________________
૧૦૯
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૨૩ સ્થાનમાં કોઈને પ્રશ્ન થાય કે પિચ્ચાદિ શબ્દ તો જલાદિ અર્થના વાચક તરીકે ક્યાંય પ્રતીત નથી તેથી આ શાસ્ત્રવચનનો આ અર્થ કઈ રીતે થઈ શકે ? તે સ્થાનમાં જનપદના સંકેતના જ્ઞાનમાત્રથી જ તે અર્થનો નિર્ણય થાય છે અને તે અર્થને તીર્થકરો-ગણધરો આદિ જનપદસત્ય તરીકે સ્વીકારે છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જેમ એકાંતથી ઘડો છે અર્થાત્ ઘટ વ મસ્તિ' એ વચન અસત્યરૂપ છે પરંતુ ‘ચાત્ ઘટ વ તિ' એમ કહેવાથી એ અર્થ પ્રાપ્ત થાય કે સ્વરૂપથી ઘટ છે પરરૂપથી નથી, તેથી તે વચન સત્ય છે, તેમ જનપદમાં પણ જલાદિ અર્થે પિચ્ચાદિ શબ્દ વપરાતા હોય અને તે એકાંતવાદના ભ્રમથી પ્રયોગ કરાયેલ હોય તો તે વચનો સત્ય વચન નથી, પરંતુ અનેકાન્તવાદની દૃષ્ટિથી સ્યાત્ અને એવકાર અધ્યાહારથી કે સંસર્ગથી જ્યાં વપરાયેલો હોય તે સ્થાનમાં પિચ્ચાદિ શબ્દનો અર્થ જલાદિ ગ્રહણ કરવામાં આવે તો તે ભાષા જનપદસત્ય કહેવાય અને અનેકાન્તવાદને સ્થાપન કરનાર શાસ્ત્રમાં પણ તેવા કોઈ શબ્દનો પ્રયોગ થયેલો હોય તો તે પદથી જે અર્થ ગ્રહણ કરવામાં આવે છે તે જનપદસત્ય બને.
અહીં કોઈકને શંકા થાય કે જનપદસત્યભાષા એ અપભ્રંશ ભાષારૂપ છે જેમ પાણીને બદલે અપભ્રંશથી પિચ્ચાદિનો પ્રયોગ થાય છે તોપણ તે શબ્દમાં તે બોધ કરાવાની શક્તિ નથી; કેમ કે ઈશ્વરની ઇચ્છાને આધીન તે તે પદોમાં તે તે સંકેત કરાયા છે તેથી જે શાસ્ત્ર પ્રસિદ્ધ શબ્દો છે તે સર્વમાં તે તે અર્થબોધ કરાવાની શક્તિ છે તેવી શક્તિ અપભ્રંશ ભાષામાં નથી માટે તે શબ્દથી તે અર્થનો બોધ થઈ શકે નહિ, છતાં લોકમાં વપરાતા સંકેતના બળથી કોઈકને તેવા અપભ્રંશ શબ્દોથી વિવક્ષિત અર્થનો બોધ થાય છે ત્યારે તે પદમાં તે અર્થનો બોધ કરાવાની શક્તિ નહિ હોવા છતાં તે પદમાં તે અર્થનો બોધ કરાવાની શક્તિ છે એવો ભ્રમ થાય છે તેથી તે શબ્દથી તે અર્થનો બોધ થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – એ પ્રકારની શંકા કરવી નહિ. કેમ આ પ્રકારની શંકા કરવી નહિ ? તેમાં હેતુ કહે છે –
જે પ્રકારે તૈયાયિકો માને છે કે દરેક પદોમાં તે તે બોધ કરાવાની ઈશ્વરની ઇચ્છારૂપ શક્તિ છે તે વચનાનુસાર તે તે પદમાં તે તે બોધ કરાવવાની ઇચ્છાવાળા ઈશ્વર જગતમાં છે તેવા ઈશ્વરની સ્થાપક કોઈ યુક્તિ વિદ્યમાન નથી. કેવલ સ્વકલ્પનાનુસાર તેવા ઈશ્વરનો સ્વીકાર નૈયાયિકો કરે છે. જ્યાં સુધી તેવા ઈશ્વરની સિદ્ધિ ન થાય ત્યાંસુધી શાસ્ત્રમાં પ્રસિદ્ધ કે લોકમાં અનાદિથી પ્રસિદ્ધ એવા શબ્દમાં તે તે પ્રકારનો બોધ કરાવવાની ઈશ્વરની ઇચ્છારૂપ શક્તિ છે એમ સિદ્ધ થઈ શકે નહિ, માટે સર્વશબ્દોમાં સંકેતના જ્ઞાનથી જ શાબ્દબોધ થાય છે તેમ માનવું જોઈએ અર્થાત્ જે પદમાં જે અર્થના સંકેતનું જ્ઞાન જેને થાય તે પદ દ્વારા તેને સંકેતની ઉપસ્થિતિ થાય છે અને તેના કારણે જ શાબ્દબોધ થાય છે તેમ માનવું ઉચિત છે, તેથી જનપદ-સત્યભાષામાં પણ જેને જનપદના બળથી સંકેતનું જ્ઞાન થાય છે તેને તે સંકતજ્ઞાન દ્વારા યથાર્થ બોધ થઈ શકે છે, માટે ઈશ્વરની ઇચ્છાને આધીન શક્તિથી શબ્દો દ્વારા બોધ થાય છે તેમ માનવું ઉચિત નથી. પરંતુ અનુભવ અનુસાર જે પદોમાં જે પ્રકારના સંકેતનું જ્ઞાન જેને હોય તે પદથી તેઓને તે અર્થના બોધ થઈ શકે છે માટે જનપદના બળથી થયેલા સંકેતના જ્ઞાનથી પિથ્યાદિ શબ્દોથી યથાર્થ શાબ્દબોધ થઈ શકે છે.