________________
” શબ્દથી મળતો ફલિતાર્થ
૧૪૫ ફુદt “જિ” વય, જયદે રજુ ડ્રોન્ગ qયાણી
न य तारिसो तवस्सी, जंपइ पुव्यावरविरुद्धं ॥४॥ ( રૂતરથા “શ્ચિ” વચનં કાયવ ાથ નુ મઘૂનાવાન્ ! ન તાદાસ્તપસ્વી ઝઘતિ પૂર્વ વિમ્ III)
___ व्याख्या-इतरथा सूरेरुक्ताशयाभावे, पूजायाँ कायवधे 'कथञ्चिद्'वचन' कथ नु भवेत् ? न कथञ्चिदित्यर्थः । न च तादृशस्तपस्वी पूर्वापरविरुद्ध'वचनजल्पति । तस्मादीषद्दोषदुष्ट' जिनपूजादिक विधिविरहभक्तिकालीनमेव ग्राह्यमित्याशय एव युक्तः । ___अय भावः-पूजापञ्चाशके जिनार्चने कायवधेन प्रतिक्रुष्टेन दुष्टत्वात्कथ परिशुद्धत्वमित्याशङ्कायाम् “ भण्णइ जिणपूयाए, कायवहो जइवि होइ उ कहंचि । तहवि तई परिसुद्धा, गिहीण कूवाहरणजोगा ।। ४२॥” इति श्रीहरिभद्रसूरिभिस्समाहितम् । तत्र च ‘यतनाविशेषेण प्रवर्तः . मानस्य सर्वथापि न भवतीति दर्शनार्थ कथञ्चिद्ग्रहणमित्यभयदेवसूरिभिर्व्याख्यातम् , तेन विधिविरह एव कायवधः पर्यवस्यति । “प्रमादयोगेन प्राणव्यपरोपण हिंसे"ति (७.८) तत्त्वार्थोक्तहिंसालक्षणसद्भावात् हिंसारूपस्यैव कायवधस्यात्र प्रतिषेध्यत्वात् । जलपुष्पोपनयनादिरूपस्य च
વિધિવિકલ સ્નાનપૂજાદિથી જ અ૫પાપબંધરૂપ દોષ થાય છે, વિધિપૂર્ણ સ્નાનપૂજાદિથી તો જરાય પાપબંધ થતો જ નથી.” શ્રી અભયદેવસૂરિમહારાજે કૃપદષ્ટાંતનું જે અર્થઘટન કર્યું છે તેમાં તેઓશ્રીને આ આશય છે એવું તમે શી રીતે જાણ્યું ? એવા સંભવિત પ્રશ્નને જવાબ આપતાં ગ્રન્થકાર કહે છે
તાત્પયનું સૂચન “જિ” શબ્દથી ]. ગાથાર્થ: શ્રી અભયદેવસૂરિમહારાજને જે આ આશય ન હોય તો પૂજામાં થતાં કાયવધ અંગે જે “હું જિ’ શબ્દને પ્રયોગ થયો છે તે શા માટે થાય? પિતાના પૂર્વાપર વચનેને જાણનારા એવા તે મહાત્મા પૂર્વાપરવિરુદ્ધ તો બોલે નહિ. - વ્યાખ્યાથ : સૂરિનો જ ઉક્ત આશય ન હોય તે પૂજામાં થતા કાયવધ અંગે કથંચિત્' શબ્દ વપરાયો ન હોત. તેવા મોટા તપસ્વી આચાર્ય મહારાજ પૂર્વાપર વિરુદ્ધ વચન બોલે નહિ. તેથી “કંઈક દોષવાળા જિનપૂજાદિ તરીકે વિધિશન્યતાકાલીન ભક્તિ પ્રયુક્ત અનુષ્ઠાન જ લેવું” એ આશય માનવો યોગ્ય છે.
કહેવાનો ભાવ એ છે કે-“શ્રી જિનેશ્વરદેવોએ સામાન્યથી જીવહિંસાને નિષેધ કર્યો છે. જિનપૂજામાં આવા નિષિદ્ધ કાયવધ ભળેલો હોવાથી દોષયુક્તતા છે. તે એને પરિશુદ્ધ શી રીતે કહેવાય ?” આવી શંકાના સમાધાન માટે પ્રજા પંચાશકના ૪૨ મા
શ્લોકમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે “ઉક્ત શંકાનું સમાધાન કહીએ છીએ–જો કે શ્રી જિનપૂજામાં કોઈક રીતે કાયવ થાય છે. તો પણ એ કુપદષ્ટાનને અનુસાર ગૃહસ્થને માટે પરિશુદ્ધ છે.” આની વ્યાખ્યામાં શ્રી અભયદેવસૂરિ મહારાજે કહ્યું છે કે “વિશેષ પ્રકારની જયણાપૂર્વક જિનપૂજામાં પ્રવર્તનારને જરા પણ જીવહિંસા લાગતી નથી આવું જણાવવા માટે “જિ” શબ્દ વપરાયો છે. આના પરથી સ્પષ્ટ રીતે ફલિત થાય છે કે જયણુ વગેરે વિધિની પૂર્ણતા ન હોય ત્યારે જ વાસ્તવમાં કાયવધરૂપ દેષ લાગે છે. १. पूजापञ्चाशक ४२ गाथाया हरिभद्रसूरिवचनमिदम् ।