________________
૨૬૮, અસજઝાય
૪૬૩ સૂર્ય વગેરે ગ્રહ સહિત અસ્ત થયા હોય તે અહોરાત્ર અસઝાય આચરણ આ પ્રમાણે છે, સૂર્ય વગેરે દિવસે મુક્ત થયા હોય, તે તે જ દિવસ અસક્ઝાયના થાય છે.
ચંદ્રગ્રહણમાં ઉત્કૃષ્ટથી બારપ્રહર અને જઘન્યથી આઠપ્રહર સ્વાધ્યાય હણાય છે. એ શી રીતે અસઝાય થાય છે? તે કહે છે. ઉગતે જ ચંદ્રમાં રાહુવડે પકડાય ત્યારે ચારપ્રહર રાત્રીના કપાય છે અને ચારપ્રહર આવતી કાલના દિવસના અસજઝાયમાં કપાય છે–એમ આઠપ્રહર અસજઝાય થાય છે.
બારપ્રહર આ પ્રમાણે છે. પ્રભાત વખતે ચંદ્રમા ગ્રહણ સાથે જ અસ્ત થાય તેથી ચાર પ્રહર દિવસના હણાય છે. ચારપ્રહર આગળની રાતના અને ચારપ્રહર બીજા દિવસના એમ બારપ્રહર અથવા ઐત્પાતિકગ્રહણવડે આખી રાત્રી ગ્રહણ રહ્યું હોય અને તે ગ્રહ સાથે ચંદ્ર અસ્ત થયું હોય, તે તેમાં સંદૂષિત રાતના ચારપ્રહર અને અહોરાત્રના આઠપ્રહર-એમ બારપ્રહર થાય છે. અથવા વાદળવાળું આકાશ હેવાના કારણે અને વિશેષ જાણકારી ન હોવાથી “ક્યારે ગ્રહણ થયું?” તે ખબર ન પડી હોય અને સવારે ગ્રહ સાથે ચંદ્રાસ્ત થતોયે, તેથી આખી રાતનો ત્યાગ કર અને બીજા દિવસના આઠ પ્રકારનો ત્યાગ કર એમ બારપ્રહર થાય છે.
સૂર્યગ્રહણમાં જઘન્યથી બારપ્રહર અને ઉત્કૃષ્ટથી સેળપ્રહર સજઝાયને ત્યાગ શી રીતે કરે ? તે કહે છે. સૂર્યગ્રહણ સહિત જ અસ્ત થાય, તે ચાર પ્રહાર રાતના હણે છે. ચારપ્રહર આવતીકાલના દિવસ અને ચારપ્રહર બીજરાતના-એમ બારપ્રહર થાય છે. સેળપ્રહર આ પ્રમાણે થાય છે. સૂર્ય ઉગતા જ રાહુવડે પકડાય અને આખો દિવસ ઉત્પાતના કારણે ગ્રહણ સહિત જ અસ્ત થાય, તે ચારપ્રહર દિવસના, ચારપ્રહર રાતના, ચારપ્રહર આવતીકાલના દિવસના અને ચારપ્રહર આવતી કાલની રાતના-એ પ્રમાણે સોળ પ્રહર સ્વાધ્યાય હ@ાય છે.
સૂર્ય અને ચંદ્ર જ્યારે ગ્રહણ સહિત ઉગે અને ગ્રહણ સહિત આથમે શી રીતે ? તે કહે છે. સૂર્ય વગેરે જે અહોરાત્રિ એટલે જે દિવસે સૂર્ય દિવસ મૂક્યો હોય, તે જ દિવસ તથા તે જ રાત્રિ અસ્વાધ્યાયરૂપે છેડાય છે. ચંદ્ર તે જ રાત્રિએ છોડતા હોવાથી બીજે ચંદ્ર ન ઊગે ત્યાં સુધી અસ્વાધ્યાય. તે રાત્રિ અને બીજે દિવસ-એમ અહેરાત્રિને અસ્વાધ્યાય.
બીજા આચાર્યો કહે છે કે, આચરણે આ પ્રમાણે છે.
ચંદ્ર રાત્રે પકડાયેલ હોય અને રાત્રે જ મૂકાયે હોય તે જ રાત્રિએ બાકીનું છોડવું કારણકે, આવતા સૂર્યોદય સુધીમાં અહેરાત્ર પૂર્ણ થઈ જાય છે. સૂર્ય દિવસે પકડા અને દિવસે જ છેડી દેવા, તે તે દિવસ બાકીને ભાગ તથાતેજ રાત્રિ છોડવી.(૧૪૫૯-૧૪૬૦)
સદેવ અસજઝાય પૂર્ણ થયા.