________________
૧૨૩. અઢાર હજાર શીલાંગરથ
૫૩
एवं मणेण वयमाइएसु एवं तु छस्सहस्साई । न करे सेसेहिपि य एए सव्वेवि अट्ठारा ॥८४६॥
પૃથ્વી કાયમાં માર્દવ વગેરે દશ યતિધર્મ સાથે દશાંગા થાય. એ પ્રમાણે અકાય વગેરેમાં પણ સમજવું એ બધા ભાંગાને સરવાળે એક સે થાય. એ એ ભેદ શ્રોત્રંદ્રિયના થયા. એ સિવાયની બીજી ચાર ઈન્દ્રિચેના ભાંગ કરતા પાંચસે થાય. એ પાંચસોને આહાર વગેરે ચાર સંજ્ઞા સાથે સોગ કરતા બે હજાર થયા. એ પ્રમાણે મનવડે બે હજાર ભાંગા થાય. એમ વચન વગેરેમાં કરતા છ હજાર ભાંગા થાય. તે છ હજાર “ન કરે વગેરે ત્રણ સાથે જોડતા કુલે અઢાર હજાર થયા.
આગળ ઉપર કહ્યા પ્રમાણે માર્દવાદિ એટલે નમ્રતા, સરળતા વગેરે પદની સાથે પૃથ્વીકાયને આશ્રયીને પૃથ્વીકાય આરંભ એમ કહેવાપૂર્વક ભાંગા કરતા દશ શીલના ભેદ થાય છે.
એમ અપ્લાય વગેરે નવસ્થામાં પણ જાણવું. આ પ્રમાણે દશ યતિધર્મ તથા પૃથ્વીકાયના પદે સાથે ભાંગ કરતા સો ભાંગા થાય.
આ સે ભાંગાને શ્રોત્રેન્દ્રિય સાથે ગુણતા સે થાય. બાકીની આંખ વગેરે ચાર ઈન્દ્રિયને પણ સે સો ભેદ ગણતા બધા મળી ૫૦૦ (પાંચ) ભાંગા થાય છે. કેમકે ઈનિદ્રયે પાંચ છે. અને આ ભાંગાને આહાર સંજ્ઞા સાથે સંયોગ કરતા પાંચસે ભાંગા થયા બાકીની ભય વગેરે ત્રણ સંજ્ઞાઓને ઉપર પ્રમાણે પાંચ પાંચસે ભેદ થાય છે. તે બધા મેળવતા ચાર સંજ્ઞા હેવાથી ૨૦૦૦ (બે હજાર) ભેદો થાય છે.
એ બે હજાર ભેદને મનોવેગ સાથે સંગ કરતા મનોગના બે હજાર ભેદ થાય છે. એ પ્રમાણે વચન કાયાના પણ દરેકના બે બે હજાર ભેદ કરતા કુલ્લે છે હજાર ભેદા થાય છે. કરણગે ત્રણ પ્રકારે છે. આ છ હજારને “ન કરે એ પદની સાથે સંયોગ કરતા કુલે છ હજાર ભાંગા થયા. એમ “ન કરાવે, અને ન અનુદે, એના છ-છ હજાર મેળવતા કુલે અઢાર હજાર શીલના ભેદે થયા.
એક એક શીલાંગની ગાથા આ પ્રમાણે બને છે. न करेमि मणसाऽऽहार सन्नविरओउ सोय संगुत्तो । पुढवीकायारंभं खंतिगुणे वट्टमाणोऽहं ॥
શ્રેત્રેન્દ્રિયથી ગુપ્ત. આહારસંજ્ઞાથી વિરત અને ક્ષાન્તિગુણમાં રહેલ એ હું પૃથવીકાયને આરંભ મનથી ન કરું.
(૧) એ પ્રમાણે માર્દવ ગુણમાં રહેલે, (૨) આર્જવ ગુણમાં રહેશે. યાવત્ બ્રઘ્રચર્ય ગુણમાં રહેલે હું એમ ૧૦ ભાંગા થાય આ પ્રમાણે અપ્લાય વિષયક પણ ગાથાઓ કહેવી.
कारेमि न मणसाहारसन्नविरओ उ सोयसंगुत्तो । पुढवीकायारंभं खंतिगुणे वट्टमाणोऽहं ।।