________________
इति निरुक्तात्सकलापायमूलभूतकर्मविदारणक्षमतपोवीर्यविराजमानत्वाभिधानादपायापगमातिशयः १, त्रिदशेन्द्रनमस्कृतमित्यनेन पूजातिशयः २, महाभागमित्यनेन ज्ञानातिशयः प्रतिपादितः ३, वचनातिशयश्च सामर्थ्यगम्य इति ४ ॥१॥ प्रतिज्ञातमेवाह
सपशेवयारजणगं जणाण जह कुवखणणमाइलैं॥
अकसिणपवत्तगाणं तह दव्वथओ वि विष्णेओ ॥२॥ ( स्वपरोपकारजनक जनानां यथा कूपखननमादिष्टम् । अकृत्स्नप्रवर्तकानां तथा द्रव्यस्तवोऽपि विज्ञेयः ॥२॥)
व्याख्या-यथा जानानां कूपखनन निर्मलजलोत्पादनद्वारा स्वपरोपकारजनकमादिष्टम् , एवं अकृत्स्नप्रवर्तकानां कृत्स्नसंयमेऽप्रवृत्तिमतां गृहिणां द्रव्यस्तवो.ऽपि स्नानपूजादिकः करणानुमोदनद्वारेण स्वपरयोः पुण्यकारणं विज्ञेयः । दृष्टान्ते उपकारो द्रव्यात्मा, दार्टान्तिके च. भावात्मेतिभावः ॥२॥ नन्वियं योजनाऽभयदेवसूरिणैव (चतुर्थ) पञ्चाशकवृत्तौ दूषिताऽन्यथायोजना च कृता । तथाहिએને ગ્રન્થકાર અહી સ્પષ્ટ કરવાના છે.
આ પ્રથમ કલેકમાં ભગવાનના ૪ મૂળ અતિશયોનું પ્રતિપાદન છે. તે આ રીતે (૧) “મહાવીર” શબ્દથી અપાયા પગમાતિશયનું સૂચન છે, કેમકે એ શબ્દની નિરુક્તિ આવી કહેવામાં આવે છે-“કર્મનું વિદારણ કરે છે, તપથી વિરાજે છે, અને તપવીર્યથી યુક્ત છે. માટે શ્રીવર્ધમાનસ્વામી “વીર' તરીકે પ્રસિદ્ધ થયા.” આમાં સઘળાં અપાયોના મૂળભૂત કર્મનું વિદારણ કરવામાં સમર્થ એવા તપવીર્યથી પ્રભુને શોભતા હાવા જે જણાવ્યા છે તેનાથી અપાયોને અપગમ=વિનાશ થઈ ગયે હવા રૂપ અતિશય સ્પષ્ટ રીતે જણાઈ જાય છે. (૨) દેવેન્દ્રોથી નમસ્કૃત છે એવું જે કહ્યું તેનાથી પૂજાતિશયનું સૂચન થયું. (૩) મહાભાગ’ શબ્દ દ્વારા બીજા અર્થ રૂપે જ્ઞાનાતિશય જણાવ્યો અને (૪) વચનાતિશય સામર્થ્યગમ્ય જાણ.
જે કૂપદષ્ટાન્તને વિશદ કરવાની પ્રતિજ્ઞા કરી છે તેને જણાવતાં ગ્રન્થકાર કહે છે--
ગાથાથ- લોકોની કૂખનન પ્રવૃત્તિ એ જેમ સ્વ-પરઉપકારજનક કહેવાયેલી છે તેમ અકૃત્નપ્રવર્તક ગૃહસ્થને દ્રવ્યસ્તવ પણ જાણો.
વ્યાખ્યાથ:- જેમ લેકની કૂવો ખોદવા વગેરેની પ્રવૃત્તિ નિર્મળ જળની પ્રાપ્તિ કરાવી આપવા દ્વારા સ્વ–પર ઉપકારજનક કહેવાય છે તેમ સંપૂર્ણ સંયમમાં પ્રવૃત્ત નહિ થએલાં ગૃહસ્થોનો સ્નાન-પૂજા (અભિષેક પૂજા) વગેરરૂપ દ્રવ્યસ્તવ પણ કરણ અને અનુમોદન દ્વારા સ્વ અને પરને પુણ્યનું કારણ બને છે. કૃપખનન દૃષ્ટાન્તમાં સ્વપર ઉભયને નિર્મળ જળ પ્રાપ્તિરૂપ દ્રવ્ય ઉપકાર રહેલો છે, જ્યારે દ્રવ્યસ્તવરૂપ દાર્શે. નિતકમાં સ્વ–પરને પુણ્યબંધાદિરૂપ ભાવઉપકાર જાણવો. ૨
પૂર્વપક્ષ –“જેમ કૃપખનન એ સ્વ–પર ઉપકારક છે એમ દ્રવ્યસ્તવ પણ સ્વપર ઉપકારક છે અને તેથી એ નિર્દોષ છે.” આ જે રીતે તમે દૃષ્ટાન્તને ઘટાવો છો તે વાતને તે શ્રી અભયદેવસૂરિમહારાજે ચોથા પંચાશકની વૃત્તિમાં દૂષિત ઠેરવી છે અને એના કરતાં અન્ય રીતે આ દૃષ્ટાન્તને તેઓશ્રીએ ઘટાડ્યું છે. તે આ રીતે–