________________
અશુદ્ધ દાન અંગે વિચારણા
ઉ૪૮ प्रसङ्गादिति व्याख्यानेऽपि विधिवैकल्यवत्येव जिनपूजा ग्राह्येति द्रष्टव्यम् , अशुद्धदानादिदृष्टान्तैः क्रियमाणाया जिनपूजाया विधिशुद्धाया ग्रहणानौचित्यात् । “काऊण जिणाययणेहिं मण्डिय सयल - मेइणीवट्ट दाणाइचउक्केण वि सुट्ठ वि गच्छिज्ज अच्चुअं न परओ' त्ति महानिसीथे सामान्यतो जिनपूजाया दानादिचतुष्कतुल्यफलकत्वोपदेशेन विशेषे विशेषस्थैव औपम्यौचित्यात् ।
किञ्च-“संविग्गभावियाण लुद्धयदिळंतभावियाणं च मुत्तण खित्तकालं भाव च कहति सुटुंछ''
[बृहत्कल्पभाष्ये गा. १६०७ इत्येतत्पर्यालोचनया लुब्धकदृष्टान्तभावितानामागमार्थाव्युत्पन्नानामेव अशुद्धदानसम्भवस्तादृशानामेव च जिनपूजासम्भवोऽपि विधिवैकल्यवानेव सम्भवतीति ।
यत्त-गुणवते पात्राय(या)प्रासुकादिद्रव्यदाने चारित्रकायोपष्टम्भान्निर्जरा, व्यवहारतो જે અલ્પ આયુષ્ય કહ્યું છે તે અને એ પછીના ત્રીજા સૂત્રમાં એના કાર્ય તરીકે જે અશુભ દીધું આયુષ્ય કહ્યું છે તે એ બંને પરસ્પર અસંગત બની જાય. સામાન્ય હિંસારૂપ એકસરખા કારણથી અલ્પઆયુષ્ય અને દીર્ઘ અશુભ આયુષ્યરૂપ બે વિષમ કાર્યો થવા સંગત નથી. વળી, આ સૂત્રમાં જે અશુદ્ધદાનની વાત છે, તેના અંગે તે આગળ કહેવાના છે કે
એ અશુદ્ધદાન અ૯પતર પા૫ અને બહુતર નિર્જરાને હેતુ છે. માટે એ અશુદ્ધદાનના કાર્ય તરીકે અહીં સુલક ભવ રૂપ અ૮૫આયુષ્યને ઉલેખ તે નથી જ, કારણ કે જે અનુષ્ઠાન સ્વ૯૫પાપ અને પ્રચુરનિર્જરાનું કારણ હોય તે અનુષ્ઠાન ભુલકભવના આયુષ્યનું કારણ હોય એવી સંભાવના કરી શકાતી નથી, નહિતર તે જિનપૂજ વગેરે અનુષ્ઠાનને પણ ક્ષુલ્લકભવના આયુષ્યનું કારણ માની લેવાની આપત્તિ આવે.
ઉક્તસૂત્રની આવી જે બીજી રીતે વ્યાખ્યા કરવામાં આવી છે અને તેમાં જે જિનપૂજા વગેરે અનુષ્ઠાનથી અપાયુબંધનો ઉલ્લેખ છે તે પણ વિધિની અધૂરાશવાળી જિનપૂજાને લગતો જ છે. આ બાબતનું સૂચન પણ, ઉપર જે સિદ્ધ કરી ગયા કે “વિધિશુદ્ધ પૂજામાં અલપ પણ દોષ લાગતો નથી” તેનાથી થઈ જાય છે. આ વાત યોગ્ય પણ છે જ, કેમકે અશુદ્ધદાનાદિની સાથે ઉલ્લેખ પામેલી જિનપૂજા તરીકે વિધિશુદ્ધ જિનપૂજા લેવી એ અનુચિત છે.
પ્રશ્ન :-અહી વિધિશુદ્ધ કે અવિધિયુક્ત એવા વિશેની અપેક્ષા વગર સામાન્યથી બધી જ જિનપૂજાનું જ ગ્રહણ છે એવું માનવામાં શું વાંધો ?
ઉત્તર :-શ્રીમહાનિસીથ સૂત્રમાં કહ્યું છે કે
સંપૂર્ણ ભૂમંડલને શ્રી જિનાલયેથી મંડિત કરીને કે દાનાદિ ચાર કરીને પણ એ બધું સુંદર કર્યું હોય તો પણ (ગૃહસ્થ) અમ્રુત દેવલોક સુધી જાય, એની ઉપર નહિ.” આમાં સામાન્યથી જિનપૂજાને સામાન્યથી દાનાદિ જ સાથે સમાન ફળવાળી કહી છે તેનાથી જણાય છે કે સામાન્યની સાથે સામાન્યની અને વિશેષની સાથે વિશેષની ઉપમા હોવી એગ્ય છે. તેથી અલ્પાયુષ્ક સંબંધી સૂત્રની વ્યાખ્યામાં અશુદ્ધદાનાદિ સાથે જિનપૂજાની જે વાત છે તે પણ વિધિશૂન્ય જિનપૂજાની જ હોવી છે, વિધિશુદ્ધ જિનપૂજાની નહિ. માટે આ વ્યાખ્યામાં જિનપૂજાને જે સ્વ૯૫ પાપ-બહનિર્જરાના કારણ તરીકે કહી છે તેનાથી પણ “વિધિશુદ્ધ જિનપૂજામાં પણ સ્વલ્પદોષ તો રહ્યો જ છે” એવું સિદ્ધ કરી શકાતું નથી.