________________
૪૯૦
- પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ આમાં પ્રથમ એક, અને ત્રણ ઉપવાસ ક્રમસર એક બીજાની નીચે બે કાલિકા રૂપે સ્થાપવા. તે પછી બંને દાડમ ફૂલના દરેકના આઠ આઠ અઠ્ઠમ એટલે ત્રણ ઉપવાસ સ્થાપવા. તે દાડમફૂલો ચાર લીટી દેરવા પૂર્વક નવ ખાના બનાવો વચ્ચેના ખાનામાં શૂન્ય મૂકી આઠ, ત્રણ ઉપવાસે લખવા. તે પછી બંને દાડમ કુલની નીચે બે સેરેમાં એકથી લઈ સેળની સ્થાપના કરવી. તે બે સેરેની નીચે છેડે પદક એટલે લેકેટ આઠ લાઈનમાં ત્રીસ અંકના સ્થાને (ખાના) કરવા અને તેમાં ત્રણ ત્રણ ઉપવાસે લખવા. તેમાં પહેલી હારનાં ખાનામાં એક અટ્ટમ, બીજી હારમાં પાંચ, ત્રીજીમાં સાત, એથીમાં સાત, પાંચમીમાં પાંચ, છઠ્ઠીમાં પાંચ, સાતમીમાં ત્રણ અને આઠમી હારમાં એક, તે ચિત્રીસ ખાનામાં ત્રણ ત્રણ અંકની સ્થાપના કરવી. તેની સ્થાપના ઉપર પ્રમાણે છે.
આને ભાવ એ છે, કે રત્નાવલીતામાં પહેલા એક ઉપવાસ કરે. તે પછી બે, તે પછી ત્રણ આ પ્રમાણે કાહલિકા થઈ. આ તપમાં બધાયે આંતરામાં પારણું કરવા. તે પછી આઠ અમો એટલે ત્રણ-ત્રણ ઉપવાસ કરવા, આ અદ્દમો વડે કાલિકાની નીચે દાડમનું પુષ્પ કરે. તે પછી એક ઉપવાસ કરે, તે પછી બે, તે પછી ત્રણ, તે પછી ચાર, તે પછી પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગ્યાર, બાર, તેર, ચૌદ, પંદર અને સેળ ઉપવાસ કરે.
આ દાડમના કુલની નીચેની એસેર થઈ તે પછી ત્રીસ (૩૪) અમે કરે એના વડે પદક થાય છે. તે પછી પાછા સેળ ઉપવાસ કરે પછી પંદર, ચૌદ, તેર, બાર, અગ્યાર, દસ, નવ, આઠ, સાત, છ, પાંચ, ચાર, ત્રણ, બે, એક ઉપવાસ કરે. આ બીજી સેર થઈ. તે પછી આઠ અને બીજા દાડમના ફૂલના કરે. તે પછી બીજી કાલિકાના ત્રણ, બે અને એક ઉપવાસ કરે. આ પ્રમાણે કરવાથી રત્નાવલી તપ પૂરો થાય છે.
આ રત્નાવલી તપમાં કાલિકાના ઉપવાસના દિવસે (૧૨) બાર, દાડમફલના સેળ, અઠ્ઠમના અડતાલીસ (૪૮) દિવસે, બે સેરેના એકથી ળ ઉપવાસના દિવસે બસે બેર (૨૭૨), પદકમાં ત્રીસ અઠ્ઠમના દિવસે એકસે બે (૧-૨), આ બધા મળી ૧૨+૪૮૨૭૨+૧૦૨=૪૩૪ દિવસે ઉપવાસના અને અયાસી દિવસ પારણના ૪૩૪+૮૮=પર ૨ દિવસ થાય એટલે એક વર્ષ પાંચ મહિના અને બાર દિવસ થાય છે.
આ તપ પણ આગળના તપની જેમ પારણાની ચાર પરિપાટી વડે પૂરે કરાય છે. એટલે પરર દિવસને ચાર વડે ગુણતા પરર૪૪=૩૦૮૮ દિવસ એટલે પાંચ વર્ષ નવ મહિના અને અઢાર દિવસે થાય છે. (૧૫૨૫ થી૧૫૨૭) કનકાવલીતપ
रयणावलीकमेणं कीरइ कणगावली तवो नवरं । कजा दुगा तिगपए दाडिमपुप्फेसु पयगे य ॥१५२८॥