________________
પ્રવચન-સારોદ્ધાર
२3 દિશા એટલે વાયવ્ય ખૂણે તપાસ. તેના અભાવમાં પણ પૂર્વ દિશા જોવી. તેના અભાવમાં ઉત્તર દિશા જેવી તેના અભાવમાં પૂર્વોત્તર એટલે ઈશાન ખૂણે જેવો.
ગીતાર્થ સાધુઓ જે ગામ વગેરેમાં માસક૫ કે ચેમાસું રહ્યા હોય, ત્યાં પ્રથમથી જ કાળધર્મ પામેલ સાધુઓને પાઠવવા માટે પૂર્વ વગેરે દિશાઓમાં નજીકમાં, મધ્યમાં અને દૂર–એમ ત્રણ મહા થંડિલ ભૂમિઓની પ્રત્યુપેક્ષા કરે. એટલે જોઈ રાખે.
પહેલી Úડિલભૂમિમાં જે કંઈક વ્યાઘાત હેય જેમકે ખેતર ખેડયું હોય. અથવા તે પાણીથી ભિજાયેલુ હોય લીલત્તરી થઈ ગઈ હોય કે કીડીઓ વગેરે ઉભરાઈ હોય, ગામ વસી ગયું હોય કે કઈ સાથે ત્યાં પડાવ નાંખ્યો હોય, તે બીજી સ્પંડિલભૂમિમાં પરઠ.
તેમાં પણ ઉપરોક્ત કારણે હોય તે પછી ત્રીજી સ્પંડિલભૂમિમાં પરઠવે. (૭૮૩) પ્રથમ દિશા શુદ્ધ હોય છતાં બીજી દિશામાં પરઠ તે જે દોષ થાય છે તે કહે છે. पउरऽन्नपाण पढमा बीयाए भत्तपाण न लहंति । तइयाएँ ऊवहिमाई नत्थि चउत्थीए सज्झाजो ॥७८४॥ पंचमियाए अ संखडी छठ्ठीऍ गणस्स भेयणं जाण । सत्तमिया गेलनं मरणं पुण अट्ठमे विति ॥७८५॥
પ્રથમ દિશામાં પરઠવે તો ઘણું આહાર પાણી મળે. બીજીમાં આહાર પાણી ન મળે, ત્રીજીમાં ઉપધિ ન મળે, ચેથીમાં સ્વાધ્યાય ન થાય, પાંચમીમાં અસંખડી એટલે કલહ થાય, છઠ્ઠીમાં સમુદાયભેદ થાય, સાતમીમાં માંદગી અને આઠમીમાં મરણ થાય.
પહેલી નૈઋત્ય દિશામાં પરઠવે તે ઘણું આહાર પાણી વસ્ત્ર પાત્ર વગેરેને લાભ થાય છે. તેથી સમાધિ પ્રાપ્ત થાય છે. પહેલી દિશા હોવા છતાં બીજી દક્ષિણ દિશામાં પરઠવે તે આહાર પાણી ન મળે. ત્રીજી પશ્ચિમ દિશામાં પરઠવે તે ઉપધિ વગેરે ન મળે. એથી દક્ષિણ પૂર્વ એટલે અગ્નિ ખૂણામાં પરઠવે તે સ્વાધ્યાયનો અભાવ થાય. પાંચમી પશ્ચિમેત્તર એટલે વાયવ્ય ખૂણામાં પરઠવે તે સાધુ સાથે, ગૃહસ્થ સાથે કે અન્યતીથિઓ સાથે ઝઘડો થાય. છઠ્ઠી પૂર્વ દિશામાં પરઠવે તે ગણ ગચ્છભેદ થાય. સાતમી ઉત્તર દિશામાં પરઠવે તે રોગોત્પત્તિ થાય. આઠમી પૂર્વોત્તર એટલે ઇશાન ખૂણામાં મૃતક પરઠવે તે બીજા કેઈ સાધુનું મરણ થાય.
આ દિશાઓમાં પાણી, ચારભય વગેરે મુસીબતે હોવાના કારણે પ્રથમ કહેલી (નૈઋત્ય) દિશાઓ ન મળે તો પાછળની દિશાઓમાં શબ પરઠને તે પણ પહેલી દિશામાં કહેલ ઘણુ અન્ન પાણીના લાભારૂપ ગુણ થાય છે. જો પૂર્વની દિશામાં હોવા છતાં પણ પાછળ કહેલી દિશાઓમાં પરઠવે તે પાછળના જ દે રહે છે. ' .