________________
२४
૧૦૬ પરિઝાપનિક અને ઉચ્ચારકરણ અચિત્તસયત એટલે કાળધર્મ પામેલા સાધુને પરઠવવાની દિશા કહી હવે ધૈડિલ (ઠલ્લે) કરવાની દિશા કહે છે.
दिसिपवणगामसूरियछायाएँ पमजिऊण तिक्खुत्तो। जस्सोग्गहोत्ति काऊण वोसिरे आयमेजा वा ॥७८६॥
દિશા, પવન, ગામ અને સૂર્યને પૂઠ કર્યા વગર છાયામાં બેસીને ત્રણવાર ભૂમિ પ્રમાજી અવગ્રહની રજા લઈ સ્થડિલ કરી, આચમન કરે એટલે સાફ કરે.
સાધુએ ઈંડિલની શંકા નિવારતી વખતે ઉત્તર અને પૂર્વ દિશામાં પૂઠ ન કરવી. તથા પવનની દિશાને ગામને, અને સૂર્યને પૂંઠ ન કરવી. છાયા પડતી હોય ત્યાં આગળ ઈંડિલ કરો. ત્રણ વખત સ્થડિલ ભૂમિને પ્રમાઈ પડિલેહીને થંડિલ માટે બેસે. ઠલ્લે જવાની વિધિ આ પ્રમાણે છે કે,
- સાધુ ઠલ્લે જવા માટે એકલે, ઝડપથી નહીં એટલે ધીમે ધીમે વિકથા કર્યા વગર જાય. પછી બેસીને ગુદા સાફ કરવા માટે ઈંટ વગેરેના ટૂકડા લે. પછી કીડી વગેરેની રક્ષા માટે તે ટૂકડાઓને ખંખેરે. પછી ઊભું થઈ નિર્દોષ Úડિલ ભૂમિએ જઈ ઉપર નીચે અને તિછુ એટલે ચારેબાજુ જુએ તેમાં વૃક્ષ કે પર્વત ઉપર કઈ છે કે નહીં ? તે જોવા ઉપર જુવે. ખાડો બિલ (ર) વગેરે ને જોવા નીચે જુવે. જતા આવતા કે આરામ કરતા વગેરેને જોવા માટે તિછું જોવે. જે ગૃહસ્થનો અભાવ હોય તે સંડાસાને પૂંજી, જયેલી પ્રમાર્જન કરેલી નિર્દોષ ભૂમિ પર સ્પંડિલ કરે. તથા જે માલિક હેય. તેની રજા લઈ એટલે અણજાણહ જસુહો કહી સ્થડિલ કરે અને ગુદા સાફ કરે.
उत्तरपुव्वा पुज्जा जम्माएँ निसायरा अहिपडंति । घाणारिसा य पवणे सूरियगामे अवन्नो उ ॥७८७॥
ઉત્તર અને પૂર્વ દિશા પૂજ્ય હોવાથી તેને પૂઠ કરવી નહીં. રાત્રે દક્ષિણ દિશામાંથી રાક્ષસે આવે છે, માટે રાત્રે દક્ષિણ દિશામાં પુંઠ ન કરવી. પવનની દિશામાં પૂઠ કરવાથી નાકમાં મસા થાય. સૂર્ય અને ગામને પુઠ કરવાથી નિંદા થાય છે.
ઉત્તર દિશા અને પૂર્વ દિશા લોકમાં પૂજાય છે. તેથી પૂઠ કરવાથી લકમાં નિંદા થાય છે. અથવા કેઈક વાણવ્યંતર વગેરેને કેપ થાય. જેથી મરણ પણ થાય. માટે દિવસે કે રાત્રે પૂર્વ અને ઉત્તર દિશામાં પૂઠ વજે.
દક્ષિણ દિશામાંથી રાત્રે પિશાચ વગેરે નિશાચરે ઉત્તર દિશા તરફ આવતા હોય છે. માટે રાત્રે દક્ષિણ દિશામાં પૂંઠ ન કરવી. કહ્યું છે કે દિવસે ઉત્તર પૂર્વ તરફ સ્થડિલ માત્રુ કરે. રાત્રીમાં દક્ષિણ દિશા તરફ કરે જેથી આયુષ્યની હાનિ ન થાય.”