________________
૩૯૫
૨૩૬. અણુવ્રતના ભાંગા
પ્રશ્ન - દેવકુલિકા શબ્દનો અર્થ શું થાય છે?
ઉત્તર :- એક-બે વિગેરે ઘના થયેલ ભાંગાઓના સમૂહને જણાવનારા આંકડાએને પટ-કાગળ વિગેરે પર લખતા દેવકુલિકાને આકાર રૂપે જાતે લેવાથી દેવકુલિકા–એ પ્રમાણે કહેવાય છે. બધીયે દેવકુલિકાઓમાં દરેકની ત્રણ-ત્રણ સંખ્યાઓ છે. તે આ પ્રમાણે, પહેલી એક ગુણ્ય સંખ્યા એટલે જેને ગુણાકાર કરવાનું હોય તે, બીજીવચ્ચે ગુણકારક સંખ્યા એટલે જેના વડે ગુણાકાર કરવાનું હોય તે સંખ્યા અને છેલ્લે જવાબ રૂપે આવેલ સંખ્યા હોય છે. (૧૩૨૯) હવે પહેલી આ જ દેવકુલિકાઓને છ ભાંગા વિગેરેના ક્રમપૂર્વક અમુક
વ્રતના ભાંગાની સર્વસંખ્યા આ પ્રમાણે થાય છે તે કહે છે. एगवए छन्भंगा निद्दिट्ठा सावयाण जे सुत्ते । ते च्चिय पयवुड्ढीए सत्त गुणा छज्जुया कमसो ॥१३३०॥
સૂત્રમાં શ્રાવકેને જે એક વ્રતના છ ભાંગા કહ્યા-બતાવ્યા છે, તે જ ભાંગાઓની પદવૃદ્ધિ કરવાથી છ યુક્ત સાત ગણું થાય છે,
સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વિગેરે વ્રતમાં જે દ્વિવિધ-ત્રિવિધ વિગેરે છ ભાંગાઓ આવશ્યક નિર્યુક્તિ વિગેરે સૂત્રમાં શ્રાવકના કહ્યા છે, તે જ છ ભાંગાઓને સાતવડે ગુણતા અને છ યુક્ત એટલે છ ઉમેરતાં બધા કુલ્લે ભાંગાઓની સંખ્યા આવે છે.
પ્રશ્ન – છ ભાંગાઓને સાતથી શી રીતે ગુણવા ?
ઉત્તર - પદવૃદ્ધિ કરવા પૂર્વક ગુણવા વડે,-એટલે મૃષાવાદ વિગેરે એક-એક વતની વૃદ્ધિ કરવા પૂર્વક, જેટલા વ્રતની વિવક્ષા કરીએ તેટલી વાર ગુણવા એ ભાવતાત્પર્ય છે. સ્કૂલન્યાયાનુસારે એમ કહેવાય છે કે,
એક વ્રતના ભાંગાની સંખ્યા જ્યાં સુધી રહી હોય ત્યાં સુધી વિવક્ષિત વ્રતથી એક ઓછી વાર ગુણવું.
આની વિચારણું આ પ્રમાણે છે. એક વ્રતમાં છ ભાંગા છે, તેને સાતે ગુણતા બેંતાલીસ (૪૨) થાય છે. તેમાં છ ઉમેરતા અડતાલીસ થાય છે. એને પણ સાતે ગુણ છ ઉમેરતા ત્રણસો બેંતાલીસ (૩૪૨) થાય છે. આ પ્રમાણે સાતે ગુણ છ ઉમેરતાં ત્યાં સુધી જવું જ્યારે અગ્યારમી વખત ગુણતા આ પ્રમાણેની સંખ્યા આવે ૧૩, ૮૪, ૧૨૮૭૨૦૦ આ ૪૮ વિગેરે બાર સંખ્યા સમૂહ જે ઉપર નીચે ગોઠવતા અર્ધદેવકુલિકાના આકારમાં જમીન પર સંખ્યા સમૂહ ફેલાય છે. તેને ખંડ દેવકુલિકા એમ પણ કહેવાય છે. આ પ્રમાણે છ ભાંગાવડે થતી ખંડદેવકુલિકા કહી. (૧૩૩૦)
इगवीसं खलु भंगा निद्दिट्ठा सावयाण जे सुत्ते । ते चिय बावीसगुणा इगवीसं पक्खिवेयव्वा ॥१३३१॥