________________
तत्रेयमिष्टदेवतानमस्कारपूर्वकं प्रतिज्ञागर्भा प्रथमगाथा
नमिऊण महावीर तियसिंदणमंसियं महाभाग ।
विसईकरेमि सम्मं दव्वथए कूवदिह्रतं ॥१॥ ( नत्वा महावीर त्रिदशेन्द्रनमस्कृत महाभागम् । विशदीकरोमि सम्यक् द्रव्यस्तवे कूपदृष्टान्तम् ॥१॥)
व्याख्याः नत्वा महावीर त्रिदशेन्द्रनमस्कृत, महाभागं महानुभावं, महती आभा केवलज्ञानशोभा तां गच्छति यः स तथा तमिति वा । विशदीकरोमि-निश्चितप्रामाण्यकज्ञानविषयतया प्रदर्शयामि । सम्यक् असम्भावना-विपरीतभावनानिरासेन । द्रव्यस्तवे स्वपरोपकारजनकत्वान्निर्दोषतया साध्ये इति शेषः । कृपदृष्टान्तं अवटदृष्टान्तं, 'धूमवत्त्वाद्वनिमत्तया साध्ये पर्वते महानसं दृष्टान्त' इतिवदयं प्रयोगः । अत्र च भगवतश्चत्वारो मूलातिशयाः प्रतिपादिताः। तथाहि-महावीरमित्यनेन ___ "विदारयति यत्कर्म, तपसा च विराजते । तपोवीर्येण युक्तश्च, तस्माद्वीर इति स्मृतः ॥१॥"
જે તત્ત્વવિવેક કરે છે તેમાં, ઇષ્ટદેવતાને નમસ્કાર કરવાપૂર્વક પ્રતિજ્ઞાને જણાવનારી આ પ્રથમ ગાથા છે–
[ ગ્રન્થને અભિધેયાથ ] ગાથાર્થ – દેવેન્દ્રોથી નમસ્કાર કરાએલા, મહાપ્રભાવી શ્રી મહાવીર પરમાત્માને નમસ્કાર કરીને, દ્રવ્યતવમાં જે કૃપદષ્ટાન્ત અપાય છે તેનું સમ્યફ રીતે હું સ્પષ્ટીકરણ કરીશ. તેના
વ્યાખ્યાર્થ – દેવેન્દ્રોથી નમસ્કાર કરાએલા અને મહાભાગ એવા શ્રી મહાવીર પરમાત્માને નમસ્કાર કરીને, દ્રવ્યસ્તવ અંગે અપાએલા કૂવાને દષ્ટાતને સમ્યક્ પ્રકારે હું વિશદ કરીશ. આમાં “મહાભાગ” એવું જે વિશેષણ છે એના બે અર્થે જાણવા(૧) મહાપ્રભાવવાળા અથવા (૨) મહાન એવી કેવલજ્ઞાનની શોભા રૂપ “આભા’ને પામેલા. વળી “કૃપછાતને વિશદ કરીશ” એવું જે કહ્યું એનો અર્થ એ જાણો કે “આ જ્ઞાન પ્રમાણભૂત છે” એ રીતે જે જ્ઞાનનું પ્રામાણ્ય સુનિશ્ચિત હોય તે જ્ઞાનના વિષયરૂપે કૃપદષ્ટાન્તને દેખાડીશ. એટલે કે ફૂપદષ્ટાન્તનું પ્રમાણભૂત જ્ઞાન કરાવીશ. વળી “સમ્યફપ્રકારે વિશદ કરીશ” એવું જે કહ્યું છે એનો અર્થ એ જાણો કે “આ કૃપદષ્ટાન્ત જે રીતે ઘટાવવામાં આવે છે તે અસંભવિત બની જાય અથવા તો જે પ્રકારે ઘટાવવામાં એ વિપરીત રીતે ઘટી જાય તેવા પ્રકારોનું નિરાકરણ કરવાપૂર્વક કૃપદષ્ટાતને વિશદ કરીશ.” આ ફૂપદૃષ્ટાન્ત શાસ્ત્રોમાં દ્રવ્યતવ અંગે આપવામાં આવ્યું છે. એટલે કે, “વ્યસ્તવ નિર્દોષ છે, કારણ કે સ્વ–પરઉપકારજનક છે, જેમકે કૂવો ખોદવો એ.” આવા અનુમાન પ્રયોગમાં દષ્ટાન્ત તરીકે કૂવાની વાત શાસ્ત્રોમાં કરી છે. જેમકે “પર્વત અગ્નિવાળે છે, કેમકે ધૂમાડાવાળો છે, જેમકે રસોડું” આવા અનુમાન પ્રયોગમાં રસોડું દાન તરીકે કહેવાયું છે. '' નિષ્કર્ષ એ છે કે, “દ્રવ્યસ્તવ સ્વ–પર ઉપકારક હોઈ નિર્દોષ છે એવું બતાવવા માટે જે કૂવાનું દષ્ટાન્ત શાસ્ત્રમાં આપવામાં આવ્યું છે તે કઈ રીતે ઘટાવવાનું છે