________________
૧૩
૧૦૧. ચક્રવાલ સામાચારી.
उवसंपया य तिविहा नाणे तह दसणे चरित्ते य १० । एसा हु दसपयारा सामाचारी तहऽन्ना य ॥७६७।।
જ્ઞાન-દર્શન-ચારિત્ર. એમ ત્રણ પ્રકારે ઉપસંપદા છે. આ દશ પ્રકારની સામાચારી છે. બીજી રીતે પણ દશ પ્રકારની સામાચારી છે.
૧૦. ઉપસંપદા ઉપસંપર્ થવું તે ઉપસંપદા. એટલે કે ઈપણ એક ગુરુના કુલમાંથી બીજા વિશિષ્ટદ્યુત વગેરેથી યુક્ત ગુરુની પાસે આવવું તે ઉપસંપદા. તે જ્ઞાનવિષયક, દર્શનવિષયક અને ચારિત્રવિષયક એમ ત્રણ પ્રકારે છે.
તેમાં જ્ઞાન, દર્શન સંબંધી ઉપસંપદા ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે (૧) વર્તના, (૨) સંધના, (૩) ગ્રહણ. આના માટે ઉપસંપદા લેવાય છે.
(૧) વર્તન એટલે પૂર્વમાં ભણેલ સૂત્ર વગેરે જે અસ્થિર હોય તેને પુનરાવર્તન કરવા માટે.
() સંધના એટલે પૂર્વમાં ભણેલ જે સૂત્ર વગેરેને અમુક ભાગ ભૂલાઈ ગયેલ હોય તે તેને મેળવવા કે જેડવાં માટે.
(૩) ગ્રહણ એટલે તે જ સૂત્રને નવેસર ભણવું તે ગ્રહણ.
આ ત્રણે (૧) સૂત્રથી, (૨) અર્થથી અને (૩) તદુભયથી–એમ ત્રણ પ્રકારે જાણવી. આમ જ્ઞાનવિષયક ઉપસંપદા નવ પ્રકારે થાય.
દશન ઉપસંપદામાં પણ દર્શનપ્રભાવક, સન્મતિત વગેરે શાસ્ત્રવિષયક ઉપરોક્ત નવ ભેદ જાણવા.
ચારિત્રવિષયક ઉપસંપદા (૧) વૈયાવચ્ચવિષયક અને (૨) ક્ષપણ એટલે તપવિષયક –એમ બે પ્રકારે છે.
એનો ભાવ એ પ્રમાણે છે કે ચારિત્ર માટે બીજા ગચ્છના આચાર્યની વૈયાવચ્ચ કરવાનું સ્વીકારે. તે કાળથી ઈત્વરકાલિક અને યાજજીવ –એમ બે પ્રકારે સ્વીકારે
પ્રશ્નઃ અહીં બીજાઓ કહે છે આમાં શેની ઉપસંપદા કરવાની હોય? પોતાના ગચ્છમાં જ ચારિત્ર માટે વૈયાવચ્ચ કેમ ન કરે?
ઉત્તર - સાચી વાત છે. પોતાના ગચ્છમાં વૈયાવચ્ચ વગેરે કરવા યંગ્ય તેવા પ્રકારની નિર્વાહ વગેરે સામગ્રી ન હોય ત્યારે બીજા ગચ્છની ઉપસંપદા સ્વીકારે.
તપવિષયક ઉપસર્પદા-આ પ્રમાણે હોય છે. જે કઈ તપ કરવા માટે ઉપસપંદા સ્વીકારે છે, તે તપવી ઇત્વકાલિક અને યાજજીવ–એમ બે પ્રકારે છે. તેમાં યાત્મથિક પાછળથી અનસન કરનારો હોય છે.
ઈત્વરકાલિક્તપસ્વી, વિકૃષ્ટતપસ્વી અને અવિકૃષ્ટતપસ્વી-એમ બે પ્રકારે છે–