________________
૧૦૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૨૩ તેને ગ્રંથકારશ્રી કહે છે – આ પ્રમાણે તે કહેવું અપભ્રંશ ભાષામાં ભ્રમથી બોધ થાય છે એમ ન કહેવું; કેમ કે ઈશ્વરની અસિદ્ધિ થયે છતેeતે તે પદમાં તે તે અર્થનો બોધ કરાવાની ઈચ્છારૂપે ઈશ્વરની અસિદ્ધિ થયે છતે, તે તે પદથી બોદ્ધવ્યત્વ પ્રકારિત્નાવચ્છિન્ન ઈશ્વરની ઈચ્છારૂપ શક્તિની પણ અસિદ્ધિ હોવાને કારણે સંકેતજ્ઞાનપણાથી જ સંકેતજ્ઞાનનું શાબ્દબોધનું હેતુપણું છે. અને સંસ્કૃતસંકેતનું જ સત્યપણું છે અપભ્રંશસંકેતનું સત્યપણું નથી એ પ્રકારના અર્થનું વિનિગમ કરવા માટે અશક્યપણું હોવાથી શક્તિના ભ્રમથી જ અપભ્રંશમાં બોધ થાય છે એ કથન યુક્ત નથી એમ અવય છે. આ પ્રકારે અન્યત્ર=અન્ય ગ્રંથમાં, વિસ્તાર છે=આ વસ્તુના વિષયમાં વિસ્તૃત ચર્ચા છે.
અને આજનપદસત્યભાષા, તે તે દેશમાં જ સત્ય છે પરંતુ શક્ત એવા શબ્દાત્તર મધ્યપતિત પણ જનપદસત્યભાષા શાસ્ત્રમાં પણ સત્ય નથી એમ ન કહેવું; કેમ કે અવિપ્રતિપત્તિથી વિવાદ વગર, અદુષ્ટ વિવક્ષાનું હતુપણું હોવાથી=પદાર્થના વાસ્તવિક સ્વરૂપની વિવક્ષાનું હેતુપણું હોવાથી, અન્યત્ર પણતે તે દેશથી અન્યત્ર એવા શાસ્ત્રમાં પણ, તેનું જતપદસત્યભાષાનું સત્યપણું છે. અત્યથાર અપભ્રંશ ભાષાને શાસ્ત્રસંમત સત્યભાષા ન સ્વીકારવામાં આવે તો, દેશીયશબ્દથી શાસ્ત્રમાં પ્રયોગ કરાયેલા દેશીયશબ્દોથી, ક્યાંય પણ=શાસ્ત્રના કોઈપણ સ્થાનમાં, અવયની અનુપપત્તિનો પ્રસંગ છે. ૨૩ ભાવાર્થ -
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સત્યભાષાનું લક્ષણ કર્યું કે અવધારણએકભાવથી તે વસ્તુમાં તે વચન સત્ય છે. આ સત્યવચન પણ પારિભાષિક આરાધકપણા વડે કરીને સત્ય છે પરંતુ માત્ર આરાધકપણા વડે કરીને સત્ય નથી, તેથી એવું જે વચન બોલે તે વચનને પારિભાષિક આરાધક કહી શકાય પરંતુ તે વચન બોલનારા . નિયમા આરાધક છે તેમ કહી શકાય નહિ; કેમ કે જિનવચનાનુસાર તેવું વચન બોલનારા તે વચનથી સ્યાદ્વાદની મર્યાદા અનુસાર પદાર્થનું કથન કરે છે તે અપેક્ષાએ તે સત્ય હોવા છતાં બોલનારના આશયની શુદ્ધિ ન હોય તો બોલનારમાં આરાધકપણું નથી, તેથી તે વચનમાં પણ આરાધકપણું નથી, છતાં શાસ્ત્રપરિભાષા અનુસાર તે વચન હોવાથી તે વચનમાં પારિભાષિક આરાધકત્વ છે. (૧) જનપદસત્યભાષા :
પારિભાષિક આરાધક સત્ય દશ પ્રકારનું છે તેમાંથી જનપદના સંકેતથી લોકને જે અર્થનો બોધ કરાવે તેવા શબ્દો હોય તેને તીર્થકર, ગણધરોએ જનપદસત્યભાષા કહેલી છે, તેથી જનપદસત્યભાષાનું લક્ષણ એ પ્રાપ્ત થાય કે જનપદના સંકેત માત્રથી પ્રયુક્ત એવા અર્થનો બોધ કરાવવાપણું જે ભાષામાં હોય તે ભાષા જનપદસત્યભાષા છે. જેમ કોંકણ દેશમાં જલના અર્થમાં પિચ્ચાદિ પદનો પ્રયોગ થાય છે તેથી અનાદિસિદ્ધ સંકેત અનુસાર તે પદમાંથી કોઈ બોધ થાય નહિ પરંતુ કોંકણ દેશના સંકેતના બળથી જ તે પદનો અર્થ જલ છે તે પ્રકારે પ્રાપ્ત થાય, તેથી શાસ્ત્રમાં એવી જનપદસત્યભાષા કોઈક ઠેકાણે વપરાયેલી હોય તો તે પિચ્ચાદિ શબ્દ જલ અર્થનો વાચક છે તેવો નિર્ણય કરીને તે શાસ્ત્રવચનનો અર્થ કરવામાં આવે છે. તે