________________
૪૫
૧૨૧. તેર ક્રિયાનું વિસ્તૃત વર્ણન ૩. હિંસાક્રિયા
अहिमाइवइरियस्स व हिसिसु हिंसई व हिंसेही । जो दंडं आरंभई हिंसादंडो हवइ एसो ३ ॥८२१॥
આ સાપ વગેરે વેરી અમારી હિંસા કરે છે, હિંસા કરી હતી, હિંસા કરશે, એવી ધારણપૂર્વક સાપ વગેરે અથવા શત્રુને જે દંડ કરે એટલે વધ કરે, તે હિંસાદંડ કહેવાય. આ ક્રિયા પણ ધર્મ અને ધર્મના અભેદ ઉપચારથી થાય છે. (૮૨૧)
૪. અકસ્માત કિયા
अन्नहाए निसिरइ कंडाई अन्नमाहणे जो उ । जो व नियंतो सस्सं छिदिजा सालिमाईयं ॥८२२॥
બીજા હરણ, પક્ષિ, સરીસૃપ એટલે સાપ વગેરેને મારવા માટે બાણ, પત્થર, વગેરે ફેંકે અને તેના વડે તે પ્રાણ હણવાના બદલે બીજું પ્રાણી કે વ્યક્તિ હણાય, તે અકસમાત ક્રિયા. અનભિસંધિ એટલે ઉપગ વગર સહસાકારથી બીજાને હણવા માટેની પ્રવૃત્તિ વડે એના સિવાય બીજાને વિનાશ થાય તે અકસ્માતદંડ.
જે કાપવાની બુદ્ધિથી ઘાસ વગેરેને જોતે બીજા ચોખા (ડાંગર) વગેરે ધાન્યને પણ અનાગથી કાપી નાંખે તે અકસ્માત દંડ.
જેમકે ડાંગર વગેરે બીજા પાકની વચ્ચે રહેલા ઘાસ વગેરેને કાપવા તૈયાર થયેલ અનાગથી બીજા ડાંગર વગેરે ધાન્યને કાપી નાંખે તે અકસ્માતદંડ. (૮૨૨)
૫. દ્રષ્ટિવિપર્યાસ કિયા.
एस अकम्हादंडो ४ दिद्विविवज्जासओ इमो होइ । जो मित्तममिति य काउं घाएज्ज अहवावि ॥८२३॥ गामाई घाएज्ज व अतेण तेणत्ति वावि घाएज्जा । दिद्विविवज्जासेसो किरियाठाणं तु पंचमयं ५ ॥८२४॥
દષ્ટિ એટલે બુદ્ધિ, તેને વિપર્યાસ એટલે વિપરીત પણું એટલે મતિવિશ્વમ તે દષ્ટિવિપર્યાસ. તેનાથી આ પ્રમાણે દડ થાય છે. જે મિત્રને પણ દુશ્મન છે એવી બુદ્ધિપૂર્વક માની વધ કરે તે દૃષ્ટિવિપસદંડ અથવા ગામ વગેરેની હિંસા કરે, તે આ પ્રમાણે. ગામમાં રહેલા કેઈકે કઈને કેઈ અપરાધ કર્યો હોવાથી સંપૂર્ણ ગામની જે હિંસા કરે તે દષ્ટિ વિપર્યાસ દંડ, અથવા અારને આ ચેર છે એમ માની વધ કરે તે દષ્ટિવિપર્યાસ. એ પાંચમું ક્રિયાસ્થાન છે. (૮૨૩-૨૪)