________________
બને અર્થઘટનના નિષ્કર્ષ નિર્ણય હોય ત્યારે “બધી જિનપૂજા રૂપ સંપૂર્ણ પક્ષમાં નિર્દોષતારૂપ સાધ્ય રહ્યું હોય છે” એવી અનુમિતિ થઈ શકતી ન હોવા છતાં, “સમગ્ર જિનપૂજારૂપ પક્ષના વિધિશુદ્ધ જિનપૂજારૂપ બીજા એક ભાગમાં નિર્દોષતારૂપ સાધ્ય રહ્યું હોય છે ” એવી અનુમિતિ તે થઈ જ શકે છે. અમે કૃપખનન દષ્ટાન્તનું અમારા અભિપ્રાય મુજબ જિનપૂજામાં સંપૂર્ણ નિર્દોષ સ્વ-પર ઉપકારક હેવારૂપે જે અર્થઘટન કરીએ છીએ તે, પક્ષના તે બીજા એક ભાગરૂપે વિધિશુદ્ધ પૂજા અંગે જ કરીએ છીએ. તેથી એને શ્રીઅભયદેવસૂરિમહારાજે કૃપખનનદષ્ટાન્તના કરેલા અર્થઘટનથી કે “તાજામાગુતિ” ઈત્યાદિ વ્યાખ્યાધિકારથી પ્રતિબંધ થતું નથી.
નિષ્કર્ષ :- (૧) ભક્તિભાવથી કરાતી જિનપૂજામાં પણ બે ભાગ પડી જાય છે. () વિધિશુદ્ધ અને (૨) વિધિવિકલ. (૨) કૂપખનન દષ્ટાન્તનું બે રીતે અર્થઘટન છે– (૫) નિર્મળ જળની પ્રાપ્તિ થવાથી કૃ ખોદવામાં સ્વપરને ઉપકાર થાય છે તેમ શ્રીજિનપૂજા વગેરેથી કરણ દ્વારા સ્વને અને અનુમોદન દ્વારા પરને એમ સ્વ–પર બન્નેને ઉપકાર થાય છે. જો કે કૂવો ખેદતી વખતે પહેલાં શુદ્ધ જળ ન હોવાથી તૃષા, કાદવથી ખરડાવું વગેરે અલપ દોષ ઊભું થાય છે, પણ શ્રીજિનપૂજામાં તો પહેલેથી જ ઉછળતો ભક્તિભાવ-જયણાનું પાલન વગેરે વિધિપરિપૂર્ણતારૂપ નિર્મળજળ હાજર હોવાથી તૃષાકાદવથી ખરાડવું વગેરે તુલ્ય જે અ૫ પાપબંધ રૂપ દોષ છે તે સમૂળગે લાગતે જ નથી. માટે વિધિશુદ્ધ જિનપૂજા-સ્નાનાદિ કૂપખનનની જેમ સ્વપર ઉપકારક હોય છે. તેમજ એ સંપૂર્ણ નિર્દોષ હોય છે. () જ્યાં વિધિના પરિપૂર્ણપાલનરૂપ નિર્મળ જળ હાજર હેતું નથી ત્યાં (એટલે કે વિધિવિકલ જિનપૂજામાં) દષ્ટાન્તનું અર્થઘટન આ રીતે– કૂ ખોદતી વખતે લાગેલા શ્રમ, કર્દમપલેપ વગેરે દોષોને, પ્રાપ્ત થએલું નિર્મળજળ દૂર કરે છે તેમજ સવ-પરની તૃષાશનાદિરૂપ ઉપકાર કરે છે તેમ વિધિવિકલ જિનપૂજામાં થોડું પાપ લાગે છે, પણ એને પ્રકટ થએલા શુભ અધ્યવસાયે દૂર કરી દે છે, અને વિપુલનિર્જરા તેમજ પુણ્યબંધ રૂપ ઉપકાર સ્વ-પરજીવોને કરે છે. (૩) વિધિશુદ્ધતા કે વિધિવિકલતાને વિભાગ કર્યા વગર સામાન્યથી જ જિનપૂજા વગેરે માટે કૂપદષ્ટાન્તનું અર્થઘટન કરવું હોય તે આ બેમાંથી એ કે ય રીતે કરી શકાતું નથી. માટે તેવા બે વિભાગ કરી એક એક વિભાગ માટે એક એક અર્થઘટન કરવું યોગ્ય લાગે છે. (૪) ગ્રન્થકાર શ્રીયશવિજય મહારાજ (ક) પ્રકારનું જે અર્થઘટન કરે છે તે વિધિશુદ્ધ જિનપૂજા વગેરે અંગે છે. (૫) નવાંગીટીકાકાર શ્રીઅભયદેવસૂરિ મહારાજે જે (૨) પ્રકારનું અર્થઘટન કર્યું છે તે વિધિવિકલજિનપૂજા વગેરે અંગે છે. (૬) તેઓશ્રીએ પણ “Hોપમપિ' માં રહેલા “જિ” શબ્દથી જિનપૂજા વગેરે અનુષ્ઠાને સંપૂર્ણ નિર્દોષ હવા પણ સંભવે છે એનું સૂચન કર્યું જ છે. (૭) “ર ચતરામાનુપાત્તિ.” ઈત્યાદિ કહીને તેઓશ્રીમદે (બ) પ્રકાર જેવા લાગતા અર્થઘટનનું જે નિરાકરણ કર્યું છે તે, વિધિ શુદ્ધ કે વિધિવિકલ એવો ભેદ પાડયા વિના જ દરેક જિનપૂજા અંગે એવું અર્થઘટન કરવાને જે પ્રયાસ કરાયો છે તેના નિરાકરણ રૂપ છે, પણ વિધિશુદ્ધ જિનપૂજા