________________
૧૨૦
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સબક-૧ | ગાથા-૨૫ શબ્દની શક્તિ સ્થાપનાજિનમાં સ્વીકારી એ ગુરુભૂત અર્થમાં તે શબ્દની શક્તિનો સ્વીકાર છે ; કેમ કે જિનપદ કરતાં સ્થાપનાજિન એ ગુરુભૂત અર્થ છે અને તેમાં જિનશબ્દની શક્તિ ચાર નિક્ષપાને માનનાર જિનવચનના અનુશાસનથી પ્રાપ્ત થાય છે. આમ છતાં જેમ જિનપ્રતિમામાં જિનના ગુણ નથી છતાં સ્થાપનાનિક્ષપાના કારણે જિનપ્રતિમા પૂજ્ય છે તેમ પાસસ્થા સાધુમાં સાધુના ગુણ નથી છતાં સાધુની આકૃતિ છે માટે સ્થાપના સત્ય સ્વીકારીને તેને સાધુ તરીકે પૂજી શકાશે તેના નિરાકરણ માટે ‘ગત વાધતે' થી કહે છે કે તે સ્થાનમાં સ્થાપનાનિક્ષેપો સ્વીકારવામાં બાધક શાસ્ત્રવચન છે; કેમ કે નિર્ગુણ એવા પાસત્થામાં ભગવાનના વચનથી વિપરીત ગુણો છે અને તેમને સ્થાપના સત્ય સ્વીકારીને પૂજવાથી તેમના દોષાની અનુમોદનાની પ્રાપ્તિ છે, તેથી જે સ્થાનમાં તેવું બાધક ન હોય તેવા સ્થાપના સત્યમાં તે પદની શક્તિ છે. આથી જ જિનપ્રતિમામાં જિનપદની શક્તિ છે અને પાસત્થાના વેશમાં સાધુપદની શક્તિ નથી, તેથી શાસ્ત્રવચનના અનુશાસનના બળથી સ્થાપના સત્યરૂપ અર્થમાં જિનપદનો સ્વીકાર હોવાથી સ્થાપના સત્ય પ્રમાણ છે.
આ રીતે નિક્ષેપના અનુશાસનના બળથી સ્થાપના સત્યમાં જિનપદની શક્તિ છે તેમ કહીને સ્થાપના સત્યને પ્રમાણ બતાવ્યા પછી નયભંદથી સ્થાપના સત્ય સ્વીકારનાર પદમાં નિરૂઢ લક્ષણા સ્વીકારીને પણ સ્થાપના સત્ય સ્વીકારવામાં દોષ નથી તે બતાવે છે –
જેમ ગોપદની શક્તિ ગોરૂપ વ્યક્તિમાં જ છે, અને આકૃતિ અને જાતિમાં ગોપદની લક્ષણા છે, એમ કેટલાક દર્શનકારો સ્વીકારે છે તે દૃષ્ટિને સ્વીકારીએ તો જિનપદની શક્તિ ભાવજિનમાં જ છે પરંતુ જિનની આકૃતિરૂપ પ્રતિમામાં નથી છતાં જિનપ્રતિમાની ઉપસ્થિતિ તે પ્રકારના વચનપ્રયોગથી થાય છે. જેમ કોઈ કહે કે આજે જિનની સુંદર અંગરચના થઈ છે તે સ્થાનમાં જિનપદથી ભાવજિનની ઉપસ્થિતિ થાય છે અને નિરૂઢ લક્ષણાથી જિનપ્રતિમાની ઉપસ્થિતિ થાય છે. જેમ ગંગાશબ્દથી ગંગાના પ્રવાહની ઉપસ્થિતિ થાય છે અને લક્ષણાથી ગંગાના તીરની ઉપસ્થિતિ થાય છે અને આ પ્રકારે નિરૂઢ લક્ષણાથી સ્થાપનાની ઉપસ્થિતિ સ્વીકારીએ તો ગ્રંથકારશ્રીએ ગાથામાં જે લક્ષણ કર્યું કે ‘વવમાવત્યદયસંય' તે પદમાં રહેલ સંકેતશબ્દથી નિરૂઢ લક્ષણાનું આશ્રયણ છે, તેથી એ પ્રાપ્ત થાય કે અપગત ભાવાર્થ રહિત સંકેતવાળી સ્થાપનામાં જે ભાષા વર્તે છે તે સ્થાપના સત્ય છે.
આ પ્રમાણે નિરૂઢ લક્ષણા કરવાથી સ્થાપના સત્ય સંમતસત્યના લક્ષણથી આક્રાન્ત થાય છે તેથી સંમતસત્ય અને સ્થાપના સત્ય બેને એક માનવાની આપત્તિ આવે. તે આ રીતે --
સંમતસત્યનું લક્ષણ કરેલ કે સમુદાયશક્તિના પ્રતિસંધાનના વૈકલ્યથી પ્રયુક્તઅબોધકત્વવાળા પદથી ઘટિત ભાષા સંમતસત્ય છે. જનપદસત્યમાં સંમતસત્યના લક્ષણની અતિવ્યાપ્તિ પ્રાપ્ત થતી હતી તેના નિવારણ માટે ટીકામાં કહ્યું કે શક્તિનો અર્થ સંતમાત્ર નથી પરંતુ અનાદિ શાસ્ત્રીય અબાધિત સંકેત છે જે નિરૂઢ લક્ષણારૂપ જ પ્રાપ્ત થાય; કેમ કે અનાદિથી તે પ્રકારે તે પદથી તે અર્થ કરવાની નિરૂઢ લક્ષણા શાસ્ત્રકારે કરી છે તેથી જેમ સંમતસત્યમાં તે લક્ષણ સંગત થાય છે તેમ સ્થાપના સત્યમાં પણ તે લક્ષણ સંગત થાય છે; કેમ કે સ્થાપનાજિનમાં જિનપદની શક્તિ છે એ પ્રકારના સમુદાયશક્તિના પ્રતિસંધાન વગરના