________________
૧૨
પ્રવચન-સારોદ્ધાર ૪. આવરૂહિ - મુનિ વસતિમાંથી જ્ઞાનાદિ ત્રણ તેમજ ભિક્ષાટન વગેરે કારણે બહાર નીકળે ત્યારે આવયિકી આવશ્લહિ કહી નીકળે, અર્થાત્ સાધુએ નિષ્કારણ બહાર જવું નહિ.
૫. નિસીહિ :- સાધુ જ્યારે બહારથી આવી, જ્યાં જે શય્યામાં એટલે વસતિમાં સ્થાન કરવાનો હોય, ત્યારે ત્યાં પ્રવેશતા નધિકી એટલે નિશીહિ કહે. આદિ શબ્દથી જિનાલય પ્રવેશ વગેરેમાં પણ નિસાહિ સમજવી. આનો ભાવ એ છે કે બહારથી આવી વસતિમાં પ્રવેશ કરતા નિહિ કરવી. (૭૬૫)
आपुच्छणा उ कज्जे ६ पुवनिसिद्धेण होइ पडिपुच्छा ७ । पुव्वगहिएण छंदण ८ निमंतणा होअगहिएणं ९ ॥७६६।।
કાર્યમાં આપૃચ્છા, પૂર્વમાં એટલે પહેલા નિષેધ થયો હોય તવિષયક પ્રતિપૃચ્છા, પહેલા ગ્રહણ કરેલ આહારની પૃચ્છા તે છંદણું. આહાર લેવા જતા પૂછવું તે નિમંત્રણ.
૬, પૃચ્છા - પૂછવું તે આપૃચ્છા, તે ઈચ્છિત કાર્ય કરતી વખતે ગુરુને પૂછવું કે હે ભગવંત! હું આ કાર્ય કરું?” તે આપૃછા.
૭. પ્રતિપૃચ્છા – પહેલા નિષેધ કરેલ કાર્ય જેમકે ગુરુએ કહ્યું હોય કે “તારે આ કાર્ય ન કરવું?” “હવે તે જ કાર્ય કરવાની જરૂર પડે ત્યારે ગુરુને ફરી પૂછવું કે પહેલા આપે આ કાર્યને નિષેધ કર્યો છે. હવે તે કાર્યની ફરી જરૂર પડી છે. જે આપ આજ્ઞા આપે છે તે કાર્ય કરું.” આ પ્રમાણે પૂછવું તે પ્રતિપૃચ્છા.
અથવા ગુરૂએ પહેલા કેઈ કામ પોતાને બતાવ્યું હોય, તે કામ કરવા માટે તૈયાર થાય ત્યારે ફરીવાર ગુરુને કહેવું કે, આપે બતાવેલ કાર્ય કરું છું તે પ્રતિપૃચ્છા.
આ પ્રતિપૃચ્છા કરવાનું કારણ એ છે કે કયારેક ગુરુ એ કામના બદલે બીજું કામ પણ બતાવે. અથવા એ કામ પૂરું થઈ ગયું હોય તે નિષેધ પણ કરે. - ૮, છંદના : ગોચરી વહેરીને લાવ્યા હોય, ત્યારે બધા સાધુઓને ગોચરી વાપરવા માટે જણાવવું-આમંત્રણ આપવું તે છંદના. જેમકે હું આ અશનાદિ ભિક્ષા લાવ્યો છું. જે આપને કોઈને પણ આમાંથી ખપ આવતું હોય તે ઈચ્છા પ્રમાણે લે–એ છંદના. ( ૯ નિમંત્રણુઃ ગોચરી વહોરવા જતાં પહેલા જે કહેવાય તે નિમંત્રણ. જેમકે આજે હું તમારે એગ્ય ભિક્ષા લાવીશ. (૭૬૬)