહિ તો મૈત્રાદિને દ્વિતના પ્રત્યક્ષના અતિપ્રસંગનું નિવારણ થાય, પરંતુ ચૈત્રની અપેક્ષાબુદ્ધિથી ચૈત્રીય દ્વિત્વ ઉત્પન્ન થાય છે તેમ સ્વીકારવામાં કોઈ યુક્તિ નથી અને નૈયાયિકો પણ તેમ માનતા નથી તેથી ચૈત્રની અપેક્ષાબુદ્ધિથી દ્ધિત્વ ઉત્પન્ન થાય છે એ કથનમાં મૈત્રાદિને દ્વિત્વના પ્રત્યક્ષના અતિપ્રસંગનો દોષ છે. તેના નિવારણ માટે દ્વિવાદિ અપેક્ષાબુદ્ધિથી વ્યંગ્ય જ છે તેમ સ્વીકારવું જોઈએ, જેથી પદાર્થમાં દ્ધિત્વ આદિ ધર્મો રહેલા હોવા છતાં જેને અપેક્ષાબુદ્ધિ થાય છે તેને તે પદાર્થમાં રહેલા દ્વિવાદિ ધર્મો અભિવ્યક્ત થાય છે અને જેને અપેક્ષાબુદ્ધિ થતી નથી તેને તે દ્વિવાદિ ધર્મો અભિવ્યક્ત થતા નથી તેમ માનવું જોઈએ, જેથી નૈયાયિક મતાનુસાર સ્વીકારવામાં આવતો અતિપ્રસંગ દૂર થાય તેથી નૈયાયિકના તેવા અતિપ્રસંગવાળા દોષના કથનથી શું? અર્થાત્ તેવું કથન સ્વીકારવું ઉચિત નથી. ll૩ના