________________
૧૨૧. તેર ક્રિયાસ્થાન
४३ આશંસા. એટલે મનેઝ શબ્દરૂપ રસ વગેરેની અભિલાષા. ૪. સ્નાન વગેરે એટલે સ્નાનાદિની પ્રાર્થના એટલે શરીરને માલિસ કરવું, દબાવવું, નહાવું વગેરેની ઈરછા આકાંક્ષા. " આ ફિલષ્ટ સ્વભાવવાળી સાધુપણારૂપ શય્યામાં રહેલો જીવ કયારે પણ સાધુપણાના સુખને પામી શકતું નથી. (૮૧૬)
૧૨૦ સુખશચ્યા सुहसेजाओऽवि चउरो जइणो धम्माणुरायरत्तस्स । विवरीयायरणाओ सुहसेजाउत्ति भन्नति ॥८१७॥
ધર્માનુરાગથી રક્ત એટલે જિનધર્મની ગાઢતર ઈચ્છામાં આસક્ત એવા સાધુની સુખશય્યા ચાર પ્રકારે છે. જે ચાર પ્રકારની પ્રવચન અશ્રદ્ધારૂપ દુખશય્યા છે, તેનાથી વિપરીત રૂપે ચાર પ્રકારે સુખશય્યા છે.
૧. પ્રવચનની શ્રદ્ધા,
૨. પરલાભની અનિચ્છા, સ્વ એટલે આત્મા અને પર એટલે પુદ્ગલ આથી પરલાભ એટલે પૌગલિક પદાર્થોની ઈચ્છા, તેને અભાવ તે પરલાભેચ્છારહિતતા.
૩. કામની અનાશંસા. ૪. સ્નાન વગેરેની અપ્રાર્થના.
એ પ્રમાણે ચાર પ્રકારે સાધુની સુખશય્યા છે. એમાં રહેલ સાધુ પરમ સંતેષરૂપ અમૃતમાં મગ્ન બનીને હમેશા તપ-અનુષ્ઠાન વગેરે ક્રિયાઓમાં રક્ત બની સુખને પ્રાપ્ત કરે છે. (૮૧૭)
૧૨૧ તેર ક્રિયાસ્થાન अट्ठा १ णहा २ हिंसो ३ ऽकम्हा ४ दिट्ठी य ५ मोस ६ दिन्ने ७ य । अज्झप्प ८ माण ९ मित्ते १० माया ११ लोभे १२ रियावहिया १३ ॥८१८॥
૧. અર્થ, ૨. અનર્થ, ૩. હિંસા, ૪. અકસ્માત, ૫. દષ્ટિવિપર્યાસ, ૬. મૃષા, ૭. અદત્તાદાન, ૮. અધ્યાત્મ, ૯ માનકિયા, ૧૦. અમિત્રકિયા, ૧૧. માયાક્રિયા, ૧૨. લોભ, ૧૩. ઇર્યાપથિકી. આ તેર ક્રિયા સ્થાનો છે.
કર્મબંધના કારણરૂપ ચેષ્ટા તે કિયા. તેના સ્થાને એટલે ભેદે, તે ક્રિયાસ્થાન કહેવાય. તે તેર (૧૩) પ્રકારે છે.