________________
૧૧૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૨૪
સંમતસત્ય તરીકે જ સ્વીકારવા પડે; કેમ કે રૂઢિને છોડીને યોગાર્થ દ્વારા ધર્માસ્તિકાય શબ્દનો અર્થ ગતિ સહાયક દ્રવ્ય છે તેવો નિશ્ચય થઈ શકતો નથી, તેથી ગાથામાં જે સંમતસત્યનું લક્ષણ કર્યું તે ધર્માસ્તિકાય આદિ શબ્દોમાં છે અને ટીકાકારશ્રીએ જે લક્ષણ કર્યું તે પણ ધર્માસ્તિકાય આદિમાં સંગત થઈ શકે છે. તે આ રીતે – ધર્માસ્તિકાય શબ્દમાં રહેલા અક્ષરોના સમુદાયની શક્તિ રૂઢિઅર્થ અનુસાર ગતિસહાયક દ્રવ્યમાં રૂઢ છે અને તેના પ્રતિસંધાનથી વૈકલ્યપ્રયુક્ત અબોધકત્વવાળું ધર્માસ્તિકાય પદ છે, તેથી તેવા પદથી ઘટિત ભાષા સંમતસત્ય છે એ પ્રકારે અર્થ થઈ શકે છે; છતાં “પંક” અને “જ” એ બે પદોના સમુદાયની શક્તિને ગ્રહણ કરવામાં આવે અને તેના દ્વારા પિચ્ચાદિ શબ્દોને એક અવયવરૂપ સ્વીકારીને તે પિચ્યાદિ પદમાં સમુદાયશક્તિ નથી માટે સંમતસત્યનું લક્ષણ જનપદસત્યમાં નથી તેમ કહેવામાં આવે તો વ્યુત્પત્તિ રહિત ધર્માસ્તિકાયરૂપ એકાદવાળા સંમતસત્યમાં પણ સંમતસત્યનું લક્ષણ જાય નહિ, તેથી તે સ્થાનમાં અવ્યાપ્તિદોષ પ્રાપ્ત થાય. માટે સમુદાયશક્તિનો અર્થ અક્ષરનો સમુદાય જ ગ્રહણ કરવો પડે, પદોનો સમુદાય નહીં. જો આમ ગ્રહણ કરવામાં આવે તો પંકજમાં પણ સંમતસત્યનું લક્ષણ ઘટે અને ધર્માસ્તિકાય આદિમાં પણ સંમતસત્યનું લક્ષણ ઘટે.
આ પ્રકારે સ્વીકારવામાં આવે તો જનપદસત્યમાં જે અતિવ્યાપ્તિ દોષ અથથી પૂર્વપક્ષીએ આપેલો તે દોષ નિવર્તન પામતો નથી. તે દોષના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વપક્ષીએ આપેલો અતિવ્યાપ્તિ દોષ છે એમ ન કહેવું; કેમ કે સંમતસત્યનું લક્ષણ ગ્રંથકારશ્રીએ કર્યું તેમાં સમુદાયશક્તિરૂપ જે પદ છે તે શક્તિ સંકેત માત્રરૂપ નથી અર્થાત્ જનપદસત્યમાં ગ્રંથકારશ્રીએ કહેલું કે જનપદસંકેત માત્રથી પ્રયુક્ત અર્થબોધ કરાવનાર જે પદ છે તે જનપદસત્ય છે, તેથી જનપદસત્યના લક્ષણમાં સંકેત માત્ર હતું અર્થાત્ તે તે લોકો દ્વારા તે બોધ કરાવવા અર્થે સંકેત કરેલ તે રૂપ સંકેત માત્ર હતું. ધર્માસ્તિકાય આદિમાં અક્ષરોના સમુદાયમાં જે શક્તિ છે તે સંકેતમાત્રરૂપ નથી માટે જનપદસત્યનું લક્ષણ તેમાં અતિવ્યાપ્ત થતું નથી.
સમુદાયશક્તિ શું છે ? તે સ્પષ્ટ કરે છે – અનાદિ શાસ્ત્રીય અબાધિત સંકેત છે.
આનાથી એ ફલિત થાય કે જનપદસત્યમાં કેવલ સંકેત માત્ર હોય છે અને સંમતસત્યમાં અનાદિ શાસ્ત્રીય અબાધિત સંકેત હોય છે.
વળી જનપદસત્યમાં રહેલા સંકેત માત્ર કરતાં ધર્માસ્તિકાય આદિ પદોમાં રહેલ સંકેત અન્ય પ્રકારનો છે. તેની પુષ્ટિ કરવા અર્થે ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે –
સંકેત માત્ર કરતાં અનાદિ શાસ્ત્રીય અબાધિત સંકેતને ભિન્ન ન સ્વીકારવામાં આવે તો લક્ષણા આદિનો ઉચ્છેદ થાય. આશય એ છે કે જેમ પિચ્યાદિમાં તે તે દેશના લોકો જલનો સંકેત કરે છે તેમ “
Tયાં ઘS:' તે સ્થાનમાં પણ તે પ્રયોગ કરનાર પુરુષ કહે કે ગંગા શબ્દનો સંકેત ગંગાના તીરમાં છે. જેને તે પ્રકારના સંકેતનું જ્ઞાન