________________
४२०
પ્રવચનસારે દ્ધાર ભાગ-૨ શ્રાવકપણું એટલે દેશવિરતિપણું પામે. ત્યારબાદ ચારિત્ર, ઉપશમશ્રેણી, ક્ષપકશ્રેણી સંખ્યાતા–સંખ્યાતા સાગરોપમ ખપવાથી પામે છે. તેની વિચારણા આ પ્રમાણે છે. દેશવિરતિ પામ્યા પછી સંખ્યાતા સાગરોપમ ખપ્યા બાદ ચારિત્રને જીવ પામે છે. તે પછી સંખ્યાતા સાગરોપમ ખયા પછી જીવ ઉપશમશ્રણ પામે છે. ત્યારબાદ સંખ્યાતા સાગરોપમ પ્રમાણુ કમસ્થિતિ આપ્યા પછી ક્ષપકશ્રેણી પામે છે. અને ત્યારપછી તે જ ભવમાં મોક્ષ પામે છે. આ પ્રમાણે જીવને સમ્મહત્વથી પડ્યા વગર દેવ, મનુષ્ય જન્મમાં ફરતાં બીજા–બીજા મનુષ્યના ભવમાં દેશવિરતિ વિગેરેને લાભ થાય છે. અથવા તીવ્ર શુભ પરિણામ હેય, તે ઘણી કર્મસ્થિતિઓ ખપવાથી એક ભવમાં પણ બેમાંથી એક શ્રેણ સિવાય આ બધા ભાવેને પણ જીવ પામે છે.
સિદ્ધાંતાનુસારે એક ભવમાં બે શ્રેણીઓ હતી નથી. પરંતુ ઉપશમશ્રણ અથવા ક્ષપકશ્રેણી રૂપ એક જ શ્રેણી હેઈ શકે છે. કહ્યું છે કે, “એ પ્રમાણે અપ્રતિપતિત સમ્યત્વવાળે મનુષ્ય, દેવમનુષ્ય જન્મમાં હોય, તે એક ભવમાં પણ બેમાંથી એક શ્રેણી સિવાય દેશવિરતિ આદિ બધા ભાવને પામે છે.” (૧૩૮૪)
N
૨૫૦. જે જ મૃત્યુ પામ્યા પછી બીજા ભવમાં
મનુષ્ય ભવ પામતા નથી તે જી વિષે सत्तममहि नेरइया तेऊ वाऊ अणत रुवट्टा । न लहंति माणुसत्तं तहा असंखाउया सव्वे ॥१३८५।।
સાતમી નરક પૃથ્વીમાં રહેલા નારકીએ, તેઉકાય અને વાઉકાયના જી, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા બધાયે તિર્યંચ અને મનુષ્યો ત્યાંથી નીકળ્યા પછી એટલે મૃત્યુ પામ્યા પછી તરત જ બીજા ભવમાં મનુષ્યપણાને પામતા નથી. બાકીના દે મનુષ્ય તિર્યંચે અને નારકે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. (૧૩૮૫)
૨૫૧. પૂર્વાગનું માપ वरिसाणं लक्खेहि चुलसी संखेहि होइ पुवंगं । एयं चिय एयगुणं जायइ पुव्वं तयं तु इमं ॥१३८६॥
પૂર્વ નામની સંખ્યા વિશેષનું અંગ એટલે કારણરૂપ જે સંખ્યા તે પૂર્વાગ, તે સંખ્યા ચોર્યાસી લાખ (૮૪ લાખ) વર્ષ છે. એ જ ચોર્યાસી લાખને ચેર્યાસી લાખ વડે ગુણતા પૂર્વ થાય છે. તે પૂર્વનું સ્વરૂપ એટલે સંખ્યા આના પછીના દ્વારમાં કહે છે. (૧૩૮૬)