________________
૪૬૨
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ ચાર સયાઓ છે, તેમાં ત્રણ પત્રિમાં છે, તે આ પ્રમાણે ૧. સૂર્ય અસ્ત થવા છતાં, ૨. મધ્યરાત્રિએ, અને ૩. પ્રભાતે. તથા ૪. દિવસના મધ્યાહ્ન વખતે–આ ચાર સંધ્યામાં સ્વાધ્યાય ન કર, બાકીની પડિલેહણ વગેરે ક્રિયાઓને નિષેધ નથી.
પ્રતિપદા પદ લેવાવડે વદ એકમ સુધી ચાલતા ચાર મહામહે જણાવ્યા છે. તે ચાર મહામહની ચાર એકમમાં સ્વાધ્યાય ન કરવો. બીજી ક્રિયાઓને નિષેધ નથી. એ પ્રમાણે બીજાપણુ પશુવધ વગેરેની બહુલતાવાળા ઉત્સવે જે ગામ નગરમાં જેટલા કાળ સુધી ચાલે તેટલા કાળસુધી સ્વાધ્યાય છે. સુગ્રીષ્મક એટલે ચૈત્રમાસમાં થનારે મહા મહત્સવ બધા દેશોમાં શુફલા એકમથી લઈ ચૈત્રીપૂનમ-એકમ સુધી નિયમા ચાલે છે. તેમાં અસજઝાય. (૧૪૫૭)
હવે ચાર મહામહ ક્યા છે તે કહે છે. आसाढी इंदमहो कत्तिय सुगिम्हए य बोद्धव्वे । एए महामहा खलु एएसिं जाव पाडिवया ॥१४५८॥
અષાઢી, ઈદ્ર મહેન્સવ, કાર્તિક સુગ્રીમક-એ ચાર મહામહ જાણવા. એ મહામહે પ્રતિપદા એટલે એકમ સુધીના છે. - અષાઢ સુદી પૂર્ણિમાને મહામહ, ઈદ્રમહોત્સવ એટલે આસેસુદપૂર્ણિમા, કાર્તિકી પૂનમ, સુગ્રીષ્મક એટલે ચૈત્રીપૂનમ, આ જ ચાર મહા એટલે સર્વઅતિશય, મહ એટલે ઉત્સવરૂપે યાને મહામહેન્સવરૂપે જાણવા. આ ચાર મહામહેમાંથી જે મહામહ જે દેશમાં જે દિવસથી લઈ જેટલા દિવસ ચાલે, તે દેશમાં તે દિવસથી તેટલા વખત સુધી સ્વાધ્યાય ન કરો. જો કે બધા મહામહ પૂનમ સુધીના જ પ્રસિદ્ધ છે. છતાં પણ ક્ષણનુવૃત્તિને સંભવ હોવાથી એકમ પણ અવશ્ય છોડવી આથી નાવાડિવા કહ્યું છે. (૧૪૫૮) હવે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી સ્વાધ્યાય વિઘાત એટલે અસક્ઝાયને કાળ કહે છે.
उक्कोसेण दुवालस चंदो जहन्नेण पोरिसी अट्ठ । सूरो जहन्न बारस पोरिसी उकोस दो अह ॥१४५९॥ सग्गहनिवुड्ड एवं सूराई जेण हुतिऽहोरत्ता ।
आइनं दिणमुको सोच्चिय दिवसो य राई य ॥१४६०॥ , ચંદ્રગ્રહણમાં ઉત્કૃષ્ટથી બારપ્રહર અને જઘન્યથી આઠમહર, સૂર્યગ્રહણમાં ઉત્કૃષ્ટથી સાળમહર અને જઘન્યથી બારપ્રહર અસક્ઝાય હોય છે.