________________
૨૨૭. પંદર ગ”
૩૭૧ મોટા પ્રમાણુની છે. આની મેટાઈ વૈકિય શરીરને આશ્રયિને ભવધારણીય સ્વાભાવિક શરીરની અપેક્ષાઓ જાણવી. બાકીના ઉત્તરવૈક્રિય શરીરની ઊંચાઈ એક લાખ એજન ઉપર ચાર આંગળ પ્રમાણ છે. ઉદાર એ જ દારિક.
. જેમાં વિવિધ અથવા વિશિષ્ટ ક્રિયા-વિક્રિયા થાય તે વૈક્રિય. જેમ કે, તે એક થઈને અનેક થાય અને અનેક થઈને એક થાય અથવા અણુ-નાને-થઈને મેટે થાય અને મોટે થઈને નાનઅણુ થાય વિગેરે... . ચૌદ પૂર્વ ધરો વડે તીર્થકરની ઋદ્ધિના દર્શન વિગેરે ...
તેવા પ્રકારના કાર્યો ઉત્પન્ન થયે છતે વિશિષ્ટ લબ્ધિના કારણે આ કરાય એટલે બનાવાય તે આહારકશરીર છે. - આ ત્રણે શરીરને મિશ્ર શબ્દ જોડતાં દારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર અને આહારક મિત્ર-એમ બીજા ત્રણ ભેદ થાય છે.
દારિક કાર્મણ સાથે અપર્યાપ્ત અવસ્થામાં અથવા કેવલિ સમુદ્દઘાત અવસ્થામાં મિશ્રિત થાય છે. ત્યારે અંદારિકમિશ્ર, ઉત્પન થવાની જગ્યાએ પૂર્વભવથી તરત જ કેઈક જીવ આવી પહેલાં સમયે ફક્ત કાર્મશરીર વડે જ આહાર કરે છે. તે પછી આદારિકશરીરનો આરંભ થતું હોવાથી જ્યાં સુધી આદારિક શરીર બને નહિ ત્યાં સુધી દારિક સાથે કાર્મણમિશ્રિત રહે છે. કેવલિ સમુદ્દઘાત અવસ્થામાં તે બીજા, છઠ્ઠા, અને સાતમા સમયમાં કાર્મણ સાથે દારિક મિશ્રિત હોય છે. તે પ્રસિદ્ધ છે.
કાશ્મણ અથવા આદારિક સાથે વૈયિમિશ્ર હોય છે. એમાં દેવ-નારકેને અપપર્યાપ્ત અવસ્થામાં પહેલા સમય પછી કામણ સાથે મિશ્ર જણવું. બાદર પર્યાપ્ત, વાયુકાય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને વૈક્રિયલબ્ધિ હોય, તે વૈકિય શરીરના આરંભ વખતે અને વૈકિય શરીર છોડતી વખતે દારિક સાથે મિશ્રિત હોય છે.
સિદ્ધ થયું છે. પ્રજન એવા ચાદ પૂર્વ ધરોને અને ઐદારિક શરીરને ગ્રહણ કરતા અથવા આહારક શરીરને છોડતાં આહારક મિશ્રિત આદારિક સાથે હોય છે. એમ જાણવું.
કર્મોવડે બનેલ–થયેલ તે કામણ એટલે કર્મરૂપ શરીર તે જ કાર્મણ, આને ભાવ એ છે, કે આત્મપ્રદેશ સાથે કર્મના પરમાણુઓ દૂધ અને પાણીની જેમ, એકબીજામાં મળી જવાથી શરીરરૂપ પરિણમન થાય છે તે કાર્મણ શરીર છે. આથી જે તેને બીજી જગ્યાએ કર્મોને જે વિકાર તે કામણ એમ પણ કહ્યું છે. તથા કહ્યું છે કે.
કમને જે વિપાક તે કામણ, જે આઠ પ્રકારના વિચિત્ર કમ વડે બનેલ છે. અને તે બધાયે શરીરનાં કારણરૂપે જાણવું”
અહીં દારિક વગેરે બધાયે શરીરના કારણરૂપે એટલે બીજરૂપે કામ શરીર છે. ભવરૂપ વિસ્તારના બીજરૂપ તે કામણ શરીરના મૂળથી ઉચછેદ થાય તે બીજા શરીરની ઉત્પત્તિ ન થાય. આ “કામ શરીરનું જીવને બીજી ગતિમાં જવાની