________________
૪૫૦
પ્રવચનસારે દ્ધાર ભાગ-૨ હવે એકેન્દ્રિય વિગેરે જાતિની અપેક્ષાએ જીવનું અપમહત્વ. पण चउ ति दु य अणिदिय ऐगिदि सइंदिया कमा हुति । थोवा तिन्नि य अहिया दोऽणतगुणा विसेसहिया ॥१४३५।।
પંચેન્દ્રિય, ચૌરેન્દ્રિય, તેઈન્દ્રિય, બેઈન્દ્રિય, અનિંદ્રિય, એકેન્દ્રિય અને સઈન્દ્રિય જીવો અનુક્રમે થોડા પછી ત્રણ અધિક, બે અનંતગુણ અને વિશેષાધિક છે.
બધાથી છેડા પંચેન્દ્રિય જીવે છે. સંખ્યાતા કોડાકડી જન પ્રમાણ વિષ્કભ સૂચિ પ્રમાણ પ્રતરનાં અસંખ્યાતમા ભાગે અસંખ્ય શ્રેણિમાં રહેલ આકાશપ્રદેશ રાશિ જેટલા છે.
તેમનાથી ચૌરદ્ધિ વિશેષાધિક છે, કારણકે તેમની તે જ વિધ્વંભ સૂચિ ઘણું સંખ્યાતા કેડા કેડી જન પ્રમાણુવાળી છે.
તેમનાથી તેઈન્દ્રિય વિશેષાધિક છે, કારણ કે તેમની તે વિષંભ સૂચિએ અતિ ઘણુ સંખ્યાતા કોડાકેડી જન પ્રમાણુવાળી છે.
તેમનાથી બેઈન્દ્રિય જીવો વિશેષાધિક છે, કારણકે તેમની તે વિષ્ઠભ સૂચિ અતિ-અતિ ઘણા સંખ્યાતા કડાકોડી જન પ્રમાણવાળી છે.
તેમનાથી ઈન્દ્રિય વગરના છ સિદ્ધો અનંતગુણ છે, કારણ કે તેઓ અનંત છે.
તેમનાથી એકેન્દ્રિયે અનંતગુણ છે, કારણકે સિદ્ધોથી વનસ્પતિકાયના જીવે અનંત છે.
તેમનાથી પણ ઈદ્રિયવાળા જી વિશેષાધિક છે, કારણકે તેમનામાં બેઈન્દ્રિય વિગેરે જીવને સમાવેશ થાય છે. (૧૪૩૫) હવે જીવ પુદ્ગલ વિગેરેનું અ૫ બહુ–કહે છે.
जीवा पोग्गल समया दन पएसा य पज्जवा चेव । थोवाणताणता विसेसअहिआ दुवेऽणंता ॥१४३६॥
જી, પુદગલ, સમય, દ્રવ્ય, પ્રદેશ અને પર્યાય-એ સહુથી થોડા પછી અનંત, અનંત, વિશેષાધિક, અનંતા-અનંતા અનુક્રમે જાણવા.
કહેવાતી ચાલુ વિષયની અપેક્ષાએ સહુથી ઘેડા જીવે છે. જેથી પુદગલે અનંતગણુ છે. અહીં પરમાણુ ક્રિપ્રદેશિક વિગેરે અલગ-અલગ દ્રવ્ય છે.
તે દ્રવ્ય સામાન્યથી ત્રણ પ્રકારે છે. ૧. પ્રગપરિણુત, ૨. મિશ્રપરિણત, ૩. વિશ્રસાપરિણત. તેમાં પ્રવેગ પરિણુત દ્રવ્ય પણ છથી અનંતગુણા છે. કારણ કે એકેએક જીવ અનંત જ્ઞાનાવરણ વિગેરે કર્મ પુદંગલના સ્કંધેવડે વીંટળાયેલા છે. પ્રયોગ