________________
૧૫૪
પદષ્ટાન્તવિશદીકરણ શ્લોક-૫
ઉત્તર – તેઓ શ્રીમદ વિના મત તરીકે જે અભિપ્રાય જણાવ્યું છે તે અભિપ્રાયવાળા આચાર્યોને મત એવો છે કે “ભગવદ્દભક્તિ વગેરેરૂપ શુભ અધ્યવસાય; પૂજા માટે સ્નાનાદિ કરવામાં આવતા હોય ત્યારે પણ હાજર હોય છે, જે નિર્મળ જળરૂપ છે. તેથી એ વખતે કાદવથી ખરડાવું વગેરે રૂપ પાપબંધ થતો જ નથી. માટે એમાં અલ્પષની પણ સંભાવના નથી. તેથી કૂપદષ્ટાન્ત એવી રીતે ઘટાવવું જોઈએ કે “જેમ કૃપખનન એ સ્વપર ઉપકારજનક છે તેમ જિનપૂજા એ કરણ–અનુમોદન દ્વારા સ્વ–પરઉપકારજનક છે.” તેઓના આ મતમાં સ્પષ્ટ જણાય છે કે “તેઓ શુભ અધ્યવસાય હોવા માત્રથી જિનપૂજાને સંપૂર્ણ દોષ વગરની માનીને કૃપાદૃષ્ટાન્તને આ રીતે ઘટાડે છે, પછી ભલેને એમાં વિધિની પરિપૂર્ણતા હોય કે અધૂરાશ..” આમ તેઓ વિધિની પરિપૂર્ણતાવાળા કે અધૂરાશવાળા પૂજા-સ્નાનાદિ અનુષ્ઠાન માત્રને કૂવાના સ્વાભિપ્રેત અર્થઘટન દ્વારા સંપૂર્ણ નિર્દોષ સિદ્ધ કરવા મથે છે. એટલે કે હરકોઈ સ્નાન કે હર કઈ પૂજા માટે સ્નાનત્વાવUદેન, પૂજાત્યાવચ્છેદન નિર્દોષતાની અનુમિતિ રૂપ સામાન્ય અનુમિતિ તેઓ કરે છે. અર્થાત્ “ શ્રીજિનેશ્વરદેવની ભક્તિના ઈરાદે જે કંઈ સ્નાનજિનપૂજા વગેરે (વિધિયુક્ત કે વિધિવિલ) થતા હોય તે બધા સ્વ-પર ઉપકારક હોઈ કૃપખનનની જેમ સર્વથા નિર્દોષ છે” આવી તેઓ અનુમિતિ કરવા માંગે છે. પણ આ અનુમિતિ યોગ્ય નથી, કેમકે વિધિવિકલ જે પૂજા વગેરે હોય છે તે શુભભાવયુક્ત હોવા છતાં અહ૫દોષવાળી તો હોય જ છે એવું આગમમાં (અ૯૫ પાપબંધની કારણુતા જણાવવા દ્વારા) બતાવ્યું છે. તેથી તેઓની એ સામાન્ય અનુમિતિમાં “ર ચત્તામકુત્તિ ઈત્યાદિ દ્વારા શ્રી અભયદેવસૂરિ મહારાજે આંશિક બાધ દેખાડો છે, એટલે કે “સંપૂર્ણ નિર્દોષતાની એ અનુમિતિ જિનપૂજારૂપ પક્ષના એક દેશભૂત જે વિધિવિકલ જિનપૂજા તેમાં આગમબાધિત છે” એવું તેઓ શ્રીમદે દેખાડયું છે, તે પણ એટલા માટે કે વિધિન્ય પૂજામાં તો કાદવથી ખરડાવા વગેરેને તુલ્ય એ અ૯૫ પાપબંધરૂપ દોષ હોય જ છે. વળી આ રીતે પક્ષના એક અંશમાં પણ બાધ (=સાધ્યાભાવ) હોવાને જે નિર્ણય હોય તે સંપૂર્ણ પક્ષમાં કરાતી સાધ્યઅનુમિતિને પ્રતિબંધ થઈ જ જાય છે. “પક્ષના અમુકભાગમાં સાધ્ય નથી” એ જે નિર્ણય હોય તો “સંપૂર્ણ પક્ષમાં સાધ્ય રહ્યું છે એવી અનુમિતિ ન જ થઈ શકે એ સ્પષ્ટ છે.
પ્રશ્ન:- “જિનપૂજારૂપ સમગ્ર પક્ષમાં સંપૂર્ણ નિર્દોષત્વની અનુમિતિનો શ્રીઅભયદેવસૂરિ મહારાજે આ રીતે પ્રતિબંધ દેખાડયો છે” એવું જો તમે પણ માને છે તે હવે તમે શા માટે પાછા સંપૂર્ણ નિર્દોષત્વની સિદ્ધિ કરવા પ્રયાસ કરે છે?
[ વિધિશુદ્ધ જિનપૂજા રૂપ એક અંશમાં નિર્દોષતા અબાધિત ]
ઉત્તર- આંશિકખાધના નિર્ણયથી પક્ષતાવચ્છેદકાવન અનુમિતિનો બાધ થત હોવા છતાં પક્ષતાસામાનાધિકરણ્યન અનુમિતિને બાધ તો થતું નથી જ એ વાત પ્રાજ્ઞપુરુષોએ વિચારવા યોગ્ય છે. કહેવાનો આશય એ છે કે “સમગ્ર જિનપૂજારૂપ પક્ષના વિધિવિકલ જિનપૂજારૂપ અમુક ભાગમાં નિર્દોષવરૂપ સાધ્ય રહ્યું નથી” આવો