________________
પ્રવચન- સારોદ્ધાર
પહેલાં પ્રહરમાં લાવેલ અશન વગેરે સાધુઓને દિવસના ત્રણ પ્રહર વાપરવું ખપે. ત્રણ પ્રહર પછી ચોથા પ્રહરમાં કાલાતિક્રાંત હેવાથી તેને સિદ્ધાંતમાં નિષેધ હેવાથી ત્રણ પ્રહર પછી ચેથા પ્રહરમાં અકલ્પ છે. (૮૧૩)
૧૧૮ પ્રમાણાતીત कुक्कडिअंडयमाणा कवला बत्तीस साहुआहार । अहवा निययाहारो कीरइ बत्तीसभाएहिं ॥८१४॥ होइ पमाणाईयं तदहियकवलाण भोयणे जइणो । एगकवलाइकणे ऊणोयरिया तवो तंमि ॥८१५॥
કુકડીના ઇંડા જેટલા પ્રમાણને એક કોળિયે થાય, તેવા બત્રીસ કેળિયા આહાર સાધુને હોય છે.
બીજી રીતે કેળિયાનું પ્રમાણ કહે છે.
જેટલા પ્રમાણુના આહાર વડે સાધુનું પેટ ખાલી પણ ન રહે અને અધિકપણ ન થાય તેટલા પ્રમાણના પિતાના આહારના બત્રીસ ભાગ કરતાં જે બત્રીસમો ભાગ તે એક કેળિયે સમજવો. આ બત્રીસ કેળિયાના પ્રમાણથી અધિક કેળિયાનું ભોજન સાધુ કરે તે પ્રમાણાતીત ભજન થાય છે. તથા આ બત્રીસ કેળિયા પ્રમાણ આહા૨થી એક, બે, ત્રણ, ચાર, પાંચ વગેરે કેળિયા ન્યૂન આહાર કરવાથી ઉદરીનામને તપ થાય છે. (૮૧૪, ૮૧૫)
૧૧૯ દુઃખશચ્યા पवयणअसदहाणं, १ परलाभेहा य, २ कामआसंसा, ३ । व्हाणाइपत्थणं, ४ इय चत्तारिऽवि दुक्खसेजाओ ॥८१६॥
૧. પ્રવચનની અસહણું, ર. પરલાભની ઈચ્છા, ૩. કામ આશંસા, ૪. સ્નાન વગેરેની ઇચ્છા. એમ ચાર પ્રકારે દુખશય્યા છે.
જેમાં સુવાય તે શય્યા. દુઃખ આપનારી શય્યા તે દુઃખશય્યા; તે દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. તેમાં દ્રવ્યથી ખરાબ ખાટલારૂપ દુખશય્યા છે. ભાવથી દુઃખશપ્યા ખરાબ ચિત્તપણથી દુશ્રમણપણના સ્વભાવવાળી ચાર પ્રકારે છે.
૧. પ્રવચન એટલે જિનશાસન, તેની અશ્રદ્ધા, પ્રવચન એટલે જિનશાસનની અશ્રદ્ધા રૂપ છે. અશ્રદ્ધા એટલે “આ આપ્રમાણે જ છે.” એવી શ્રદ્ધાને અસ્વીકાર.
૨. પરલાભેચ્છા. એટલે બીજાઓ પાસેથી વસ્ત્ર વગેરે પ્રાપ્ત કરવાની ઈચ્છા. ૩. કામ