________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૨૪
ભાવાર્થ :
(૨) સંમતસત્યભાષા :
૧૧૩
ક્રમ પ્રાપ્ત સંમતસત્યનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે -
જેમ પંકજ શબ્દના વ્યુત્પત્તિઅર્થથી વિચારીએ તો કાદવમાં જે થાય તે સર્વ પંકજ કહેવાય. તે રીતે તો કાદવમાં કમળ પણ થાય છે અને સેવાળ આદિ પણ થાય છે તેથી પંકજ શબ્દથી કમળ સેવાળ આદિ સર્વની પ્રાપ્તિ થાય, છતાં રૂઢિઅર્થને આશ્રયીને પંકજ શબ્દ કમળમાં સંમત છે સેવાળ આદિમાં નહિ, તેથી જ્યાં જ્યાં પંકજ શબ્દ વપરાયો હોય ત્યાં ત્યાં પંકજનો અર્થ કમળ જ કરાય છે તે સંમતસત્યભાષા છે; કેમ કે તે રીતે શિષ્ટપુરુષોને સંમત છે તેથી તે વચન સંમતસત્ય છે.
આ કથનથી સંમતસત્યનું લક્ષણ શું પ્રાપ્ત થાય ? તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે –
‘પંક’ અને ‘જ’ એ પ્રકારનાં બે પદોના સમુદાયની શક્તિનું જેને પ્રતિસંધાન નથી તેવા જીવોને પંકજ શબ્દથી કમળનો બોધ થતો નથી તેથી તેવા જીવોને કમળરૂપ અર્થના અબોધકતાવાળા એવા પંકજ આદિ પદોથી ઘટિત જે ભાષા તે સંમતસત્ય છે.
તેથી એ પ્રાપ્ત થાય કે કાઈ વ્યક્તિને પંકજ શબ્દની વ્યુત્પત્તિના અર્થનો બોધ હોય છતાં પંકજ શબ્દથી કર્યો અર્થ રૂઢિથી વાચ્ય છે તેનું પ્રતિસંધાન ન હોય તો તે પુરુષને પંકજ શબ્દ તે અર્થનો બોધ કરાવી શકે નહિ. જે પુરુષને સમુદાયશક્તિનું પ્રતિસંધાન હોય તે વ્યક્તિને પંકજ શબ્દ કમળરૂપ અર્થનો બોધ કરાવી શકે તેવું વચન એ સંમતસત્ય છે.
આ પ્રકારનું લક્ષણ કરવાથી કોઈક શંકા કરે છે કે જનપદસત્યમાં પણ આ લક્ષણ અતિવ્યાપ્ત થશે; કેમ કે તે તે દેશમાં રૂઢ એવા તે તે શબ્દોમાં કયા અર્થની વાચક શક્તિ છે તેનું પ્રતિસંધાન જેને નથી તેવા પુરુષને તે તે દેશનાં પદો પણ બોધ કરાવતાં નથી. સંમતસત્યમાં પણ એવું જ લક્ષણ છે માટે સંમતસત્યનું લક્ષણ અતિવ્યાપ્તિદોષવાળું છે.
આ અતિપ્રસંગના દોષના નિવારણ માટે કોઈક કહે કે સંમતસત્યના લક્ષણમાં સમુદાયશક્તિનું ગ્રહણ છે, તેથી ‘પંક’ અને ‘જ’ એમ બે પદોના સમુદાયમાં તે શક્તિનું જેને પ્રતિસંધાન ન હોય તેવા પુરુષને બોધ ન કરાવી શકે તેવાં પદોથી ઘટિત સંમતસત્ય છે અને જનપદસત્યમાં બે પદોનો સમુદાય નથી પરંતુ પિચ્યાદિ એક પદનો જ અવયવ છે તેથી અવયવશક્તિવાળા જનપદસત્યમાં સંમતસત્યના લક્ષણનો અતિપ્રસંગ ન આવે તે માટે જ સંમતસત્યના લક્ષણમાં સમુદાયશક્તિનું ગ્રહણ છે, માટે સંમતસત્યના લક્ષણની જનપદસત્યમાં અતિવ્યાપ્તિ આવશે નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે
એમ ન કહેવું; કેમ કે પંકજમાં વ્યુત્પત્તિવાળા ‘પંક’ અને ‘જ’ બે શબ્દો હતા તેથી સમુદાયશક્તિનો અર્થ બે પદોનો સમુદાય ગ્રહણ કરીને પૂર્વમાં કહ્યું તેમ અતિપ્રસંગ દોષનું નિવારણ કરી શકાય તોપણ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આદિ શબ્દો વ્યુત્પત્તિ રહિત તે તે અર્થનો બોધ કરાવવા માટે રૂઢ છે અને તે શબ્દોને