________________
૧૪૬
કૂપદષ્ટાન્તવિશદીકરણ શ્લોક-૪
पूजाभ्यन्तरीभूतस्य "देहादिनिमित्त पि हु जे कायवहंमि तह पयन्ति । जिणपूआकायवमि तेसिमपवत्तण मोहो" (पू.पश्चा. ४५)। इत्यादिना उपत्यकरणस्याप्यनुज्ञानात् , अप्रवृत्तिनिन्दार्थवादस्य विध्याbu
क्षेपकत्वात् । विधिस्पष्टे च निषेधानवकाशात् । यदि च विधिसामग्र्येऽपि पुष्पजलोपहारादि. रूपहिंसादोषोऽत्र परिगण्येत, तदा तस्य पूजानान्तरीयकत्वेन "कायवहो जइवि होइ उ कहंचि" त्ति नावक्ष्यदाचार्यः, किन्तु “कायवहो होइ जइवि नियमेण"मित्येवाऽवक्ष्यत् । अपि च पदार्थवाक्यार्थ-महावाक्यार्थ-ऐदंपर्यार्थविचारणायां हिंसासामान्यस्य निषेधस्य अविधिनिषेधपरताया एव व्यवस्थितत्वात् विधिसामग्ये न हिंसादोषः, अन्यथा चैत्यगृह-लोचकरणादौ तत्सम्भवो दुर्निवार इत्यादिसूक्ष्ममीक्षितमुपदेशपदादौ ।
કહેવાને આશય એ છે કે કાયવધ બે પ્રકારે છે–એક શ્રી તવાર્થસૂત્રમાં પમાન કાળ ચારે હિંસા” (પ્રમાદપૂર્વક પ્રાણોને નાશ કરવો એ હિંસા છે) આવું જે હિંસાનું લક્ષણ બાંધ્યું છે તદ્રુપ કાયવધ અને બીજે, જયાં જયણા વગેરે વિધિનું પરિપૂર્ણ પાલન હોવાના કારણે પ્રમાદ ન હોવા છતાં જળ-પુષ્પ ચડાવવા વગેરેના કારણે અપકાય વગેરે જીવોના પ્રાણને જે નાશ થાય છે તદ્રુપ કાયવધ. શ્રી જિનેશ્વરદેએ જે કાયવધને નિષેધ કર્યો છે તે માત્ર પ્રથમ પ્રકારના કાયવધનો જ જાણો. એટલે કે પ્રમાદભાવે જયણા વગર જે કાંઈ પ્રવૃત્તિ થાય તેમાં થનારા કાયવધને નિષેધ કરાયો છે. બીજા પ્રકારના કાયવધનો નહિ. જળ-પુષ્પ ચડાવવાં વગેરે રૂપ તે દ્વિતીય પ્રકારનો કાયવધ કે જે જિનપૂજામાં અંતર્ગત જ એક અનિવાર્ય અંશરૂપ છે, તે કાયવઘગર્ભિત પ્રવૃત્તિની તે, પૂજાપંચાશકના નીચેના વચને દ્વારા, જાણીને પણ કરવાની શાસ્ત્રકારોએ અનુજ્ઞા આપી છે. પૂજા પંચાશક (૪૫)નું તે વચન આ છે–“જે (ગ્રહ) શરીર વગેરે માટે કાયવધ કરવામાં તે તે રીતે પ્રવર્તે છે તેઓ જિનપૂજામાં થતા કાયવધમાં ન પ્રવર્તે છે તે તેઓને મેહ=અજ્ઞાન છે.”
પ્રશ્ન :- “ગૃહસ્થોએ જિનપૂજામાં થનારા કાયવધમાં પ્રવર્તવું જોઈએ” એવી રીતે એ કાયવધની આમાં ક્યાં અનુજ્ઞા આપી છે ?
( જળપૂજાદિભાવી દ્રવ્યહિંસાની અનુજ્ઞા કઈ રીતે?). ઉત્તર – જિનપૂજામાં થનાર કાયવધની પ્રવૃત્તિ ન કરે એ તેઓને મેહ છે” આ રીતે અપ્રવૃત્તિની જે નિંદા કરી છે એ જ, તથા અન્યત્ર (શાસ્ત્રમાં) જિનપૂજાદિકૃત્યની જે પ્રશંસા (અર્થવાદ) કરાયેલ છે તે જ પ્રવૃત્તિના વિધાનને ખેંચી લાવે છે, અર્થાત્ પ્રવૃત્તિનું વિધાન કરી દે છે, એટલે કે પ્રવૃત્તિની અનુજ્ઞા આપી દે છે.
આમ જળ–પુષ્પપૂજા વગેરેમાં જે દ્રવ્યહિંસારૂપ કાયવધ છે તેનું તે સ્પષ્ટ વિધાન જ હોવાથી, શાસ્ત્રકાર ભગવંતોએ તેને નિષેધ કર્યો હોય એવી વાતને તો કઈ અવકાશ જ રહેતો નથી. (અને તેથી એ કાયવધ નિષિદ્ધ ન હોઈ એના કારણે સ્નાનપૂજાદિ નિષિદ્ધના આસેવનરૂપ કે અલ્પપાપબંધની કારણુતારૂપ દષવાળા (દુષ્ટ) બનતા જ નથી.)
બાકી, સંપૂર્ણ વિધિપાલન હોવા છતાં પણ પુષ્પ-જળ વગેરે ચડાવવામાં થતી