________________
૧૪૮
પદષ્ટાંતવિશદીકરણ પ્લેક-૪
अन्ये तु यो जीवो जिनसाधुगुणपक्षपातितया तत्पूजार्थ पृथिव्याद्यारम्भेण स्वभाण्डासत्योत्कर्षणादिना आधाकर्मादिकरणेन च प्राणातिपातादिषु वर्तते तस्य वधादिविरतिनिरवद्यदान निमित्तायुष्कापेक्षयेयमल्पायुष्कताऽवसेया, अविशेषणत्वेऽपि सूत्रस्य प्राणातिपातादिविशेषस्य अवश्यं वाच्यत्वात् , अन्यथेतस्तृतीयसूत्रे प्राणातिपातादितः अशुभदीर्घायुष्कतावचनानुपपत्तेः । न हि सामान्यहेतोः कार्यवैषम्यं युज्यते । अपि च अल्पतरपापबहुतरनिर्जराहेतुताया अशुद्धदाने अभिधास्यमानत्वाद् नैवेयं क्षुल्लकभवग्रहणरूपा अल्पायुष्कता । न हि स्वल्पपापबहुनिर्जरानिबन्धनस्यानुष्ठानस्य क्षुल्लकभवग्रहणनिमित्तता सम्भाव्यते, जिनपूजाद्यनुष्ठानस्याऽपि तथात्वનીચેની બાબતનું પણ સૂચન થએલું જાણવું. તે બાબત આ છે–
હે ભગવન્ ! જીવો અલ્પ આયુષ્યપણાનું કર્મ કઈ રીતે બાંધે છે? ઉ. પ્રાણાતિપાત (હિંસા) કરીને, મૃષાવાદ બેલીને તેવા પ્રકારના શ્રમણને કે માહણને અપ્રાસુક, અષણીય એવા અશન-પાનખાદિમ-સ્વાદિમ વહેરાવીને. આ રીતે છો અલ્પઆયુષ્યપણુનું કર્મ બાંધે છે.” [ ] આ સૂત્ર અંગે પહેલાં, તેવા અધ્યવસાયવિશેષના કારણે આ પ્રાણાતિપાત, મૃષાવાદ અને અશુદ્ધ દાન એ ત્રણે ચીજો જઘન્ય આયુ રૂ૫ ફળ આપનારી બને છે એવી વ્યાખ્યા કરીને પછી “પ્રત્યે તુ' એમ કહીને નીચેની વ્યાખ્યા કરી છે–
બીજાઓ આ સૂત્રની આવી વ્યાખ્યા કરે છે કે “જે જીવ શ્રીજિનેશ્વરદેવ અને સાધુમહાત્માઓના ગુણેના પક્ષપાતવાળે હેવાના કારણે તેઓની પૂજા માટે પૃથ્વી કાયાદિને આરંભ કરવા દ્વારા, “અમારે માલ ઘણે ઊંચે છે એ પોતાના માલનો જૂઠ ઉત્કર્ષ દેખાડવા દ્વારા કે માલની કિંમત ઘણી વધારી દેવા દ્વારા (કે જેથી વધુ આવક થવાથી સાધુભક્તિ સારી રીતે કરી શકાય-આ રીતે) અસત્ય બોલવા દ્વારા અને આધાકર્મ વગેરે કરવા દ્વારા પ્રાણાતિપાત મૃષાવાદ વગેરેમાં પ્રવૃત્ત થાય છે તેવા જીવની આ સૂત્રમાં વાત છે. તેવો જીવ, જીવવધ વગેરેની વિરતિથી જેવું આયુષ્ય બંધાય, એમ સાધુમહાત્માને શુદ્વનિર્દોષ દાન દેવાથી જેવું આયુષ્ય બંધાય, તેવા આયુષ્યની અપેક્ષાએ અલ્પઆયુષ્ય બાંધે છે. આવા અલ્પઆયુષ્યની પ્રસ્તુત સૂત્રમાં વાત છે. આમ આ સૂત્રમાં વિશેષ પ્રકારના પ્રાણાતિપાતાદિનિી અને તેના ફળ તરીકે બંધાતા વિશેષ પ્રકારના અલ્પઆયુષ્યની વાત છે, પણ સામાન્યથી જ પ્રાણાતિપાતાદિની કે તેના ફળ તરીકે સુલકભવરૂપ અલ્પઆયુષ્યની વાત નથી. જો કે સૂત્રમાં આવી વિશેષતા જણાવનાર કેઈ વિશેષણે વપરાયા નથી, તેમ છતાં એમાં અવશ્ય આવા વિશેષણયુક્ત વિશેષ પ્રકારના જ પ્રાણાતિપાતાદિ સમજવાના છે, નહિતર તે (એટલે કે અહીં સામાન્યથી જ પ્રાણાતિપાદિ જે લેવાના હોય તે) આ સૂત્રથી પછીના ત્રીજા સૂત્રમાં “પ્રાણાતિપાતાદિથી જીવ લાંબા અશુભ આયુષ્યને બાંધવાવાળો થાય છે” ઈત્યાદિ જે કહ્યું છે તે અસંગત બની જાય. તે પણ એટલા માટે કે “સામાન્ય હેતુથી વિષમકાર્ય થાય” એ વાત યોગ્ય નથી. એટલે કે, જે આ સૂત્રમાં અને એ ત્રીજા સૂત્રમાં, બને સ્થળે સમાન રીતે સામાન્ય હિંસાની જ વાત હોય તો, વન્ન સૂત્રમાં એના કાર્ય તરીકે