________________
૧૭.
કૂપદષ્ટાંતવિશદીકરણ શ્લોક-૧૨
ज्ञानावरणीयादिप्रकृतिविशेषे हेतुत्वम् , भक्तिरागोपनीयमानप्रकृतिविशेषेषु बहुभागपाताच्च तत्राऽल्पतरभागोपनिपातेनाल्पत्वमिति चेत् ? तत्राह-तत्त्वे-द्रव्य(स्तव)स्थलीयहिंसायाः ध्रुवबन्धिपापप्रकृतिविशेषहेतुत्वे इतरेतराश्रयता अन्योन्याश्रयदोषः । द्रव्यस्तवीयद्रव्यहिंसाया भावहिंसात्वसिद्धौ उक्त हेतुत्वसिद्धिः, तत्सिद्धौ च भावहिंसात्वमिति । द्रव्यहिंसा त्वाऽऽसयोगिकेवलिनमवर्जनीया । एवंविघे चार्थसमाजसिद्धे चार्थे नियतोक्तहेतुत्वाश्रयणे पौषधादावतिप्रसङ्गस्तदाप्यल्पज्ञानावरणीयादिबन्धानुपरमादिति दिक् । अनुपरमप्रसार ' ' . શેકા : અસાતપ્રકૃતિવાવચ્છિન્ન જે કઈ અશાતા વેદની પ્રકૃતિ હોય તેનું હિંસા એ કારણ છે એવું જેમ શાસ્ત્રમાં કહ્યું છે તેમ પાપપ્રકૃતિવાવચ્છિન્ન જે કઈ પાપપ્રકૃતિ હોય (અર્થાત્ સઘળી પાપપ્રકૃતિઓ) તે બધી પ્રત્યે હિંસા પણ કારણ હોવાનું શાસ્ત્રમાં કહ્યું છે. વળી “જે પ્રકારની કોઈ પણ સામાન્ય બાબત પ્રત્યે જે પ્રકારની કઈ પણ સામાન્ય ચીજ હેતુ હોય, તે પ્રકારની કઈ વિશેષ બાબત પ્રત્યે તે પ્રકારની કેઈ વિશેષચીજ હેતુ હોય છે આવો ન્યાય છે. (જેમકે સામાન્યથી ઘડા પ્રત્યે સામાન્યથી માટી એ હેતુ છે તે લાલ ઘડા પ્રત્યે લાલ માટી એ હેતુ છે.) આ ન્યાય મુજબ વિચારીએ તે જણાય છે કે જે સામાન્યથી પાપ પ્રત્યે સામાન્યથી હિંસા હેતુ છે તે જ્ઞાનાવરણીય વગેરે પ્રકૃતિરૂ૫ પાપવિશેષ પ્રત્યે દ્રવ્યસ્તવીય હિંસા રૂપ હિસાવિશેષ એ હેતુ બનશે. તેમ છતાં, ભક્તિરાગના પ્રભાવે જે વિશેષ પ્રકૃતિઓ બંધાતી હોય છે તે અંગે જ જિનપૂજા અંગેના યોગાદિને બહુભાગ કાર્યરત બનતો હોવાથી જ્ઞાનાવરણીયાદિ વિશેષ પ્રકૃતિઓને રસને અ૫તર ભાગ જ મળે છે અને તેથી પાપબંધ અ૮૫ જ થાય છે. [તે હિંસાને ધવબંધીપ્રકૃતિવિશેષનો હેતુ માનવામાં અન્યોન્યાશ્રય ]
સમાધાન–આવી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકાર ચતુર્થ પાદમાં કહે છે કે “ દ્રવ્યસ્તવયહિંસાને ધ્રુવબંધી તે તે વિશેષ પ્રકૃતિનો હેતુ માનવામાં અન્યાશ્રયદોષ આવે છે.” કહેવાનો આશય એ છે કે જ્ઞાનાવરણીયકર્મ વગેરેનો હેતુ તો ભાવહિંસા જ બને છે, માત્ર દ્રવ્યહિંસા નહિ જ, કેમકે દ્રવ્યહિંસા તો સયોગી કેવલી સુધીના જીવને અવર્જનીય હોય છે. એટલે કે ઉપશાંત મેહ, ક્ષીણમેહ અને સગીકેવળી જીવોને દ્રવ્યહિંસા હાજર હોય છે, તેમ છતાં જ્ઞાનાવરણાદિ કર્મોને બંધ હેતે નથી. એ જણાવે છે કે જ્ઞાનાવરણાદિ કર્મો પ્રત્યે દ્રવ્યહિંસા હેતુ નથી પણ ભાવહિંસા હેતુ છે. તેથી દ્રવ્યસ્તવીય હિંસાને જ્ઞાનાવરણાદિ કર્મોનો હેતુ તો જ માની શકાય છે એ “ભાવહિંસા” તરીકે સિદ્ધ થઈ હોય. વળી એ હિંસા “ભાવહિંસા છે એવું સિદ્ધ કરી આપનાર અન્ય તે કઈ પ્રમાણ નથી. તેથી, જે એ જ્ઞાનાવરણાદિ કર્મોનો હેતુ તરીકે સિદ્ધ થાય તે જ ભાવહિંસા તરીકે સિદ્ધ થઈ શકે છે. આમ અ ન્યાશ્રયદોષ સ્પષ્ટ છે. આ પ્રમાણે જે ધ્રુવબંધ થયા કરે છે તેવા, ઉપર–ઉપરના ગુણઠાણા પ્રાપ્ત થયા ન હોવાના કારણે સાહજિક રીતે ઉપસ્થિત રહેતી કારણસામગ્રીના