________________
૨૪૯. સમ્યકત્વ વિગેરે ઉત્તમગુણોની પ્રાપ્તિમાં ઉત્કૃષ્ટથી પડતું અંતર ૪૧૯ વિગેરે માપ બાળક, કુમાર, યુવાન વિગેરે એ “રો સરૂ vસરૂ” વિગેરે ગણિતના ક્રમાનુસારે પિતાની જાતે જ જાણી લેવા. જ્યાં આગળ કહેવા પ્રમાણથી વીર્ય લોહી વિગેરે ઓછા વધતાં જણાય ત્યાં વાયુ વિગેરે દૂષણના કારણે છે–એમ જાણવું. (૧૩૮૨) હવે શરીરમાં કેટલા (મલ નીકળવાના) દ્વારે છે તે કહે છે.
एक्कारस इत्थीए नव सोयाई तु हुँति पुरिसस्स । इय किं सुइत्तणं अद्विमंसमल रूहिर संघाए? ॥१३८३।।.
સ્ત્રીના શરીરમાં અગ્યાર અને પુરુષના શરીરમાં નવ શ્રોતે એટલે દ્વાર છે. હાડકા, માંસ, મલ, અને લેહીના સમુહરૂપ આ શરીરમાં શુ પવિત્રતા છે?
બે કાન, બે આંખ, બે નાક, મેંઢે, બે સ્તન, પેનિ અને ગુદા-એ પ્રમાણે અગ્યાર શ્રત દ્વારે સ્ત્રીના શરીરમાં હોય છે. અને બે સ્તન છોડી બાકીના નવ દ્વાર પુરુષના શરીરમાં હોય છે. આ દ્વારા મનુષ્ય ગતિ આશ્રયી જાણવા.
તિર્યંચગતિમાં બે સ્તનવાળા બકરી વિગેરેને અગ્યાર, ચાર સ્તનવાળી ગાય વિગેરેને તેર અને આઠ સ્તનવાળી ભૂંડણ વિગેરેને સત્તર દ્વારા જાણવા. આ પ્રમાણે કઈ જાતના ખેડ-ખાપણુ વગર જાણવું. વ્યાઘાત હોય ત્યારે એક સ્તન-આંચળવાળી બકરીને દસ અને ત્રણ સ્તન-આંચળવાળી ગાયને બાર જાણવા. આ પ્રમાણે હાડકામાંસ-મલ-લેહ વિગેરેના સમૂહરૂપ આ શરીરમાં સ્વરૂપથી કઈ પવિત્રતા છે? કંઈપણું પવિત્રતા નથી. (૧૩૮૩)
૨૪૯. સમ્યકત્વ વિગેરે ઉત્તમગુણેની પ્રાપ્તિમાં
- ઉત્કૃષ્ટથી પડતું અંતર सम्मत्तमि य लद्धे पलिय पुहुत्तेण सावओ होइ । चरणोवसमखयाणं सायर संखंतरा हुंति ॥१३८४॥
સમ્યકત્વ પ્રાપ્ત કરતી વખતે જે કમરસ્થિતિ હતી તેમાંથી પલ્યોપમ પૃથકત્વ પ્રમાણુ કમસ્થિતિ ખપે ત્યારે શ્રાવક થાય છે. તે પછી અનુક્રમે ચારિત્ર, ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી અનુક્રમે સખ્યાતા સાગરેપમે ખપે ત્યારે પામે છે.
જીવ જ્યારે સમ્યહત્વ પામ્ય, તે વખતે જેટલી કર્મસ્થિતિ હોય છે, તેમાંથી પપમ પૃથકત્વ એટલે ૨ થી ૯ પલ્યોપમ જેટલી કર્મસ્થિતિને ક્ષય થાય, ત્યારે