________________
બન્ધના સાદિ-સાન્તવગેરે ભાંગા
૧૭૩
अध्रुवबन्धिनीनां त्वध्रुवबन्धित्वादेव सादिसान्तलक्षण एक एव भङ्गो लभ्यते । अधिकमस्मत्कृतकर्मप्रकृतिवृत्त्यादेरवसे यम् ।।१२।। બંધની શરૂઆત કરે, અને પુનઃ શ્રણિ માંડી એ સ્થાને પહોંચી બંધવિચ્છેદ કરે એટલે સાદિ સાત ભાગો મળે. નિદ્રા-પ્રચલા, તેજસ, કાર્મણ, વર્ણાદિ ૪, અગુરુલઘુ ઉપઘાત, નિર્માણ, ભય, જુગુપ્સા-આ ૧૩ પ્રકૃતિઓને અનાદિકાળથી બંધ કરીને જ્યારે અપૂર્વ કરણ ગુણઠાણે યોગ્ય સ્થાને બંધ અટકે છે ત્યારે એની અપેક્ષાએ અનાદિસાન્ત. ઉપશમશ્રેણિવાળે જીવ એ સ્થાનેથી નીચે આવી પુનઃ બંધને પ્રારંભ કરી પુનઃ એ સ્થાન પ્રાપ્ત કરી બંધવિચ્છેદ કરે છે. એટલે એની અપેક્ષાએ સાદિસાન્ત ભાંગે મળે. ૪ પ્રત્યાખ્યાનાવરણ કષાયને બંધ અનાદિકાળથી ચાલુ હોય તે ૫ મા ગુણઠાણું સુધી ચાલે, પછી બંધવિચ્છેદ. માટે એ અનાદિસાંત ભાંગો. છ વગેરે ગુણઠાણે એને બંધ ન હોય અને પછી નીચે આવી બંધને પ્રારંભ કરી પાછો છઠે વગેરે ગુણઠાણે જઈ બધવિચ્છેદ કરે ત્યારે સાદિસાત ભાંગો. એમ ૪ અપ્રત્યાખ્યાનાવરણ કષાયોનો અવિરતસમ્યફદષ્ટિ ગુણઠાણા સુધી અનાદિ બંધ કરી દેશવિરતિગુણઠાણે બંધવિચ્છેદ થાય માટે અનાદિ સાંત ભાંગે. ત્યાંથી પડીને બંધને પ્રારંભ કરી પુનઃ ઉપર જઈ બંધ વિચ્છેદ કરે એ સાદિસાત ભાંગો. મિથ્યાત્વ, થીણદ્વિત્રિક અને અનંતાનુબંધી ૪ આ ૮ પ્રકૃતિને મિથ્યાત્વી અનાદિબંધક સમ્યક્ત્વ પામે ત્યારે બંધવિચછેદ થવાથી અનાદિસાંત ભાંગો. પુનઃ મિથ્યાત્વે જઈ બાંધવાની શરૂઆત કરી ઉપર આવી બંધવિચ્છેદ કરે એ સાદિયાન્ત ભાંગે.
આમ ધ્રુબંધી પ્રવૃતિઓમાં ૩ ભાંગા મળે છે. સાદિ અનંત ભાંગો તો વિરુદ્ધ જ હોવાથી એની શંકા પણ ન કરવી. અધ્રુવબંધી પ્રકૃતિએનો તે તેઓ હમેશા બંધાતી જ ન હોવાથી સાદિયાન્ત નામનો એક જ ભાંગો જાણવો. આ બાબતની વધુ વિચારણા અમારી બનાવેલી કર્મપ્રકૃતિવૃત્તિ વગેરે ગ્રન્થમાંથી જાણી લેવી. ૧૨
નોંધ:-ભારતીય પ્રાગ્ય તસવપ્રકાશન સમિતિ અને યશાભારતી જેનપ્રકાશન સમિતિ તરફથી મુદ્રિત થએલા પુસકમાં આ અધિકાર પછી પ્રણિધાનવાને તુ મૈત્ય... ઈત્યાદિ અધિકાર છે અને એ અધિકાર આ બધુaધપાઉં...” ઈત્યાદિ મૂળના ૧૨ મા લેકની વૃત્તિ તરીકે જ આપવામાં આવ્યો છે. પણ ઘણી રીતે અર્થ બેસાડવાનો પ્રયાસ કરવા છતાં યોગ્ય અર્થ બેસતું નથી. તેમજ હમણાં છેલ્લે ધ્રુબંધી પ્રક્રિયાને જે અધિકાર આવી ગયું છે તેની સાથે એને સંબંધ પણ કઈ જોડી શકાતો નથી.
તેથી મને (આ ભાવનુવાદના કર્તાને) એવું લાગે છે કે તે મુદ્રિત પુસ્તકોમાં પ્રળિધાનાધાને... વગેરે વૃત્તિમૈન્યના અધિકારમાં જ “a grફં...” ઈત્યાદિ જે ક ઉ શ્લોક તરીકે છાપવામાં આવ્યો છે તે વાસ્તવિક રીતે ઉદ્ધત લાગતો નથી, પણ ગ્રન્થકારશ્રી ઉપાધ્યાયજી મહારાજાએ પોતે રચેલો અને આ મૂળરાથના જ એક ભાગરૂ૫ ૧૩ મે કલેક છે. વળી એ પછીના વૃત્તિપ્રન્થને જતાં તેમજ પ્રાતે “તવમત્તે...” ઇત્યાદિ જે ઉપસંહાર પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ કર્યો છે તે જોતાં મને આ બાબતમાં કોઈ શંકા પણ રહેતી નથી. એટલે કે “દવસો ..” ઈત્યાદિ શ્લોક આ કપદાન્તવિશદીકરણ ગ્રન્થને જ ૧૩ મે મૂળ લેક છે એવું મને નિઃશંકપણે લાગે છે અને તેથી હવે પછીના ગ્રન્થાધિકારને એ પ્રમાણે મેં ભાવાનુવાદ કર્યો છે.