________________
૪૨૬
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ આ આત્માગુલ કાળાદિ ભેદથી પુરૂષનું ઊંચાઈનું પ્રમાણ અનવસ્થિત એટલે અનિયત હેવાથી આ અંગુલ પણ અનિયત પ્રમાણનું જાણવું. જે પુરૂષ એકસે આઠ અંગુલ પ્રમાણથી (આત્માગુલ પ્રમાણ) ઓછા અથવા વધારે માપના હય, તેમનું જે અંગુલ, તે આત્માંગલ ન કહેવાય. પરંતુ આત્માગુલાભાસ કહેવાય છે એટલે વાસ્તવિકપણે તે આત્માગુલ ન કહેવાય.
લક્ષણ શાસ્ત્રમાં કહેલ સ્વર વિગેરે બીજા લક્ષણ વિકલતા સાથે યક્ત પ્રમાણથી વધારે ઓછાને અહિં નિષેધ નથી કર્યો–એમ સંભવે છે.
ભરત ચક્રવર્તી વિગેરે પિતાના અંગુલથી એકસે વીસ આગળના પ્રમાણ રૂપે નિર્ણત થયેલા છે. અને કેટલાક આચાર્યના મતે તે મહાવીર સ્વામી વિગેરેને ચોર્યાસી આગળનું પ્રમાણનું પ્રમાણ છે. (૧૩૯૫). પ્રમાણુગુલ - '. उस्सेहंगुलमेगं हवइ पमाणंगुलं सहस्सगुणं ।
उस्सेहंगुलदुगुणं वीरस्सायंगुलं भणियं ॥१३९६।।
ઉત્સાંગુલથી એક હજારગણું પ્રમાણગુલ થાય છે. બે ગણુ ઉભેધાંગુલ થાય ત્યારે વીર ભગવંતનું આત્માગુલ થાય છે.
આગળ કહેલા સ્વરૂપવાળું ઉસેંઘાંગુલ એક હજાર ગુણુ થાય ત્યારે એક પ્રમાણગુલ થાય છે. પરમ પ્રકર્ષ એટલે અતિ વૃદ્ધિ રૂપ પ્રમાણને પામેલ જે અંગુલ તે પ્રમાણગુલ. આનાથી મોટું બીજુ કઈ અંગુલ નથી–એ ભાવ છે, અથવા તે સમસ્ત લોક વ્યવહાર રાજ્ય વિગેરેની સ્થિતિ આચારને પ્રથમ રચનાર હોવાથી પ્રમાણરૂપ આ અવસપણુ કાલમાં યુગાદિદેવ ઋષભદેવ અથવા ભરત ચક્રવર્તી જેવા પ્રમાણ રૂપ પુરૂષનું જે અંગુલ, તે પ્રમાણાંગુલ. તે પ્રમાણાંગુલ ભરત ચક્રવર્તીનું આત્માગુલ છે. તે વખતે આત્માગુલ અને પ્રમાણગુલ સમાન માપના થાય છે.
પ્રશ્ન-ભરત ચક્રવર્તીનું જે અંગુલ તે આત્માગુલ એમ કહીએ તે ઉત્સાંગુલથી પ્રમાણગુલ તે ચાર ગુણ થાય છે, પણ હજારગુણું થતું નથી. તે આ પ્રમાણે ભરત ચક્રવર્તિ પોતાના અંગુલથી એકસોવીસ આગળ ઊંચા છે એ નિર્ણય અનુગ દ્વિર ચૂર્ણિ વિગેરેમાં થાય છે, અને ઉત્સધાંગુલથી પાંચસે ધનુષની ઊંચાઈ છે. એક ધનુષ્ય છ— આંગળનું થાય છે. આથી પાંચસે ધનુષના અડતાલીસ (૪૮) હજાર આંગળ થાય છે. આ પ્રમાણે થવાથી એક પ્રમાણાંગુલમાં ઉત્સધાંગુલ ચારસે (૪૦૦) જ થવાના, કારણકે એકવીસ વડે પ્રમાણુાંગુલના (૪૮) અડતાલીસ હજાર ઉભેધાંગુલના ભાગ કરતા ચારસો જ આવે છે. તેથી આ પ્રમાણે ભરત મહારાજા સંબંધિત અંગુલરૂપ પ્રમાણગુલ ઉત્સધાંગુલથી ચાર ગુણ જ થાય છે પણ હજાર ગુણ થતું નથી. તે પછી શા માટે પ્રમાણગુલ ઉત્સધાંગુલથી હજાર ગુણ કહે છે ?